
ડીસા GIDC વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો છે, જેમાં 16થી વધુ શ્રમિકોના મોત થયા છે
ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 17 મજૂરનાં મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાં જ Deesa Fire ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઇ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. તમામ મૃતક મધ્યપ્રદેશના રહેવાસી ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મજૂરો બે દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થતાં તેઓના મોત નિપજ્યા છે. હાલ મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
► મજૂરી માટે આવ્યા અને મોત મળ્યું.
200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો. જ્યારે મજૂરોનાં માનવઅંગો પણ દૂર-દૂર સુધી ફેંકાયાં હતા.
► પ્રચંડ વિસ્ફોટને કારણે બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી.
ફટાકડા વેચવાની મંજૂરી મેળવી ફટાકડા બનાવ્યા મળતી માહિતી મુજબ, દીપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે. આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જો કે, માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા બનાવવા માટેની નહિ. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
► ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી.
મજૂરોનાં માનવઅંગો દૂર દૂર સુધી ફેંકાયાં મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક વિસ્ફોટ થતાં મજૂરોનાં માનવઅંગો પણ દૂર દૂર સુધી ફેંકાયાં હતાં. બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઇ લીધી છે. જો કે, આગની ભયાનકતાના કારણે હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે.
► 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો.
17 જેટલા મજૂરની લાશ બહાર કઢાઇ આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ, 17 જેટલા મજૂરની લાશ બહાર કાઢવામાં આવી છે. જ્યારે પાંચ જેટલા ઘાયલ મજૂરને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલ, ડીસા ડી.વાય.એસ.પી સી.એલ. સોલંકી, મામલતદાર વિપુલ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
► ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે.
ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, આજે (1 એપ્રિલે) સવારે ડીસા ખાતે ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થવાના સમાચાર મળ્યા હતા. આ બ્લાસ્ટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો. ફેક્ટરીમાં કામ કરતાં મજૂરોના પરિવારો પણ અહીં રહે છે. હાલ ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે.
► ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરાઈ.
ત્રણ જેટલા લોકો 40 ટકાથી વધુ દાઝ્યા ડીસાના એસ.ડી.એમ નેહા પંચાલે જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ, એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો. જેના કારણે એક ધાબું પડી ગયું. જેથી કેટલાક લોકો દટાઇ ગયા હતા. આ બધાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. છ લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાંથી ત્રણ જેટલા લોકો 40 ટકાથી વધુ દાઝ્યા છે. જો કે, અત્યારે મોતનો ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી.
► મજૂરોનાં માનવઅંગો પણ દૂર-દૂર સુધી ફેંકાયાં.
પાંચ લોકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડાયા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ માહિતી મળી તે મુજબ બોઇલર ફાટવાથી ઘટના ઘટી છે. જેમાં બિલ્ડિંગ ધરાશાયી થયું છે. જેની નીચે કેટલાક લોકો દટાયેલા છે. જેમાંથી કેટલાકને બહાર કાઢવામાં આવ્યા છે. પાંચ લોકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેઓની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર, નગરપાલિકા અને ફાયર આ બધી જ ટીમો હાલ કામ કરી રહી છે.
► ફટાકડાના જથ્થામાં બ્લાસ્ટને પગલ ચારે તરફ ધુમાડો ફેલાયો.
વિસ્ફોટક પદાર્થમાં ભડાકો થતાં 17 મજૂરનાં મોત મળતી માહિતી મુજબ, દીપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે. આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જો કે, માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા બનાવવા માટેની નહિ. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Deesa Fire Incident in illegal Crackers Factory - ડીસા GIDC ખાતે ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 16થી વધુ શ્રમિકોના મોત