• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • 101+ ગુજરાતી કહેવતો અને તેના અર્થ | Gujarati Kahevat With Meaning

101+ ગુજરાતી કહેવતો અને તેના અર્થ | Gujarati Kahevat With Meaning

05:00 PM December 04, 2024 Gujju News Channel Share on WhatsApp

100+ Gujarati Kahevat ના અર્થ સાથે ગુજરાતી કહેવતો આપી છે. Gujarati Kahevat વડે થોડા શબ્દ માં ઘણું બધુ કહી શકાય છે. અર્થ સાથેની ગુજરાતી કહેવત અહીં આપેલી છે. જે તમે રોજબરોજની જીંદગીમાં ઉપયોગમાં લાવી શકો છો.



કહેવત એટલે કહેતી, દૃષ્ટાંત, દાખલો કે ઉદાહરણ. કહેવતના મૂળમાં કથવું, કહેવું કે કહેણી એ અર્થ સમાયેલો છે. ચાલી આવતી પરંપરાથી લોકોમાં કહેવાતાં બોધરૂપ કે દૃષ્ટાંતરૂપ સૂત્રાત્મક વચનો તે કહેવત. પ્રજાના અનુભવ અને ડહાપણ કહેવતમાં સંગ્રહિત થયેલાં હોય છે. કહેવત કોઈ એક વ્યક્તિનું સર્જન નથી, પણ લોકચેતનાના અનુભવની એ વાણી છે. તેથી જ લોકપસંદગીમાંથી પસાર થયેલાં વચનો જ કહેવત ગણાય છે. કહેવતમાં શબ્દલાઘવ વડે અર્થગૌરવ સધાય છે. એ જે કંઈ કહે છે તે સચોટ, સબળ અને સુંદર રીતે કહે છે. લાઘવ, વ્યવહાર ડહાપણ, ચમત્કૃતિ, લોકરુચિ એ કહેવતનાં આગળ તરી આવતાં લક્ષણો છે. આથી જ કહેવતોનો આશ્રય વક્તવ્યને પ્રભાવક અને રસપ્રદ બનાવવા લેવાતો હોય છે. | Gujarati Kahevat | kahevat in gujarati | kahevat on mother in gujarati | gujarati kahevat pdf | gujarati kahevat with meaning | gujarati kahevat book | kehvato kahevat on mother in gujarati | gujarati suvichar gujarati kahevat | ગુજરાતી કહેવતો અને તેના અર્થ pdf | જૂની કહેવતો | 101 ગુજરાતી કહેવતો અને તેના અર્થ pdf | ગામડા ની કહેવતો | મિત્ર વિશે કહેવતો | કહેવત એટલે શું | કહેવતો માતૃભાષા નું મહત્વ શાયરી | પારકી આશા સદા નિરાશા ગુજરાતી કહેવત |  ગુજરાતી કહેવતો ઉકેલો | લોક કહેવતો


► ગુજરાતી કહેવતો અને તેના અર્થ | All Gujarati Kahevato with PDF


► 101+ Gujarati Kahevato । જાણો વડિલોની જુની કહેવાતી ગુજરાતી કહેવતો અર્થ સાથે , સ્પર્ધાત્મક પરિક્ષા માટે પણ ઉપયોગી

• ઘેર ઘેર માટીનાં ચૂલા :- બધે એક સરખી પરિસ્થિતી હોવી જેવો ભાવાર્થ આ કહેવત દ્વારા પ્રતિપાદિત થાય છે

• ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તૈલી :- અહી ગુણો અને પરાક્રમ ની વાત કરવામાં આવી છે. રાજા ભોજ પરાક્રમ માં રાજા ગગું અને તૈલપ થી ચડિયાતા હતા.

• લાતો ના ભૂત વાતોથી ન માને :- જે વ્યક્તિ ને શિક્ષા તીજ ખાબડ પરે અન સમજણ થી નહીં તેના માટે આ કહેવત પ્રયોજાય છે.

• રાત થોડી ને વેશ ઝાઝા :- ઓછા સમય માં વધુ કામ કરવાનું હોય તેવા સંદર્ભ માં આ કહેવત નો ઉપયોગ થાય છે.

• ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો :- એક સાથે બે કે તેથી કાર્ય કે પસંદગી કરવાના કારણે બંને જગ્યાએ નિષ્ફળ થવું એવો ભાવાર્થ.

• લાલો લાભ વિના ન લૂટે :- મદદ કરવાના બહાને પાછળ થી છુપો લાભ સંતોષવામાં આવતો હોય ત્યારે.

• ખાતર ઉપર દિવેલ :- નુકશાન મા વધુ નુકશાન, ખર્ચ મા વધુ ખર્ચ, “લાખ ભેગા સવા લાખ”

• સંગ તેવો રંગ :- જેની સાથે રહીએ તેવા બનીએ

• લખીયલ છઠ્ઠી ન લેખ. : બાળક ન જન્મ પછી છટ્ઠા દિવસે વિધાતા એના ભાવિના લેખ છે એવિ એક માન્યતા છે. એ છટ્ઠી ન લેખ મિથ્યા થતાં નથી એવિ પણ એક માન્યતા છે.

• વાવો તેવું લણો.: જેવા કર્મ કરશો તેવું ફળ પ્રાપ્ત થશે.

• છોરું ક છોરું થાય પણ માવતર ક માવતર ન થાય: છોકરા માં બાપ પ્રત્યે ની ફરજ ભૂલી જાય છે પરંતુ માવતર છોકરા પ્રત્યેની ફરજ નથી ભૂલતા.

• પાકે ઘડે કાંઠા ન ચડે: યોગ્ય સમયે જે કરવાનું હોય તે ના કરતાં પછીના સમયે કરવામાં આવે તો પ્રયત્ન વ્યર્થ નીવડે.

• જીભ ને હાડકું ન હોય. : જીભ ગમે તે બાજુ વળી જાય અને ન બોલવાનું બોલી નાખે.

• આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય: સ્વર્ગે જવું હોય તો વ્યક્તિએ પોતે મરવું પડે. સુખ સંપતિ માટે વ્યક્તિ એ પોતે પરિશ્રમ કરવો પડે.

• આંખ પાપણ ને જોતી નથી. : જે પાસે છે એની નોંધ લેવામાં આવતી નથી. જે પોતાનું છે એની જાણે અજાણે ઉપેક્ષા થતી હોય છે.

• પારકી મા જ કાન વિંધે.: લોહી કે લાગણી નો સંબંધ ન હોય તે જ વ્યક્તિ બાળક ના ઉછેર નું કામ યોગ્ય રીતે કરી શકે છે.

• પહેલુ સુખ તે જાતે નર્યા. : શરીર સ્વસ્થ્ય હોય તો બધુ સલામત છે. શારીરિક સુખ ને મહત્વ આપવા માટે આ કહેવત ને ટાંકવા માં આવે છે.

• ચોર કોટવાલ ને દંડે. : દોષ પોતાનો હોય છતા સામી વ્યક્તિને દોષિત કે ગુનેગાર ઠેરવે.

• પહેલુ સુખ તે જાતે નર્યા. : શરીર સ્વસ્થ્ય હોય તો બધુ સલામત છે. શારીરિક સુખ ને મહત્વ આપવા માટે આ કહેવત ને ટાંકવા માં આવે છે. :અણી ચૂક્યો સો વર્ષ જીવે.

• છીંડે ચડ્યો તે ચોર. : ગુનો ગમે તેને કર્યો હોય પરંતુ હાથ મા આવ્યો તે ગુનેગાર

• આપ સમાન બલ નહીં, મેધ સમાન જલ નહીં. : આપ બલ થી જે કામ સારી રીતે સિદ્ધ થાય છે જે બીજા પર આધાર રાખવા થી થતું નથી.

• જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે.: માથાભારે વ્યક્તિ નો ઘમંડ તેનો પુત્ર તોડે તેવા કિસ્સામાં આવી કહીવટ નો ઉપયોગ થાય છે.

• ડુંગરાં રૂઠયા ત્યાં શરણું કોનું શોધે. : ડુંગર ઉજ્જડ થઈ જાય તો પશુ, પક્ષીઓ, માનવો બધાને હાનિ પહોચે આમ ડુંગર રુથે તો બધા ને હાનિ થાય.

• ઝાઝી કીડીઓ સાંપ ને તાણે. : સંપ અને સહકારથી અઘરું કામ પણ સરળ થઈ શકે છે.

• આભ ફાટયા પછી થીગડાં ક્યાં છે? : ચારે તરફ થી તકલીફો આવતી હોય ત્યારે તેને નિવારવાના પ્રયત્ન વ્યર્થ જ જાય.

• પિયરમા પડેલી છોકરી અને ડુંગરે ચડેલો ભીલ કદીય કોને ન બદે. : પિયર મા છોકરી બધી સ્વતંત્રતા અનુભવે તેજ પ્રમાણે ભીલને માટે ડુંગર પર રખડપટ્ટી કરવી રમતવાત છે, તે ડુંગર પર ચઢે તો સંપૂર્ણ આઝાદ હોય તેમ વર્તે.

• દરદ કરતાં દવા અનિષ્ટ: રોગ કે તેની પીડા કરતાં તેનું ઔષધ કે ઉપચાર વધારે પીડાદાયક હોય ત્યારે

• મા તે મા, બીજા વગડાનાં વા. : માં જેટલો પ્રેમ તેના પુત્રને આપે છે એટલો પ્રેમ બીજું કોઈ આપી શકતું નથી.

• કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ.: અમુક લક્ષણ એક વખત પડ્યા પછી તે ગમેતેવા પ્રયત્ન કરવા થી પણ જતાં નથી.

• લખાણું એ વંચાણુ. : એક વાર લખી ને પાકું કર્યું હોય તો એ જ બરાબર હોય છે એજ સાચો વ્યવહાર છે.

• પાણી પહેલા પાળ બાંધવી. : વિધ્ન મુશ્કેલી આવતા પહેલા આગમચેતી વાપરી તેનો ઉપાય કરવો.

• શેઠની શીખામણ જાંપા સુધી.: કોઈ આપેલી શિખામણ હમેશા કામે લાગતી નથી. પોતાની સમજ, વિવેક અને બુદ્ધિ નો ઉપયોગ કરવો પડે.

• જીવતો નર ભદ્રા પામે: જીવતા રહ્યા તો ભવિષ્યમાં તક આવી જ મળવાની.

• પાશેરા મા પહેલી પૂણી. : હજી શરૂઆત જ હોવી અને પહેલી મુશ્કેલી આવવી.

• મોરનાં ઈંડા ચીતરવા ન પડે. : માં બાપ ના લક્ષણ સંતાન મા કુદરતી રીતે જ ઉતરી આવે છે.

• લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય.: જ્યારે તક સામે આવે ત્યારે તેને અવગણવી ના જોઈએ.

• બાંધે એની તલવાર. : તલવાર નો ઉપયોગ કરવાની હિમ્મત, તાકાત, આવડત, ધારવાનાર કોઈ પણ વ્યક્તિ શસ્ત્ર રાખવાને હકદાર છે. મહત્વ શકિત કે આવડતનું છે, જાતિ કે મોભાનું નહીં.

• ભેંસ આગળ ભાગવત. : અબુધ કે અજ્ઞાની પાસે જ્ઞાન ની વાત

• બોલે તેના બોર વહેચાય.: બોલીએ અને કહીયે તો જ કામ થાય. “માંગ્યા વિના મા પણ ન પીરસે”

• પડ્યો પોદળો ધૂળ લે. : કોઈ વ્યક્તિ કાઇ પણ કર્યા વિના એક જ સ્થાને પડી રહીને પણ કાઇ ને કાઇ પ્રાપ્ત કરતી રહે છે.

• બેઠા થી બજાર ભલી. : ઘરમાં બેસી રહેવા કરતાં કઈક પ્રવૃતિ કરવી સારી.

• પાડાનાં વાંકે પખાલીને ડામ. : ગુનો કે દોષ કોઈ નો અને સજા કોઈ બીજાને

• જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.

• દૂરથી ડુંગર રળિયામણાં. : વસ્તુ કી વ્યક્તિ દૂરથી જ સારી લાગે, નિકટ થી કદાચ વિપરીત અનુભવ થાય.

• બાંધી મુઠી લાખની.: વાત ગુપ્ત રહે ત્યાં સુધીજ ઇજ્જત આબરૂ સચવાઈ રહે.

• પારકી આશા સદાનિરાશ. : કોઈ પણ કામ માટે બીજા પર આશા રાખીને બેસી રહવું કે એ આપનું કામ કરી આપશે, તો એ મોટે ભાગે આપણી આશા ઠગારી નીવડે છે. ટૂંક મા પારકા ઉપર આધાર રાખનાર ને અંતે સહન કરવું જ પડે છે.

• ભાવતુ હતુ ને વૈદે કીધુ. : મનમાં ઈચ્છા હોય તેવું મળી જાય એવા પ્રસંગ પર આ કહેવત વપરાય છે.

• ગા વાળે તે અરજણ.: અર્જુને વિરાટનગરી ની ગાયો ને પાછી વાળવામાં જે વીરતા પૂર્વક નું સાહસ બતાવ્યુ હતું તેવું વીરતાપૂર્વક નું કારી કરનાર અર્જુન જેવી નામના મેળવી શકે. મહત્વ વ્યક્તિ નું નહીં પરંતુ કાર્ય નું છે.

• ખાડો ખોદે તે પડે.: જે પણ ખારબ કર્મ કરે તેને તેનું ફળ ભોગવવું પડે છે. તેવા અર્થ માં આ કહેવત કહેવામાં આવે છે.

• નમે તે સૌને ગમે.: આ કહેવત માં નમનાર વ્યક્તિ સૌને પ્રિય હોય છે. તેવો ભાવાર્થ કહેવામા આવ્યો છે.

gujarati kahevat | kahevat in gujarati | kahevat on mother in gujarati | gujarati kahevat pdf | gujarati kahevat with meaning | gujarati kahevat book | kehvato kahevat on mother in gujarati | gujarati suvichar gujarati kahevat | ગુજરાતી કહેવતો અને તેના અર્થ pdf | જૂની કહેવતો | 101 ગુજરાતી કહેવતો અને તેના અર્થ pdf | ગામડા ની કહેવતો | મિત્ર વિશે કહેવતો | કહેવત એટલે શું | કહેવતો માતૃભાષા નું મહત્વ શાયરી | પારકી આશા સદા નિરાશા ગુજરાતી કહેવત |  ગુજરાતી કહેવતો ઉકેલો | લોક કહેવતો


► 101 જૂની ગુજરાતી લોક કહેવતો | Kahevat In Gujarati


• ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે.

• બકરું કઢતા ઉંટ પેઠું.

• સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય

• લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે.

• ખાલી ચણો વાગે ઘણો.

• આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય.

• બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના.

• ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો.

• દુકાળમાં અધિક માસ. : મુશ્કેલી મા ઉમેરો થવો

• એક દુખ હતુંત્યાં બીજા દુખ માં વધારો થયો.

• માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું.

• રાજા ને ગમે તે રાણી.

• રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં.

• ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન.

• સંગર્યો સાપ પણ કામનો.

• ટીંપે ટીંપે સરોવર ભરાય.

• અધૂરો ઘડો છલકાય ઘણો.

• રામ રાખે તેને કોણ ચાખે.

• સો દહાડા સાસુના એક દહાડો વહુનો.

• ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર

• આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા.

• લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ.

• વખાણેલી ખીચડી દાઢે વળગી.

• પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી.

• હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો.

• ભેંસ ભાગોળે અને છાશ છાગોળે.

• મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ.

• ઘરકી મૂર્ઘી દાલ બરાબર.

• સંપ ત્યાં જંપ.

• ના બોલવામાં નવ ગુણ.

• માં તે માં બીજા વગડાનાં વા

• ઘોડે ચડતો બાપ મરજો પણ છાણાં વીણતી માં નાં મરજો

• બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો.

• ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે

• વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો.

• શેરને માથે સવાશેર.

• હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો.

• ઊંટના અઢાર વાંકા.

• કીડીને કણ ને હાથીને મણ.

• નાચ ન જાને આંગન ટેઢા.

• ચેતતા નર સદા સુખી.

• વાડ થઈને ચીભડાં ગળે.

• સાપ ગયા અને લીસોટા રહી ગયા.

• કાશીમાં પણ કાગડા તો કાળા જ.

• પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં.

• કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં.

• ધીરજનાં ફળ મીઠાં.

• સો સોનાર કી એક લૂહાર કી.

• કાગનું બેસવુ અને ડાળનું પડવું.

• ગાંડાના ગામ ન હોય.

• બાવાનાં બેવુ બગડે.

• શેતાનું નામ લીધુ શેતાન હાજર.

• દશેરાનાં દિવસે ઘોડા ન દોડે.

• નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ.

• હિમ્મતે મર્દા તો મદદે ખુદા.

• છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી.

• ધરમની ગાયનાં દાંત ન જોવાય.

• સીધુ જાય અને યજમાન રીસાય.

• હસે તેનું ઘર વસે.

• ના મામા કરતાં કાણો મામો સારો.

• મન હોય તો માંડવે જવાય.

• બાર વર્ષે બાવો બાલ્યો.

• ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા.

• નામ મોટા દર્શન ખોટા.


► બુદ્ધિ પર ગુજરાતી કહેવત : Gujarati Kahevat ane Arth


• આપ બુદ્ધિ એ જયજયકાર, પારકી મતે પ્રલયકાર

• સાંભળીએ સૌનું, પણ કરીયે ધાર્યું મનનું.

• ઘી ખાના સાકરસે, દુનિયા ચલાના મકરસે.

• ખેતર ખેડો હળ થી, મગજ ખેડો કળ થી.

• કહેનારો કહી છૂટે, ને વહેનારો વહી છૂટે

• અક્કલ કોઈના બાપાની?

• અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ને લઈ આવ્યો કોથમીર.

• અક્કલ વેચાતી મળે તો કોઈ ધનવાન રહે નહીં.

• માંગી અક્કલ કામ આવે નહીં.

• અક્કલ વગર જાંબુ ખાવા.

• દીધી મત ને માંગી તોણ કેટલા દિવસ કામ આવે.

• બુદ્ધિ નો બારદાન


► શ્રાપ / બદદુઆ પર ગુજરાતી કહેવત :


• બિલાડી ને કહ્યે છીંકું તૂટતું નથી, અને રાંડીરાંડ ના શ્રાપ લાગતાં નથી.

• કાણિયા ના નિસસાથી વરસાદ અટકતો નથી

• ચમાર ના શાપ થી ઢોર મરતા નથી

• કાગને કહ્યે ડોબા મરતા નથી.

• સતી શાપ દે નહીં અને શંખણી ના શાપ લાગે નહીં.


►પોતાની ભૂલ પરની ગુજરાતી કહેવત:


• હાથે કરીને હોળીએ રમ્યા.

• પેટ ચોળી શૂળ પેદા કર્યું.

• હાથે કર્યા હૈયે વાગ્યા.

• ઢીંચણ મારી આંખ ફોડવી.

• દીવો લઈને કૂવામાં પડવું.

• ઉઠ પહાણા પગ પર પડ. : સામેથી મુશ્કેલી નોતરવી.

• દેખાતે ડોળે છેતરાવવું

• આવ બલા પકડ ગલા

• વાડમાં હાથ નાખીએ તો કાંટા વાગેજ

• દેખતે ડોળે આંખમાં આંગળી ઘાલવા દેવી.

• પોતાના પગ પર કૂવાડો મારવો.

• હાથે કરી પેટમાં પાળી મારવી

• કોણે કહ્યું બેટા બાવળીએ ચડજે?

• બળતામાં હાથ ઘાલવો

• કંથરમાં હાથ ઘાલી વિમાસવું

• કાજીજી ભેંસ નહીં બડી બલા લાયા


► દુ:ખ સમયની ગુજરાતી કહેવત :


• ઘરના ઉઠ્યા વનમાં ગયા, વનમાં લાગી લાય

• ઊલેથી ચૂલે પડ્યાં, કર્મ પ્રમાણે થાય

• એક મુસીબત માથી છૂટવા બીજા સ્થાને ગયા ત્યાં બીજી મુસીબત નો સામનો કરવો

• ઉલમાથી નીકળી ચૂલ માં પડ્યા

• અલા ગઈ તો બલા આવી

• ઘરમાં ખાધો રાંડે, ને બહાર ખાધો ભૂતે

• કફનફાડુ ગયો અને મેખમારુ આવ્યો

• ભૂત મારે ત્યાં પલિત જાગે

• સુખને માટે સાસરે ગઈ ત્યાં દુઃખના ઉગ્યા ઝાડ

• નવ સાંધે ત્યાં તેર તૂટે

• કાળી કૂતરીને કાને કીડા, એક ગઈ ને બીજી પીડા

• અવાડા માથી નીકળી કૂવામાં પડવું

• શયતાનસે કિતનાહી દૂર ભાગે, મગર કમબખ્ત આગે કા આગે


► મહેનત પર ગુજરાતી કહેવત


• ઉદ્યોગ સારા નસીબનું મૂળ છે.

• ધંધો કર્યે ધાન્ય મળે.

• હલાવ્યા વગર ધાન પણ દાજે

• હાથ પગ હલાવીએ ત્યારે રોટલા મળે

• ફરે તે ચરે, ને બાંધ્યું ભૂખે મરે

• ચાકરી કરતાં ભાખરી મળે

• હાથ હલાવ્યા વગર કોળિયો પણ મ્હોમાં પેસે નહીં.

• કરે સેવા તો મળે મીઠા મેવા.

• જ્યારે વળે પરસેવો ત્યારે મળે મેવો

• ઉદ્ધમથી દરિદ્રતા ઘટે

• પ્રયત્ને પ્રભુ સહાય

• પુરુષ પ્રયત્ન, ઈશ્વર કૃપા.

