ક્રિકેટ રસિકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા, તે ક્રિકેટ (Cricket)ના મહાસંગ્રામ ગણાવતા વનડે (50-50) વર્લ્ડ કપનું શિડ્યુઅલ (World Cup Schedule 2023) સત્તાવાર રીતે જાહેર થયું છે. આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. વર્લ્ડ કપ કાર્યક્રમમાં સૌથી ખાસ વાત ભારત અને પાકિસ્તાન મેચને લઈને છે, આ બન્ને કટ્ટર હરીફ દેશો વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમશે.
ભારતીય ટીમ અલગ અલગ ઠેકાણે રમશે 9 મેચ
રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડીયા વન-ડે વર્લ્ડ કપમાં અલગ અલગ ઠેકાણે કુલ 9 મેચ રમશે. આ તમામ મેચ ભારતમાં રમાશે. અને ભારત માટે આ મહાસંગ્રામ ઐતિહાસિક મુકાબલો સાબિત થશે.
2011 બાદ પહેલી વાર ભારતની યજમાનીમાં વર્લ્ડ કપ
ભારત વર્ષ 2011 બાદ પહેલી વખત વન ડે વર્લ્ડકપની યજમાની કરવા જઈ રહ્યું છે. 5 ઓક્ટોબર 2023થી ભારતમાં વર્લ્ડ કપનો પ્રારંભ થશે જેમાં 10 ટીમો ભાગ લેવાની છે જેમાંથી આઠ ટીમો ફિક્સ છે, જ્યારે બે ટીમોનો નિર્ણય હાલમાં ચાલી રહેલી ક્વોલિફાયર ટુર્નામેન્ટથી નક્કી થશે, જેમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વિન્ડિઝ અને એક સમયની વર્લ્ડ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ રમી રહી છે.
15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે ભારત-પાકની મેચ
ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે, પરંતુ પાકિસ્તાને પણ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે જોવાનું એ છે કે પાકિસ્તાનની માગણીઓને સ્વીકારવામાં આવી છે કે નકારી કાઢવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ
ભારત તેની પ્રથમ મેચ 12 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે.
19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ
વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બે સેમીફાઇનલમાંથી એક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને બીજી કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.
ભારતનો વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ
ICC ODI World Cup 2023 પર એક નજર