ઈન્ટરનેટના યુગમાં લોકો પોતાના રોગના લક્ષ્ણોને આધારે નેટ પરથી પોતાની જાતે દવાનો ઉપયોગ કરી રહ્યા છે. જે જોખમ ભરેલું છે. એમા પણ ખાસ કરીને આજકાલ પેરાસિટામોલનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. માથાનો દુખાવો, તાવ અથવા હળવા દુખાવા માટે લોકો ઘણીવાર ડૉક્ટરની સલાહ વિના તેનું સેવન કરે છે. તાજેતરમાં એક અભ્યાસમાં સામે આવ્યું છે કે પેરાસિટામોલ માણસની કિડની અને હૃદય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ દવા શરીરના ભાગો પર કેવી રીતે ખરાબ અસર કરે છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે. આ પહેલા ચાલો જાણીએ કે તે કેવી રીતે કામ કરે છે.
પેરાસિટામોલ એક એવી દવા છે જે શરીરના દુખાવા અને તાવને ઘટાડે છે. તે મગજમાં તે રસાયણોની અસર ઘટાડે છે જે પીડા અને તાવનું કારણ બને છે. તે સામાન્ય રીતે હળવાથી મધ્યમ પીડા, તાવ, આધાશીશી અને સંધિવા જેવા રોગોમાં આપવામાં આવે છે. જો કે તે મર્યાદિત માત્રામાં જ લેવું જોઈએ. મોટી માત્રામાં અથવા લાંબા સમય સુધી આ દવા લેવાથી શરીરના ઘણા મહત્વપૂર્ણ અંગોને નુકસાન થઈ શકે છે.
બ્રિટનની યુનિવર્સિટી ઓફ નોટિંગહામના સંશોધકોએ તેમના અભ્યાસમાં દર્શાવ્યું છે કે પેરાસિટામોલનો વધુ પડતો અથવા લાંબા સમય સુધી ઉપયોગથી પાચન તંત્ર અને કિડની પર વિપરીત અસર થઈ શકે છે. પેરાસિટામોલનું સેવન ખાસ કરીને વૃદ્ધો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેને લાંબા સમય સુધી લેવાથી પેટમાં અલ્સર થવાની શક્યતા વધી જાય છે. આ પેટના પટલને નુકસાન પહોંચાડે છે, જેનાથી પાચનની સમસ્યા થાય છે.
કિડની શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે, પરંતુ પેરાસિટામોલના સતત ઉપયોગથી કિડની પર દબાણ વધી શકે છે. વૃદ્ધોમાં કિડનીનું કાર્ય પહેલેથી જ નબળું છે. તેથી પેરાસિટામોલ લેવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પેરાસિટામોલની અસર માત્ર પાચન તંત્ર અને કિડની સુધી જ સીમિત નથી હોતી, પરંતુ તેની અસર હૃદય પર પણ પડે છે. વૃદ્ધોમાં પેરાસિટામોલનો સતત ઉપયોગ હૃદય રોગનું જોખમ વધારી શકે છે. તે બ્લડ પ્રેશરને પણ અસર કરી શકે છે. જે હૃદય પર વધુ દબાણ લાવે છે. આ દવા એવા લોકો માટે વધુ ખતરનાક બની શકે છે જેમને પહેલાથી જ હૃદયની સમસ્યા છે.
ડૉક્ટરની સલાહ વિના પેરાસિટામોલ ન લો. લાંબા સમય સુધી સતત પેરાસિટામોલ દવા લેવાનું ટાળો. જો દુખાવો અથવા તાવ ચાલુ રહે તો ડૉક્ટરની સલાહ લો. સ્વસ્થ આહાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો, જેનાથી દવાની જરૂરિયાત ઘટશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | Is Paracetamol safe? study raises concerns about potential side effects |