
સુરત મહાનગરપાલિકાની વિવિધ શાળાઓમાં શિક્ષકોની ભરતી, Teacher Job માટેની તમામ માહિતી અહીં મેળવો
SMC Recruitment 2025, Teacher jobs : સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
SMC Recruitment 2025, Teacher jobs : TAT પરીક્ષા પાસ કરેલા અને શિક્ષકની નોકરી મેળવવાની રાહ જોઈને બેઠલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત વિવિધ શાળાઓમાં વિવિધ વિષયો માટે શિક્ષકોની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ જગ્યાઓ ભરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
► સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | સુરત મહાનગરપાલિકા (SMC) |
પોસ્ટ | શિક્ષક |
જગ્યા | 83 |
વય મર્યાદા | 40 વર્ષ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15-4-2025 |
ક્યાં અરજી કરવી | https://www.suratmunicipal.gov.in |
► સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી પોસ્ટની વિગતો
સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળાઓ માટે 11 માસના કરાર આધારિત શિક્ષકોની ભરતી બહાર પાડી છે. જેની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.
માધ્યમ | વિષય | જગ્યા |
ગુજરાતી | ગણિત-વિજ્ઞાન | 16 |
સમાજવિદ્યા | 5 | |
ગુજરાતી | 6 | |
સંસ્કૃત | 3 | |
કમ્યુટર | 3 | |
મરાઠી | ગણિત-વિજ્ઞાન | 10 |
સમાજવિદ્યા | 2 | |
અંગ્રેજી-હિન્દી | 4 | |
કમ્પ્યુટર | 1 | |
હિન્દી | ગણિત-વિજ્ઞાન | 4 |
સમાજવિદ્યા | 2 | |
ગુજરાતી | 1 | |
સંસ્કૃત | 1 | |
અંગ્રેજી | 1 | |
કમ્પ્યુટર | 1 | |
ઉડીયા | ગણિત-વિજ્ઞાન | -1 |
સમાજવિદ્યા | 1 | |
અંગ્રેજી-હિન્દી | 1 | |
ગુજરાતી | 1 | |
ઉડીયા | 1 | |
ઉર્દુ | ગણિત-વિજ્ઞાન | 1 |
અંગ્રેજી-હિન્દી | 1 | |
અંગ્રેજી | ગુજરાતી | 2 |
સંસ્કૃત | 2 | |
કમ્પ્યુટર | 2 | |
ગણિત-વિજ્ઞાન | 1 | |
સમાજવિદ્યા | 1 | |
કુલ | 83 |
► શૈક્ષણિક લાયકાત
• રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય TAT (માધ્યમિક) પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો
• હવે પછી રાજ્ય પરીક્ષાબોર્ડ દ્વારા TAT (માધ્યમિક) પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉતીર્ણ થયેલા ઉમેદવારો
► વય મર્યાદા
ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો માધ્યમિક વિભાગ માટે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.
► પસંદગી પ્રક્રિયા
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટે TAT (માધ્યમિક)ના પ્રસિદ્ધ કરવામા આવનાર પરિણાના જેતે વખતે પ્રવર્તમાન વર્ષના મેરીટ લિસ્ટના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે.
► પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારોને 24000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
► અરજી કેવી રીતે કરવી
• આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમદેવારોએ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જવું
• અહીં રીક્રૂટમેન્ટ ટેબ ઉપર ક્લિક કરવાથી વિવિધ પોસ્ટની માહિતી દેખાશે
• જ્યાં એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાથી અરજી વિગતો દેખાશે
• માંગેલી વિગતો ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા
• અરજી ફાઈનલ સબમીટ કરવી અને પ્રીન્ટ કાઢી લેવી
નોટિફિકેશન - SMC-Recruitment-2025-teacher-bharti-notification-pdf-2025Download
ઉમેદવારોને સુચન છે કે સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , SMC Recruitment 2025, Teacher jobs in Gujarat - Tat Pass Candidate job in surat - highschool teacher vacancy