Mamta Kulkarni Sanyas: બોલિવૂડની મોહમાયા છોડી અભિનેત્રી મમતા કુલકર્ણી બન્યા સાધ્વી, મહાકુંભના કિન્નર અખાડામાં કરી ધાર્મિક વિધિઓ
Mamta Kulkarni Sanyas : બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રયાગરાજ ખાતે આયોજિત 144માં મહાકુંભમાં ઉપસ્થિત રહેલ અભિનેત્રી મમતા કુલકર્ણી અને હાલ તેઓ કિન્નર અખાડાના મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિ તરીકે ઓળખાય છે. મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિએ જણાવ્યું કે, "સિલિબ્રિટીનું જીવન મેં 23 વર્ષ પહેલા જ છોડી દીધું હતું. મેં 12 વર્ષ સુધી તપ કર્યું છે, વર્ષ 2000થી 2012 સુધી મેં ઘોર તપસ્યા કરી છે. અને ત્યારબાદ બીજા 7-8 વર્ષ સુધી મેં ઉગ્ર તપ કર્યું. તો હવે આ મારી ઉપાધી છે કે, મેં આટલું તપ કર્યું છે. અને ચાર દિવસથી હું અહીંયા કુંભમેળામાં આવી છું."
અહેવાલ મુજબ, સમારોહ કિન્નર અખાડામાં મમતા કુલકર્ણીના ઔપચારિક પ્રવેશ સાથે સમાપ્ત થયો હતો. પ્રયાગરાજમાં કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને અન્ય લોકો ધાર્મિક વિધિ કરી હતી. ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળા 2025 દરમિયાન મહામંડલેશ્વર તરીકે પવિત્ર થવા માટે વિધિઓ કરી હતી. મમતા કુલકર્ણી આ ધાર્મિક વિધિઓમાં સામેલ થઈ હતી, જેમાં તેણે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળા 2025 દરમિયાન મહામંડલેશ્વર પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળા 2025 દરમિયાન સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મમતા કુલકર્ણીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળા 2025 દરમિયાન પોતાના આ અધ્યાત્મક પ્રવાસ બાબતે પણ વાતચીત કરી હતી. મમતા કુલકર્ણીએ આચાર્ય મહામંડલેશ્વર સાથે મહાકુંભ વિશે વાત કરી. તેમણે મહાકુંભ મેળાની પ્રશંસા કરી. કહ્યું કે વ્યવસ્થા ખૂબ સારી છે. તેમણે અખાડાઓની પણ મુલાકાત લીધી અને સંતો પાસેથી આશીર્વાદ લીધા.
કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણે કહ્યું છે કે, “કિન્નર અખાડા મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા જઈ રહ્યા છે. તેમનું નામ શ્રી યમાઈ મમતા નંદગિરિ રાખવામાં આવ્યું છે. જેમ કે અમે અહીં વાત કરી રહ્યા છીએ ત્યારે બધી ધાર્મિક વિધિઓ ચાલી રહી છે.” છેલ્લા દોઢ વર્ષથી કિન્નર અખાડા મારા સંપર્કમાં છે… જો તે ઇચ્છે તો, તેને કોઈપણ ભક્તિ પાત્રની ભૂમિકા ભજવવાની છૂટ છે કારણ કે અમે કોઈને પણ તેમના પાત્રો ભજવતા અટકાવતા નથી. તમને જણાવી દઈએ કે મમતા કુલકર્ણી 25 વર્ષથી ભારતમાં આવી ન હતી. તે ડિસેમ્બર 2024 માં જ ભારત પાછી આવી છે, જ્યારે તે એરપોર્ટ પર જોવા મળી ત્યારે ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પછી મમતાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને પોતાના દેશ પાછા ફરવાની ખુશી વ્યક્ત કરી હતી.
મમતાએ કહ્યું હતું કે તે વર્ષ 2000 થી વિદેશમાં છે અને 25 વર્ષ પછી ભારત પરત ફરી છે. તેણે કહ્યું કે તે પોતાની માતૃભૂમિ આવીને ખૂબ ખુશ છે. તેને સમજાતું નથી કે ભારત પાછા ફરવાની ખુશી કેવી રીતે વ્યક્ત કરવી. તેણીએ કહ્યું હતું કે જ્યારે તેણીની ફ્લાઇટ ભારતની ભૂમિ પર ઉતરી ત્યારે તેણીએ આસપાસ જોયું અને ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. અભિનેત્રીએ કહ્યું કે આકાશમાંથી પોતાના દેશને જોવો ખૂબ જ ખાસ હતો, આ જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે તે ફક્ત મહાકુંભ માટે ભારત પરત આવી છે. પોતાના વીડિયોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, “હું 25 વર્ષ પછી ભારત પરત ફરી છું. 12 વર્ષની તપસ્યા પછી મેં 2012 માં કુંભ મેળામાં ભાગ લીધો હતો, અને બરાબર 12 વર્ષ પછી હું 2025 માં બીજા મહાકુંભ માટે પાછી આવી છું.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Mamta Kulkarni Sanyas , બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી સન્યાસ ,