
18 વર્ષ પછી શાહિદ કપૂરને ભેટી કરીના : IIFAમાં કરીના કપૂર અને શાહીદ કપૂર એકબીજાને ગળે ભેટ્યાં, ફેન્સ ચોંક્યા
Kareena Shahid Hug: IIFA ઈવેન્ટથી એક સુંદર વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં શાહીદ કપૂર અને કરીના કપૂરને એકબીજાને ગળે લગાડતા નજરે પડે છે. આ વિડિયોને જોયાબાદ એક્ટર્સના ફેન્સ ઈમોશનલ થઈ ગયા છે.
IIFA 2025: 8 માર્ચ શનિવારના રોજ જયપુરમાં IIFA 2025 પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે જોવા મળ્યું તેનાથી ચાહકો ચોંકી ઉઠ્યા. IIFA 2025નો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કરીના કપૂર અને શાહીદ કપૂર એકબીજાને ગળે લગાવી રહ્યા છે. 2007માં બંનેનું બ્રેકઅપ થયું ત્યારબાદ તેઓ ક્યારેય એકબીજા સાથે વાત કરતા પણ જોવા નહોતા મળ્યા, પરંતુ હવે આટલા વર્ષો પછી શાહીદ અને કરીનાએ એકબીજા સાથે માત્ર વાત જ ન કરી, પરંતુ એકબીજાને ગળે પણ ભેંટ્યા. પાપારાઝીએ બંનેને એકબીજા સાથે વાત કરતા અને ગળે લગાવતા પોતાના કેમેરામાં કેદ કરી લીધા છે. કરીના પહેલા શાહીદને ગળે લગાવે છે અને પછી બંને હસતા-હસતા છે એકબીજા સાથે વાત કરે છે. પછી કરીના કરણ જોહરને ગળે લગાવે છે. હવે શાહીદ અને કરીનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેના પર ચાહકો ટિપ્પણી કરી રહ્યા છે અને તેને જાદુ ગણાવી રહ્યા છે.
એક યૂઝરે લખ્યું, 'હે ભગવાન, ચમત્કાર થઈ ગયો.' બીજા એક યુઝરે લખ્યું, 'પેરેલલ યુનિવર્સમાં ગીત અને આદી.' કેટલાક કહી રહ્યા છે કે શાહિદ થોડો અજીબ અનુભવી રહ્યો છે, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે તે બંને આગામી ફિલ્મ માટે એક્ટિંગ કરી રહ્યા છે. જોકે, ગીત અને આદીના ચાહકો ખૂબ ખુશ છે.
તમને જણાવી દઈએ કે કરીના કપૂર અને શાહીદ કપૂરે 'ફિદા', 'ચુપ ચૂપ કે', 'જબ વી મેટ' ફિલ્મોમાં કામ કર્યું હતું. તે સમયે બંનેએ એકબીજાને ડેટ કર્યા હતા અને ઓન-સ્ક્રીન જોડી રિયલ લાઈફમાં પણ ચાહકોને ખૂબ પસંદ આવી હતી. પરંતુ ફિલ્મ 'ટશન' પહેલા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને કરીનાએ ટૂંક સમયમાં સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા. કરીના અને સૈફ અલી ખાનને બે પુત્રો છે. શાહીદ કપૂરે પણ મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે અને તેમને બે બાળકો પણ છે, એક પુત્ર અને એક પુત્રી.
શાહીદ, કરીના અને બીજા ઘણા સ્ટાર્સ IIFA 2025 માટે જયપુરમાં છે. આ ગ્રાન્ડ ઈવેન્ટમાં કરીના પરફોર્મ પણ કરવાની છે અને તે તેના દાદા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ પણ આપશે. રાજસ્થાનના જયપુરમાં 25મા ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ (IIFA)નું આયોજન કરવામાં આવ્યું છે. તેની શરૂઆત શનિવાર, 8 માર્ચે શોભા રિયલ્ટી IIFA ડિજિટલ એવોર્ડ્સ સાથે થઈ. તેનો ગ્રાન્ડ ફિનાલે રવિવાર, 9 માર્ચના રોજ થશે.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IIFA 2025 Kareena And Shahid Hug after 18 years on screen - jab we met scene - kareena kapoor khan forgets hatred and hugs ex boyfriend shahid kapoor in public At iifa 2025 event