
મ્યામારમાં વિનાશક ભૂકંપ આવ્યો છે. મ્યામારમાં લશ્કરી સરકારના વડા દ્વારા અધિકારીક નિવેદન બહાર પાડીને 144 લોકોનાં મોત નિપજ્યાં હોવાનો અને 700 થી વધારે લોકો ઘાયલ થયા હોવાનો પણ સ્વિકાર કર્યો છે
Myanmar Earthquake : મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપથી ભારે વિનાશ થયો છે. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 144 લોકોના મોત થયા છે અને 732 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જો કે મોત અને ઘાયલોનો આંકડો હજી પણ વધી શકે છે. મ્યાનમારની લશ્કરી સરકારના વડા દ્વારા આ અંગે અધિકારીક નિવેદન બહાર પાડવામાં આવ્યું તેમાં માહિતી આપવામાં આવી છે.
► મ્યાનમારમાં જ્યાં જુઓ ત્યાં વિનાશલીલા
મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપથી ભારે વિનાશ થયો છે. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 144 લોકોના મોત થયા છે અને 732 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. એવી આશંકા છે કે, આ આંકડો વધુ વધી શકે છે, આ માહિતી મ્યાનમારની લશ્કરી સરકારના વડા (જુન્ટા) દ્વારા આપવામાં આવી છે. શુક્રવારે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. રસ્તાઓ પર વિશાળ તિરાડો પડી ગઈ હતી. આ ઉપરાંત, ત્રણ મસ્જિદો અને ઐતિહાસિક 90 વર્ષ જૂના અવા બ્રિજને પણ ભારે નુકસાન થયું છે.
► સેના અને પોલીસ દ્વારા રાહત અને બચાવ કામગીરી
સરકારે બચાવ અને રાહત કામગીરીને ઝડપી બનાવી છે. સેના, પોલીસ અને બચાવ ટીમો કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીઓનો અંદાજ છે કે, મૃત્યુઆંક વધી શકે છે કારણ કે હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. સેના અને પોલીસ દ્વારા રાહત અને બચાવકામગીરી ચલાવાઇ રહી છે.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Myanmar earthquake - natural disaster - Thailand earthquake - મ્યાનમારમાં વિનાશક ભૂકંપથી વિનાશ