
This Week's IPO Details, Date And GMP : શેરમાર્કેટમાં આઈપીઓમાં રોકાણ માટેનો જબરદસ્ત મોકો આવ્યો છે. આ નવા સપ્તાહમાં નવા 7 આઈપીઓ ખુલી રહ્યા છે. તો 6 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે. આવો જાણીએ તેના વિશે...
This Week's IPO Details : આ અઠવાડીયે શેરમાર્કેટમાં ખાસ કરીને આઈપીઓની ભારે હલચલ જોવા મળશે. 6 જાન્યુઆરીથી શરૂ થનાર નવા સપ્તાહમાં 7 નવા આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરવાની તક મળશે. તેમાં કેપિટલ ઈન્ફ્રા ટ્રસ્ટ ઇન્વીટ છે, જે મેઇન બોર્ડ સેગમેન્ટ આઈપીઓ છે. ઉપરાંત સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી અને Quadrant Future Tekનો આઈપીઓ પણ હશે. પાછલા સપ્તાહે ખુલેલા 3 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની આ સપ્તાહે તક મળશે. ઉપરાંત આ સપ્તાહે 6 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાના છે.
IPO Name | Open Date | Closing Date | Segment | Listing Date |
---|---|---|---|---|
Indobell Insulation | 06-Jan | 08-Jan | SME | 13-Jan |
Standard Glass Lining Technology | 06-Jan | 08-Jan | Main | 13-Jan |
B.R.Goyal Infrastructure | 07-Jan | 08-Jan | SME | 14-Jan |
Capital Infra Trust Inv IT | 07-Jan | 08-Jan | Main | 14-Jan |
Delta Autocorp | 07-Jan | 08-Jan | SME | 14-Jan |
Quadrant Future Tek | 07-Jan | 08-Jan | Main | 14-Jan |
Avax Apparels And Ornaments | 07-Jan | 08-Jan | SME | 14-Jan |
ઈન્ડોબેલ ઈન્સ્યુલેશન આઈપીઓ 6 જાન્યુઆરી ખુલશે અને 8 જાન્યુઆરી બંધ થવાનો છે. 10.14 કરોડ રૂપિયાનો એસએમઇ આઈપીઓના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 46 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 3000 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ Msj 13 જાન્યુઆરીના રોજ BSE SME પર લિસ્ટિંગ થવાનો છે.
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 6 જાન્યુઆરી ખુલી રહ્યો છે. 410.05 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 133 – 140 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 107 શેર છે. 8 જાન્યુઆરી આઈપીઓ બંધ થયા બાદ NSE અને BSE પર 13 જાન્યુઆરી, 2025ના રોજ શેર લિસ્ટિંગ થવાનો છે.
બીઆર ગોયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઈપીઓ 7 જાન્યુઆરી ખુલશે. 85.21 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 128-135 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. 9 જાન્યુઆરી આઈપીઓ બંધ થયા બાદ શેર લિસ્ટિંગ 14 જાન્યુઆરી BSE SME પ્લેટફોર્મ પર થશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ કેપિટલ ઈન્ફ્રા ટ્રસ્ટ નો 1578 કરોડ રૂપિયાનો ઇસ્યુ 7 જાન્યુઆરી ખુલી રહ્યો છે. તે 9 જાન્યુઆરી બંધ થશે.આ ઇસ્યુ બંધ થયા બાદ તેના યુનિટ્સમાં 14 જાન્યુઆરી થી BSE, NSE પર ટ્રેડિંગ શરૂ થશે. કેપિટલ ઈન્ફ્રા ટ્રસ્ટ ઇન્વીટ માટે પ્રાઇસ બેન્ડ 99 – 100 રૂપિયા પ્રતિ યુનિટ અને લોટ સાઈઝ 150 યુનિટ છે.
ડેલ્ટા ઓટોકોર્પ આઈપીઓ 7 જાન્યુઆરી ખુલશે અને 9 જાન્યુઆરી બંધ થશે.54.60 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 123- 130 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ શેર લિસ્ટિંગ NSE SME પ્લેટફોર્મ પર 14 જાન્યુઆરીના રોજ થશે.
ક્વાડ્રેન્ટ ફ્યુચર ટેક આઈપીઓ 7 થી 9 જાન્યુઆરી દરમિયાન રોકાણ માટે ખુલશે. 290 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 275 – 290 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 50 શેર છે. પલ્બિક ઇસ્યુ બંધ થયા બાદ શેર BSE અને NSE પર 14 જાન્યુઆરી બંધ થવાનો છે.
એવેક્સ એપેરલ્સ ઓર્નામેન્ટ્સ આઈપીઓ 7 જાન્યુઆરી ખુલશે. 1.92 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 70 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. 9 જાન્યુઆરી આઈપીઓ બંધ થયા બાદ શેર લિસ્ટિંગ BSE SME પ્લેટફોર્મ 14 જાન્યુઆરીના રોજ થશે.
નવા સપ્તાહે શેરબજારમાં નવી 6 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા ઈન્ફો ફાર્મ ઇક્વિપમેન્ટ આઈપીઓ શેર 7 જાન્યુઆરીના રોજ મેઇનબોર્ડ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થવાનો છે. તો એ જ તારીખે ટેક્નિકેમ ઓર્ગેનિક્સનો શેર BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. લિયો ડ્રાયફૂટ્સ અને સ્પાઇસિસ કંપનીનો શેર BSE SME પ્લેટફોર્મ પર 8 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગ કરશે. દિવાઇન સન્સ અને પર્મેશ્વર મેટલ કંપનીનો શેર BSE SME પર 9 જાન્યુઆરીના રોજ લિસ્ટિંગ થશે. ફેબટેક ટેકનોલોજીસનો શેર લિસ્ટિંગ BSE SME પ્લેટફોર્મ પર 10 જાન્યુઆરીના રોજ થશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , IPO Investment Tips | IPO | IPO News | New IPO | IPO Issue Price | IPO Listing Date | IPO Listing Gain | Share Market | Stock Market