
IND vs ENG ODI: નાગપુરમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે જીત મેળવી છે. ભારત તરફથી શુભમન ગિલ, અક્ષર પટેલ અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. સાથએ જ હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેેજાએ 3-3 વિકેટ લીધી હતી.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત માટે આ સિરીઝ ખુબ મહત્વની છે, જેમાં ટીમે જીત સાથે શરૂઆત કરી છે. ભારતે પહેલી વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. નાગપુરના VCA સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 47.5 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે 38.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બીજી વન-ડે 9 ફેબ્રુઆરીએ કટકના બારાબાતી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત તરફથી શુભમન ગિલે 87, શ્રેયસ અય્યરે 59 અને અક્ષર પટેલે 52 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાએ 3-3 વિકેટ લીધી. ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 52 અને જેકબ બેથેલે 51 રન બનાવ્યા. આદિલ રશીદ અને સાકિબ મહમૂદે 2-2 વિકેટ લીધી.
ઈંગ્લેન્ડને આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્મા અને યશસ્વી જાયસવાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. યશસ્વીએ વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. યશસ્વીએ 22 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 15 રન બનાવ્યા હતા. તે જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ કરી રહેલ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો.
ભારતીય ટીમે 19 રનમાં બીજી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેદાનાં ઉતરેલા શ્રેયસ અય્યરે આક્રમક શરૂઆત કરી હતી. અય્યરે 36 બોલમાં 9 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 59 રન બનાવ્યા હતા. શુભમન ગિલે પણ ત્રીજા ક્રમે શાનદાર બેટિંગ કરતા 87 રન ફટકાર્યા હતા. 96 બોલની ઈનિંગમાં ગિલે 14 બાઉન્ડ્રી ફટકારી હતી. અક્ષર પટેલ પાંચમાં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. અક્ષરે 47 બોલમાં 6 ફોર અને એક સિક્સ સાથે 52 રનનું યોગદાન આપ્યું હતું. જાડેજા 12 અને હાર્દિક પંડ્યા 9 રન બનાવી અણનમ રહ્યાં હતા.
ટોસ જીતીને ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી ફિલ સોલ્ટ અને બેન ડકેટે આક્રમક શરૂઆત કરી હતી. બંનેએ નવમી ઓવરમાં ટીમનો સ્કોર 75 રન પર પહોંચાડી દીધો હતો. ટીમ ઈન્ડિયાને રનઆઉટના રૂપમાં પ્રથમ સફળતા મળી હતી. સોલ્ટ 26 બોલમાં 5 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 43 રન બનાવી આઉટ થયો હતો.
75 રન પર પ્રથમ વિકેટ ગુમાવનાર ઈંગ્લેન્ડની ટીમે 77 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બેન ટકેટ 32 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ રાણાએ હેરી બ્રૂક (0) ને પણ આઉટ કરી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. લાંબા સમય બાદ વનડે ક્રિકેટમાં વાપસી કરી રહેલા જો રૂટે 19 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન જોસ બટલરે 67 બોલમાં 4 ચોગ્ગા સાથે 52 રનનું યોગદાન આપ્યું હતું. જેકોબ બેથલ 51 રન બનાવી આઉટ થયો હતો. જોફ્રા આર્ચરે અણનમ 21 રન બનાવી ટીમનો સ્કોર 248 રન પર પહોંચાડ્યો હતો. ભારત તરફથી રવીન્દ્ર જાડેજા સૌથી સફળ બોલર રહ્યો હતો. જાડેજાએ 9 ઓવરમાં 26 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય હર્ષિત રાણાને પણ ત્રણ સફળતા મળી હતી. એક-એક વિકેટ મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને મળી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , India Vs. England ODI Match Result , india win by 4 wicket - Shubman Gill , Axar Patel , Ravindra Jadeja , Harshit Rana