
બોલિવુડ અભિનેતા સોનુ સુદ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર થયો, જાણો શું છે કારણ ? | Arrest Warrant Against Bollywood Actor Sonu Sood
બોલિવુડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ગુરુવારના રોજ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતુ. 10 લાખની છેતરપિંડીના કેસમાં સોનુ સૂદને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સોનુ સૂદ હાજર ન થવાને કારણે તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરાયું છે.
Sonu Sood Arrest Warrant : સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. સોનુ સૂદને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. હાલમાં જ સોનુ સૂદ વિરૂદ્ધ 10 લાખની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. લુધિયાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમનપ્રીત કૌરે બોલિવૂડ એક્ટર સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. આ સમન્સ લુધિયાણાના વકીલ રાજેશ ખન્ના દ્વારા મોહિત શુક્લા નામના વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરાયેલા 10 લાખ રૂપિયાના છેતરપિંડીના કેસમાં જાહેર કરવામાં આવ્યું છે.
સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્નાએ મોહિત શુક્લા નામના એક વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને નકલી રિજિકા સિક્કામાં રોકાણ કરવા માટે લલચાવવામાં આવ્યા હતા. સોનુ સૂદને જુબાની માટે કોર્ટમાં બોલાવવામાં આવ્યો હતો. જોકે, જ્યારે તે કોર્ટમાં હાજર ન થયો, ત્યારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે અભિનેતા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું.
તમને જણાવી દઈએ કે, સોનુ સૂદ ગત્ત મહિને પોતાની ફિલ્મને લઈ ચર્ચામાં રહ્યો હતો. સોનુ સૂદની ફિલ્મ ફતેહ 10 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ ભલે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ દેખાડી શકી નહિ પરંતુ સોનુ સૂદને લોકોએ ખુબ સારો પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મને સોનુ સૂદે ખુદે ડાયરેક્ટ કરી હતી. સોનુ સૂદ હીરો તરીકે આ ફિલ્મમાં શાનદાર એક્શન કરતો જોવા મળ્યો હતો. ફિલ્મમાં સોનુ સૂદની સાથે જેકલીન ફર્નાડિસ મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. સોનુ સૂદની આ ફિલ્મ એક્શનથી ભરપુર હતુ. તેમ છતાં કાંઈ ખાસ પ્રદર્શન દેખાડી શકી ન હતી.
દરમિયાન, કામના મોરચે, સોનુ સૂદ તાજેતરમાં ફતેહમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મથી અભિનેતાએ દિગ્દર્શક તરીકે પણ ડેબ્યૂ કર્યું છે. ફતેહમાં સોનુ સૂદ ઉપરાંત જેકલીન ફર્નાન્ડીઝ, વિજય રાજ અને નસીરુદ્દીન શાહે પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. હાઇ-ઓક્ટેન એક્શન થ્રિલર ફતેહનું નિર્માણ ઝેડ સ્ટુડિયો અને શક્તિ સાગર પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવ્યું છે. બોક્સ ઓફિસ પર તેની ટક્કર રામ ચરણ અને કિયારા અડવાણીની ફિલ્મ ગેમ ચેન્જર સાથે થઈ. ફતેહે બોક્સ ઓફિસ પર 12 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
સોનુ સૂદ પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી ચૂક્યો છે. સોનુ સૂદે સલમાન ખાનની ફિલ્મ દબંગથી વિલનની એક્ટિંગથી ચાહકોને ચોંકાવી દીધા હતા. સોનુ સૂદ ફિલ્મોની સાથે પોતાની દરિયાદિલી માટે પણ ફેમસ છે. અભિનેતાએ કોરોના મહામારીમાં લાખો લોકોની મદદ કરી હતી.સોનુ સૂદ આ બધી મદદ પોતાના સોશિયલ મીડિયા પર પણ શેર કરતો હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Bollywood Actor Sonu Sood Arrest Warrant : સોનુ સૂદ વિરુદ્ધ શા માટે જાહેર કરાયો ધરપકડ વોરંટ - સોનુ સૂદ વર્ક ફ્રન્ટ - Sonu Sood Work Front - Bollywood Actor Sonu Sood Rijika Coin Fraude Case
Punjab | Ludhiana's Judicial Magistrate Ramanpreet Kaur has issued an arrest warrant against Bollywood actor Sonu Sood.
— ANI (@ANI) February 6, 2025
The summon has been issued in connection with a fraud case of Rs 10 lakh filed by a Ludhiana-based lawyer Rajesh Khanna against one Mohit Shukla, in which he… pic.twitter.com/XjXA2YVBw1