સોમવતી અમાસના દિવસે આ ખાસ ઉપાય નવા વર્ષને ભાગ્યોદયશાળી અને સુખ-સંપત્તિથી ભરપુર બનાવશે | Somvati Amas Upay
Somvati Amavasya Upay In Gujarati: હિન્દુ ધર્મમાં પૌષ મહિનાનું ખાસ મહત્વ હોય છે. આ મહિનામાં પૂજા, અર્ચના અને ધાર્મિક કાર્ય કરવાથી શુભ ફળ મળે છે. સાથે જ પૌષ મહિનાની અમાસને પોષ અમાસ કહેવામાં આવે છે. પંચાગ અનુસાર આ વખતે આ તારીખ 30 ડિસેમ્બર 2024ના રોજ પોષ અમાસ તિથિ છે. અમાસ તિથિ સોમવારે આવી રહી હોવાથી તેને સોમવતી અમાસ કહેવાશે. આવી સ્થિતિમાં સોમવારે આવતી અમાસ એટલે કે સોમવતી અમાસનું મહત્વ ઘણુ વધી જાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષ 2024ની છેલ્લી અમાસ છે. વૈદિક પંચાગ અનુસાર, પૌષ અમાસ 30 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 4:01 વાગ્યે શરૂ થશે અને 31 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 3:56 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયતિથિના આધારે 30 ડિસેમ્બરે સોમવતી અમાસ મનાવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષની છેલ્લી અમાસ પર અમુક ઉપાય કરવાથી સાધક વિશેષ ફળ મેળવી શકે છે, સાથે જ દેવી-દેવતાઓ પાસેથી પણ ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે છે.
સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને આર્થિક લાભ પણ મળે છે. આ સાથે સોમવતી અમાસ પિતૃઓ માટે પિંડદાન, તર્પણ, દાન વગેરે કરવા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. સાથે જ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.
⇒ સોમવતી અમાસના દિવસે પૂર્વજોની શાંતિ માટે પૂજા-અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવતી અમાસ તિથિ પર શ્રાદ્ધ, પિંડ દાન અને તર્પણ કરવાથી દિવંગત આત્માઓને શાંતિ મળે છે અને પૂર્વજો આશીર્વાદ આપે છે. આ સાથે ભગવાન શિવનો આ દિવસે જળ, દૂધ, દહીં, મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં ખુશી આવે છે.
⇒ સોમવતી અમાવસ્યા પર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પૂર્વજો અને દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે. આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરી દીવો પ્રગટાવો. તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે.
⇒ અમાસ પર દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે સાત પ્રકારના અનાજ અને કપડાનું દાન કરવું ખૂબ જ શુભ છે. આ ઉપરાંત આ દિવસે ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રી સુક્તનો પાઠ કરવાથી દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
(Disclaimer: આ લેખમાં આપેલી કોઈપણ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરાઈ છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - Somvati Amas Upay in Gujarati know somvati amavasya pooja vidhi - સોમવતી અમાસના દિવસે આ ખાસ ઉપાય નવા વર્ષને ભાગ્યોદયશાળી અને સુખ-સંપત્તિથી ભરપુર બનાવશે | Somvati Amas Upay