હાલ ભારતમાં IPOની સતત લિસ્ટીંગ થઈ રહી છે. ત્યારે ઓનલાઈન રિટેલર Flipkart આગામી 12-15 મહિનામાં તેની પ્રારંભિક જાહેર ઓફર એટલે કે IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. અહેવાલો અનુસાર ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટની કિંમત લગભગ $36 બિલિયન એટલે કે 3.04 લાખ કરોડ રૂપિયા છે. ફ્લિપકાર્ટનો IPO દેશમાં કોઈપણ સ્ટાર્ટઅપનો અત્યાર સુધીનો સૌથી મોટો ઈશ્યુ હોઈ શકે છે. ભારતનું સ્ટાર્ટઅપ સેક્ટર વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું ક્ષેત્ર છે અને તેથી જ આ મુદ્દાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ફ્લિપકાર્ટ એ અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની વોલમાર્ટની પેટાકંપની છે.
ફ્લિપકાર્ટને તેના ડોમિસાઇલને સિંગાપોરથી ભારતમાં ટ્રાન્સફર કરવા માટે આંતરિક મંજૂરી મળી ગઈ છે. કંપનીના IPO માટે આને પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે. કંપની આગામી કેલેન્ડર વર્ષના અંત સુધીમાં અથવા 2026ના પ્રથમ ક્વાર્ટરમાં IPO લોન્ચ કરી શકે છે. કંપની 12 થી 15 મહિનામાં લિસ્ટ થઈ શકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીના IPOની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આગામી 12 થી 15 મહિનામાં કંપનીનું લિસ્ટિંગ થઈ શકે છે. ઝોમેટો, નાયકા અને સ્વીગી જેવી ઘણી કન્ઝ્યુમર ઈન્ટરનેટ કંપનીઓના સફળ લિસ્ટિંગ પછી સ્ટાર્ટઅપ કંપનીઓમાં રિટેલ રોકાણકારોનો રસ વધ્યો છે.
કંપનીએ આ વર્ષે રૂ. 8,470 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું અગાઉ 13 મેના રોજ સમાચાર આવ્યા હતા કે, ફ્લિપકાર્ટ તેની કંપનીને ભારત પરત લાવવાની યોજના બનાવી રહી છે. આ ઓનલાઈન કોમર્સ જાયન્ટે આ વર્ષે લગભગ 1 બિલિયન ડોલર એટલે કે રૂ. 8,470 કરોડનું ભંડોળ પણ એકત્ર કર્યું છે. તેમાં ગૂગલનું $350 મિલિયન એટલે કે રૂ. 2,964 કરોડનું રોકાણ સામેલ છે.
ફ્લિપકાર્ટ 2021થી IPO યોજનાઓની ચર્ચા કરી રહ્યું છે, પરંતુ 2022-23ની વચ્ચે પ્રતિકૂળ બજારની સ્થિતિને કારણે કંપનીએ આ ચર્ચાઓ અટકાવી દીધી હતી. રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં તાજેતરમાં ઘણી કન્ઝ્યુમર કંપનીઓ લિસ્ટ થઈ છે. જે બાદ ફરી એકવાર ફ્લિપકાર્ટના શેર વેચાણમાં રસ વધ્યો છે.
2018માં વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો 2018માં વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો. આ કારણે ફ્લિપકાર્ટનું લિસ્ટિંગ વોલમાર્ટ માટે મહત્વનું રહેશે. 2018માં ફ્લિપકાર્ટના સંપાદન પછી વોલમાર્ટે આ કંપનીમાં કેટલાક તબક્કામાં $2 બિલિયન (16,942 કરોડ) કરતાં વધુનું રોકાણ કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં વોલમાર્ટે કંપનીમાં રૂ. 5,082 કરોડનું રોકાણ કર્યું હતું. વોલમાર્ટ ફ્લિપકાર્ટમાં લગભગ 81% હિસ્સો ધરાવે છે. 2018માં વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો. ફ્લિપકાર્ટના રોકાણકારોમાં સોફ્ટબેંક અને જીઆઈસીના નામ પણ સામેલ છે. વિશ્લેષકોનો અંદાજ છે કે ભારતીય ઈ-કોમર્સ ઉદ્યોગે આ વર્ષે તહેવારોની સિઝનમાં રૂ. 1 લાખ કરોડનું વેચાણ કર્યું છે. જ્યારે ફ્લિપકાર્ટ તહેવારોની સિઝનમાં તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | Flipkart Will Launch The IPO In The Next 12 15 Months