
60 કરોડ નહીં પણ ધનશ્રી વર્માને ભરણપોષમાં 4.75 કરોડ રૂપિયા આપશે યુઝવેન્દ્ર ચહલ
Yuzvendra Chahal - Dhanashree Verma Divorce: ક્રિકેટર યૂઝવેંદ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના છૂટાછેડા મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે. ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા કાયમી ભરણપોષણ તરીકે આપવા માટે સહેમતી દર્શાવી છે.
Yuzvendra Chahal – Dhanashree Verma Divorce: ક્રિકેટર યૂઝવેંદ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના છૂટાછેડા મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે. ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા કાયમી ભરણપોષણ તરીકે આપવા માટે સહેમતી દર્શાવી છે. બાર એન્ડ બેંચની રિપોર્ટ અનુસાર, આ સહેમતિ અંતર્ગત ચહલે પહેલાથી જ 2.37 કરોડ રૂપિયા ધનશ્રીને આપી દીધા છે. બાકીની રકમની ચૂકવણી છૂટાછેડા થયા બાદ આપવાની છે. આ પહેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ધનશ્રી 60 કરોડ રૂપિયાનું ભરણપોષણ માગ્યું હતું. પરંતુ તેના પરિવારે આ દાવાને ખોટો ગણાવ્યો હતો.
વર્મા પરિવારે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા દ્વારા ભરણપોષણ અંગે કરવામાં આવી રહેલા દાવાઓને ફગાવી દીધા છે. પરિવારના એક સભ્યએ એક નિવેદન બહાર પાડીને આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા અને વાયરલ અફવાઓ પર નિરાશા વ્યક્ત કરી. પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભરણપોષણ અંગે ફેલાવવામાં આવી રહેલા પાયાવિહોણા દાવાઓથી અમે ખૂબ જ નારાજ છીએ.’ અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આવી કોઈ રકમ માંગવામાં આવી નથી, ઓફર કરવામાં આવી નથી કે સ્વીકારવામાં આવી નથી. આ અફવાઓમાં કોઈ સત્ય નથી. પરિવારના સભ્યએ એમ પણ કહ્યું કે “પુષ્ટિ વિના આવા સમાચાર પ્રકાશિત કરવા અત્યંત બેજવાબદારીભર્યું છે. આનાથી ફક્ત સંબંધિત પક્ષો પર જ નહીં પરંતુ તેમના પરિવારો પર પણ બિનજરૂરી દબાણ આવે છે. આવી બેદરકારીભરી રિપોર્ટિંગ ફક્ત નુકસાન જ પહોંચાડે છે. અમે મીડિયાને ખોટી માહિતી ફેલાવવાનું ટાળવા, તથ્યોની યોગ્ય રીતે તપાસ કરવા અને દરેકની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ.”
ધનશ્રી અને ચહલ ઘણા સમયથી એકબીજા સાથે રહેતા નથી અને ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. બાર અને બેન્ચના જણાવ્યા અનુસાર, હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ માધવ જામદારે આદેશ આપ્યો હતો કે ફેમિલી કોર્ટે ચહલના ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમવાને ધ્યાનમાં રાખીને, આવતીકાલ સુધીમાં છૂટાછેડાની અરજી પર નિર્ણય લેવો પડશે. હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 13બી હેઠળ છૂટાછેડા માટે છ મહિનાનો કૂલિંગ ઓફ પીરિયડ આપવામાં આવ્યો છે. ધનશ્રી વર્માએ હાઇકોર્ટમાં આ સમયગાળો માફ કરવા માટે અરજી દાખલ કરી હતી જેથી છૂટાછેડા પર ઝડપી નિર્ણય લઈ શકાય. ધનશ્રી અને ચહલ છેલ્લા અઢી વર્ષથી અલગ રહી રહ્યા છે અને આ વાતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020 માં લગ્ન કરનારા યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા છેલ્લા એક વર્ષથી અલગ રહે છે. તેમના છૂટાછેડા કાલે એટલે કે 20 માર્ચે નક્કી થશે.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel