શિયાળો ભરપુર જામ્યો છે. અને હાજા ગગડાવે તેવી ઠંડી પડી રહી છે. ત્યારે જેમ જેમ તાપમાન ઘટે છે તેમ તેમ હૃદય રોગનું જોખમ વધી રહ્યું છે. AIIMSના રિસર્ચર જણાવે છે કે, ઉનાળાની સરખામણીમાં શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ 25 ટકા વધી શકે છે. ઠંડીની મોસમમાં નીચા તાપમાનને કારણે હૃદયની નસોમાં સંકોચન થાય છે. તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે, જે હાર્ટ એટેકનું કારણ બને છે. મેડિકલ જર્નલ ધ લેન્સેટ દ્વારા કરવામાં આવેલ સંશોધન દર્શાવે છે કે ઉનાળાની સરખામણીમાં શિયાળામાં હૃદયરોગથી થતા મૃત્યુની સંખ્યામાં 30 ટકાનો વધારો થાય છે. આવી સ્થિતિમાં આ ઋતુમાં હૃદયનું ધ્યાન રાખવું જરૂરી છે. શિયાળામાં હૃદયની બીમારીઓથી કેવી રીતે બચી શકાય તે અંગે નિષ્ણાતો પાસેથી જાણીએ.
તજજ્ઞો કહે છે કે, શિયાળાની ઋતુમાં ઠંડી હવા શ્વાસ લેવાથી પણ હૃદયની નસોમાં ખેંચાણ થઈ શકે છે. આ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર વધુ દબાણ લાવે છે, જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. ગુરુગ્રામની પારસ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના ડાયરેક્ટર અને યુનિટ હેડ ડૉ. અમિત ભૂષણ શર્મા કહે છે કે ઠંડા હવામાનથી બ્લડ પ્રેશર વધે છે. આ સિઝનમાં ક્રોનિક હાર્ટ પ્રોબ્લેમ્સ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે.
શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવા માટે ગરમ કપડાં પહેરો અને અચાનક ભારે વર્કઆઉટ ન કરો. બહાર કસરત કરવાને બદલે ઘરની અંદર હળવી કસરત કરો. આ સિઝનમાં તમારા આહારનું ખાસ ધ્યાન રાખો. તમારા આહારમાં ઋતુ પ્રમાણે ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. વધુ પડતો મીઠો અને ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળો.
બ્લડ પ્રેશર તપાસવું ખૂબ જ જરૂરી છે. જો બીપી વધી જાય તો ડોક્ટરની સલાહ લેવી. જો તમને પહેલાથી જ કોઈ હૃદય રોગ છે તો તમારી દવાઓ સમયસર લો. જો હાર્ટ એટેકના કોઈ લક્ષણો હોય જેમ કે વારંવાર છાતીમાં દુખાવો, ગભરાટ કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તરત જ હોસ્પિટલમાં જાઓ. આ બાબતમાં બેદરકાર ન રહો. સમયસર જાણકારી અને સારવાર દ્વારા આ રોગને સરળતાથી રોકી શકાય છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | in winter the risk of heart attack is higher learn the symptoms and prevention from a doctor | Health Tips: શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ હોય છે વધારે, ડૉક્ટર પાસેથી જાણો લક્ષણો અને બચવાના ઉપાય