Gold price Record Break High : બજેટના દિવસે સોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. દેશના અલગ અલગ શહેરોમાં સોનાના અલગ અલગ ભાવ છે. સોનાના સૌથી વધારે ભાવ યુપીના લખનઉમાં છે. લખનઉમાં સોનું સોનાની કિંમત 84,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે, જે આ વર્ષની સૌથી વધુ કિંમતોમાંની એક છે. ચાંદીના દાગીનાની કિંમત પણ આ વખતે 95,300 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.
શહેર | 24 કેરેટ સોનાનો ભાવ/10gm | 22 કેરેટ સોનાનો ભાવ/10gm |
અમદાવાદ | Rs.84,480 | Rs.77,350 |
સુરત | Rs.84,480 | Rs.77,350 |
વડોદરા | Rs.84,480 | Rs.77,350 |
રાજકોટ | Rs.84,480 | Rs.77,350 |
દિલ્લી | Rs.84,400 | Rs.77,300 |
મુંંબઈ | Rs.83,400 | Rs.76,110 |
કોલકત્તા | Rs.83,400 | Rs.76,110 |
બેંગલોર | Rs.83,400 | Rs.76,110 |
હૈદરાબાદ | Rs.83,400 | Rs.76,110 |
અમદાવાદમાં સોનાનો ભાવ 84,665ની આસપાસ છે બજેટના એલાન પ્રમાણે તેમાં વધારો કે ઘટાડો થઈ શકે છે.
સોનાના ભાવમાં આ વધારા અંગે નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક બજારોમાં ચાલી રહેલી અસ્થિરતા, રૂપિયાની નબળી સ્થિતિ અને સુરક્ષિત રોકાણ તરફ રોકાણકારોના વધતા ઝોકને કારણે સોનાની માંગમાં વધારો થયો છે. સોનાના પ્રેમીઓ અને રોકાણકારો માટે આ સંકેત છે કે ભવિષ્યમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ તાજેતરના સમયમાં વધારો થયો છે. ચાંદીના દાગીનાની કિંમત ₹95,300 પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ છે. નિષ્ણાતોનું માનવું છે કે સોનાની સાથે ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે, કારણ કે વિવિધ ઉદ્યોગોમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે, જેના કારણે તેની માંગ પણ વધી રહી છે.
બજેટ એલાન બાદ સોનાના ભાવમાં વધઘટ થઈ શકે છે. જો સરકારે કસ્ટમ ડ્યુટી વધારે તો સોનાના ભાવ હજુ પણ વધી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gold price Record Break High - today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - aaj no sona no bhav suchi , current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today - happy dhanteras - dhanteras muhurat 2023 - સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં