સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, બીજા ઘરમાં શિફ્ટ થવાની તૈયારી, સુરક્ષામાં કરાયો વધારો
Saif Ali Khan Attack Case : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છ દિવસ સુધી ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રહ્યા બાદ, સૈફ અલી ખાન ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. અભિનેતાની તબિયતમાં સુધારો જોઈને ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. તેમને લેવા માટે કરીના કપૂર ખાન તેના પતિ સૈફને લેવા હોસ્પિટલ પહોંચ્યા છે. અહેવાલો અનુસાર, સૈફ અલી ખાનને બીજા ઘરમાં શિફ્ટ કરાશે અને તેમની સુરક્ષા વધારો કરી દેવામાં આવ્યો છે.
સૈફ અલી ખાન પર થયેલાં હુમલાના આરોપી મહોમ્મદ શરીફુલ ઇસ્લામ શહેઝાદ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપીને લઈને મુંબઈ પોલીસ સૈફ અલી ખાનના ઘરે પહોંચી હતી. જ્યાં હુમલાના દિવસે બનેલી ઘટનાને રિક્રિએટ કરવામાં આવી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસને ઘટનાસ્થળેથી શરીફુલના 19 ફિંગરપ્રિન્ટ મળ્યા છે. પોલીસને ફિંગરપ્રિન્ટના પુરાવા સૈફના ઘરના બાથરૂમની બારી, ડફ્ટ એરિયા, સીડી, અગાસી અને બાથરૂમ સિવાય એ સીડીમાંથી મળ્યાં, જેનો ઉપયોગ શરીફુલે સૈફના ઘરમાં ઘૂસવા અને બહાર નીકળવા કર્યો હતો. પોલીસે આ 19 ફિંગરપ્રિન્ટને આ મામલે મુખ્ય પુરાવો માનીને આગળની તપાસ હાથ ધરી છે.
ગુરૂવારે (16મી જાન્યુઆરી) મોડી રાત્રે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ચોરીના ઈરાદાથી ઘરમાં ઘૂસેલા શરીફુલે એક્ટર પર હુમલો કર્યો હતો.
બીજી તરફ મંગળવારે સવારે પોલીસ આરોપીને લઈને અભિનેતાના ઘરે પહોંચી હતી અને સમગ્ર ક્રાઈમ સીન રિક્રિએટ કરવામાં આવ્યો હતો, જેથી સમગ્ર ઘટના સમજી શકાય. આ દરમિયાન પોલીસ આરોપી પાસેથી એ પણ જાણવા માંગતી હતી કે, તેણે અભિનેતાને કેવી રીતે નિશાન બનાવ્યો હતો. અગાઉ પોલીસે તેમના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે, આરોપીએ જે રીતે અભિનેતા પર હુમલો કર્યો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે આખા ઘરના લેઆઉટથી વાકેફ છે.
આ પહેલા ફોરેન્સિક વિભાગની ટીમ અભિનેતાના ઘરે પહોંચી હતી અને આ કેસને લઈને સંપૂર્ણ પુરાવા એકઠા કર્યા હતા. પોલીસે સૈફ પર હુમલો કરનાર આરોપી મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આરોપી વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તે બાંગ્લાદેશી છે અને નેશનલ લેવલનો રેસલિંગ પ્લેયર પણ રહી ચૂક્યો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Saif Ali Khan Attack Case - Saif Ali Khan Hospital Discharge - saif ali khan finally discharged from hospital after 6 days of attack