
વડતાલના ગાદીપતિ આચાર્યએ કહ્યું કે, ''શ્રીજી મહારાજના નિયમોથી વિપરીત ચાલીએ છીએ એટલે કલેશ થાય અને આપણને ઈચ્છા થાય ત્યારે દેવી દેવતાઓની નિંદા કરીએ તે યોગ્ય નથી''
હિન્દુ ધર્મ અને હિન્દુ દેવી-દેવતાઓ અંગે સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan Sect) કેટલાક સંતો દ્વારા આપેલા વિવાદિત નિવેદન મામલે હિન્દુ સમાજ (Hindu religion) અન સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મામલે વડતાલ (Vadtal) ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદે (Acharya Rakesh Prasad) પણ પ્રતિક્રિયા આપી છે અને ભારે રોષ વ્યક્ત કરી સંપ્રદાયનાં સંતોને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણનાં સાધુ-સંતો માપમાં રહે. અન્ય દેવી-દેવતાઓની નિંદા ન કરશો. શ્રીજી મહારાજનાં નિયમોથી વિપરિત ચાલીએ છીએ એટલે કલેશ થાય છે.
► અન્ય દેવી દેવતાઓની નિંદા ન કરશો : આચાર્ય રાકેશપ્રસાદ
વડતાલ (Vadtal) ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદે સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક બફાટિયા સંતો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, સ્વામિનારાયણનાં સાધુ-સંતો માપમાં રહે અને અન્ય ધર્મનાં દેવી-દેવતાઓની નિંદા કરશો નહીં. તેમણે કહ્યું કે, જેટલું આપણે શ્રીજી મહારાજનાં નિયમોથી વિપરિત વર્તીએ છીએ એટલો કલેશ થાય છે. રોજ કોઈ દેવી-દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય તે સૌ જાણીએ છીએ.
► ''શ્રીજી મહારાજના નિયમોથી વિપરીત ચાલીએ ત્યારે કલેશ થાય''
વડતાલના ગાદીપતિ આચાર્યએ કહ્યું કે, ''શ્રીજી મહારાજના મતથી વિપરીત કરીએ છીએ ત્યારે કલેશ થાય છે''. વધુમાં કહ્યું કે, ''જ્યારે જ્યારે આપણને ખંજવાળ ઉપડે છે ત્યારે ત્યારે આપણે કોઈ પણ દેવી દેવતા વિશે નિંદા કરીએ તો કલેશ થાય જ અને એ વાતના બધા જ લોકો સાક્ષી છો, માટે બધાને બહુ માપે માપે રહેવું જોઈએ. કારણ કે, આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય એમ છે માટે ભલા થઈને જેમ આપણને આપણા સંપ્રદાય અને ઈષ્ય દેવની જેમ ખુમારી હોય તેમ અન્ય ધર્મ પ્રત્યે તેમના ભક્તોને પણ ખુમારી હોય છે''
► નીલકંઠ ચરણ સ્વામીએ વિવાદિત ટિપ્પ્ણી કરતા વિવાદ
આચાર્ય રાકેશપ્રસાદે (Acharya Rakesh Prasad) વધુમાં કહ્યું કે, જેમ આપણેને આપણા ધર્મની ખુમારી હોય તેમ અન્ય ધર્મનાં લોકોને પણ તેમના ધર્મની ખુમારી, દ્રઢતા હોય એટલે તેની પણ સભાનતાપૂર્વક સમતા રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાય સંપ્રદાયનાં કેટલાક સંતો દ્વારા હિન્દુ ધર્મ અને હિન્દુ દેવી-દેવાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે, જેને લઈને હિન્દુ ધર્મનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દ્વારકાધીશ (Dwarkadhish) પ્રત્યે સ્વામિનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ ચરણ સ્વામીએ વિવાદિત ટિપ્પ્ણી કરી હતી, જેને લઈ રાજ્યભરમાં હિન્દુ ધર્મનાં લોકો અને સાધુ-સંતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્વામી દ્વારકા જઈ દ્વારકાપતી સમક્ષ માફી માંગે તેવી માંગ ઊઠી છે.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel -
Vadtal Gadipati Acharya Rakesh Prasad - Vadtal Gadipati Acharya Swaminarayan saint - vadtal acharya rakesh prasad got angry against the swaminarayans saints hindu religion