
તાપીમાં રાજ્યકક્ષાનાં 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
તાપી ખાતે 76 માં રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાજીપુરા સુમુલ ડેરી ગ્રાઉન્ડમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
રાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે કરવામાં આવી હતી. તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાયો હતો.. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લા મથકોએ પણ ધ્વજ વંદન સમારોહ યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, “આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સેના દ્વારા આદિજાતિઓમાં અંગ્રેજોની ગુલામીથી મુક્ત થવાની ચેતના, સાહસ અને શૌર્ય જગાવ્યા હતા. ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર વિસ્તારના આદિવાસી બાંધવોએ દેશના આઝાદી સંગ્રામમાં મોટું યોગદાન આપ્યું છે” તેનું સ્મરણ કરતા તાપી જિલ્લાના સ્વાતંત્ર્ય વીરોની વંદના કરી હતી. તેમણે તાપી જિલ્લાને પ્રજાસત્તાક પર્વ પ્રસંગે મળેલા વિકાસ કામોથી આરોગ્ય, શિક્ષણ, પીવાનું અને સિંચાઈનું પાણી, રમત-ગમતને પ્રોત્સાહન તથા મત્સ્યોદ્યોગ વિકાસને વેગ સહિત સર્વગ્રાહી વિકાસની નવી સિદ્ધિઓ હાંસલ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે તાપી જિલ્લાની પરિચય પુસ્તિકા “તાપી...પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ” નું વિમોચન કરાયું હતું. આ પુસ્તિકામાં તાપી જિલ્લાને કુદરતે આપેલા અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્ય, પ્રકૃતિપ્રેમી આદિવાસી સમુદાયનો સાંસ્કૃતિક વારસો, જિલ્લાનો સુવર્ણ ઇતિહાસ, જિલ્લાના સાત રત્નો સમાન સાત તાલુકાઓની માહિતીસભર જાણકારી તેમજ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિનો શ્રેષ્ઠ પરિચયનો સમાવેશ થયો છે.
► કેબિનેટ મંત્રીઓ
1.કનુભાઈ દેસાઈ - વલસાડ
2.ઋષિકેશ પટેલ - બનાસકાંઠા
3.રાઘવજીભાઈ પટેલ - રાજકોટ
4.બળવંતસિંહ રાજપૂત - મહેસાણા
5.કુંવરજીભાઈ બાવળિયા - બોટાદ
6.મુળુભાઈ બેરા - જામનગર
7.ડૉ. કુબેરભાઈ ડીંડોર - ભાવનગર
8.ભાનુબેન બાબરિયા - અમદાવાદ
► રાજ્ય કક્ષાના મંત્રીઓ
1.હર્ષ સંઘવી - ગાંધીનગર
2.જગદીશ વિશ્વકર્મા - ખેડા
3.પરશોત્તમભાઈ સોલંકી - ગીર સોમનાથ
4.બચુભાઈ ખાબડ - દાહોદ
5.મુકેશભાઈ પટેલ - નવસારી
6.પ્રફુલ પાનશેરીયા - સુરત
7.ભીખુસિંહજી પરમાર - છોટા ઉદેપુર
8.કુંવરજીભાઈ હળપતિ - ભરૂચ
આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , 76th Republic day gujarat state level celebrated in tapi district , રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાપી ખાતે કરાઈ