IND vs AUS 5th Sydney Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી અને છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમાઈ હતી. આ મેચમાં કાંગારૂ ટીમે ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે, યજમાન ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 3-1થી કબજે કરી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝમાં 10 વર્ષ બાદ ભારતને હરાવ્યું છે. આ પહેલાં કાંગારૂ ટીમે 2014-15ની સિઝનમાં સિરીઝ જીતી હતી.
રવિવારે મેચના ત્રીજા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ઓસ્ટ્રેલિયાની ટીમે બીજા દાવમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ટ્રેવિસ હેડ 34 અને બ્યુ વેબસ્ટર 39 રને અણનમ રહ્યા હતા. આ બે સિવાય ઉસ્માન ખ્વાજાએ 41 રન, સેમ કોન્સ્ટાસે 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના 3 વિકેટ ઝડપી હતી. મેચમાં ભારતીય ટીમ બીજા દાવમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે ભારતે પહેલી ઇનિંગમાં 185 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને પ્રથમ દાવમાં 4 રનની લીડ મળી હતી.તો ચાલો જાણીએ કે સિડનીમાં ટીમ ઈન્ડિયાની હારના ત્રણ સૌથી મોટા કારણો શું હતા.
ટીમ ઈન્ડિયાએ સિડની ટેસ્ટ માટે ખોટી ટીમ પસંદ કરી હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાએ માત્ર એક જ સ્પિનરને રમાડ્યો હતો ત્યાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે સ્પિનરોને તક આપવામાં આવી હતી. પીચ પ્રમાણે ટીમમાં ચાર ફાસ્ટ બોલરો માટે જગ્યા હતી, પરંતુ ટીમ ઈન્ડિયા માત્ર ત્રણ મુખ્ય ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. ભારતે સિડની ટેસ્ટમાં ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અવે રવિન્દ્ર જાડેજાને રમવાની તક આપી હતી. જો મેચમાં ચાર ઝડપી બોલર હોત તો બુમરાહ પર વધુ ભાર ન હોત અને તે ઈજાગ્રસ્ત થવાથી બચી શક્યો હોત.
ટીમ ઈન્ડિયાએ માત્ર સિડની ટેસ્ટમાં જ નહીં પરંતુ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચેય ટેસ્ટમાં પણ ખરાબ બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા બંને ઈનિંગ્સમાં 200 રનનો આંકડો પાર કરી શકી ન હતી. પ્રથમ દાવમાં ભારતીય બેટ્સમેનોએ 185/10 રન બનાવ્યા હતા. ત્યારપછી બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માત્ર 157/10 રનમાં સમેટાઈ ગઈ હતી. નબળી બેટિંગના કારણે ભારતે ઓસ્ટ્રેલિયા સામે માત્ર 162 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જે તેણે માત્ર 4 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.
સિડની ટેસ્ટમાં રોહિત શર્માને પડતો મૂકીને જસપ્રિત બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બુમરાહ સિડની ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવ દરમિયાન, બુમરાહ પીઠમાં ખેંચાણના કારણે મેદાનની બહાર ગયો હતો. તેણે પ્રથમ દાવમાં માત્ર 10 ઓવર ફેંકી હતી. આ પછી બુમરાહ બોલિંગ માટે મેદાનમાં પરત ફરી શક્યો ન હતો. રન ચેઝ કરવા માટે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન ટીમ ઇન્ડિયા બુમરાહને ઘણી મિસ કરી હતી.
ભારત WTC ફાઈનલ રેસમાંથી બહાર થયું છે, ઓસ્ટ્રેલિયા સતત બીજી વખત ફાઈનલમાં આ હાર બાદ ભારતીય ટીમ (50.00%) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન સાયકલમાં ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા (63.73%) સતત બીજી વખત ફાઈનલમાં પ્રવેશી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , IND vs AUS 5th Sydney Test : ભારત WTC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ રેસમાંથી બહાર - indian team three big mistakes in sydney test against australia now can india qualify world test championship - સિડનીમાં ભારત આ 3 કારણોથી ઓસ્ટ્રેલિયાથી હારી, શું હવે WTC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ) માટે ક્વોલિફાય થશે?