• તરણે તરણે સુધરી, આદર જોજ ઘરા
કર ચાલે આળસ કરે, મોટી ખોડ નરાં


ભાગ્ય પર ગુજરાતી કહેવત:


• કર્મ વિના ખેડ કરે, તો દુકાળ પડે કાં બળદ મરે

• કર્મ કાળો પહાણ, ભૂકરવો ભાંગે નહી,

• નસીબ બે ડગલાં આગળ ને આગળ.

• હું જાઉં રેલમાં, તો નસીબ જાય તારમાં

• નસીબના બળિયા, રાંધી ખિચડી ને થઈ ગયા ઠળિયા

• કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી

• કર્મ કહે છે કોઠીમાં પેસ અને મન કહે છે માળીયે ચ્હડુ

• આશાના કર્મમાં આડું, ને જ્યાં જ્યાં જાય ત્યાં ખાતરનું ગાડું

• કર્મ માં લખ્યું દિવેલ તે ઘી ક્યાથી ખાઉ?

• કર્મમાં લખ્યા કોઠાં, તો કોના જોવા ઓઠાં?

• કર્મ કઠણ ને કાયા સુંવાળી

• કોડિયા જેટલું કપાળ ને વચ્ચે ભમરો.

• કર્મ આવ્યું કાંડે ને ઘરમાં ડોસો ભાંડે

• કર્મના કસ્યા, જાન જોડી ત્યાં કૂતરા ભસ્યા

• નસીબ કી ખોટી, જહાં જાવે વહા પ્યાજ ઔર રોટી

• અભાગણીને ભાણું આવે ત્યારે વરને વાસી વળે


► ગરીબાઈ પર ગુજરાતી કહેવત


• અકર્મીનો પડિયો કાણો

• ગરીબની બાઈ સૌની ભાભી

• દુકાળમાં અધિક માસ

• દાજયા ઉપર દામ અને પડ્યા પર પાટુ

• દુઃખતી આંખે ઝોકો વાગે

• દુબળા ઢોર ને બગાઈ ઘણી

• નબળી વાદે છીંડા ઘણા

• નીચી બોરડી સૌ ખંખેરે

• ગરીબને ઘેર ગોદો ને પૈસાદાર સોદો

• મારતા ને સૌ મારે

• દંડ ઉપર ડામ

• ઘા પર લૂણું છાંટવું

• દુબળાને દુ:ખ દેવા સૌ તૈયાર


► 101+ Gujarati Kahevato । જાણો વડિલોની જુની કહેવાતી ગુજરાતી કહેવતો અર્થ સાથે , સ્પર્ધાત્મક પરિક્ષા માટે પણ ઉપયોગી


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | gujarati kahevat | kahevat in gujarati | kahevat on mother in gujarati | gujarati kahevat pdf | gujarati kahevat with meaning | gujarati kahevat book | kehvato kahevat on mother in gujarati | gujarati suvichar gujarati kahevat | ગુજરાતી કહેવતો અને તેના અર્થ pdf | જૂની કહેવતો | 101 ગુજરાતી કહેવતો અને તેના અર્થ pdf | ગામડા ની કહેવતો | મિત્ર વિશે કહેવતો | કહેવત એટલે શું | કહેવતો માતૃભાષા નું મહત્વ શાયરી | પારકી આશા સદા નિરાશા ગુજરાતી કહેવત |  ગુજરાતી કહેવતો ઉકેલો | લોક કહેવતો



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

એલોન મસ્કનો નવો ધડાકો : X પ્લેટફોર્મ પર 'XChat' લોન્ચ : WhatsApp ને ટક્કર આપવા સંપૂર્ણ તૈયાર!

  • 02-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુન 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-06-2025
    • Gujju News Channel
  • IPL 2025 : PBKS કે RCB કોણ જીતશે IPL 2025ની ટ્રોફી?, જાણો શું કહે છે રેકોર્ડ....
    • 02-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-06-2025
    • Gujju News Channel
  • ક્રિકેટર રિંકુ સિંહ સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ નક્કી: 8 જૂને સગાઈ, ​​​​​​રિંગ સેરેમની લખનઉની હોટલમાં થશે
    • 01-06-2025
    • Gujju News Channel
  • Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાના શિરે 'મિસ વર્લ્ડ 2025'નો તાજ, ભારતનું સ્વપ્ન તૂટ્યું...
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2025 : તુલા રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો રવિવાર કેવો રહેશે?
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2025 : વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો શનિવાર કેવો રહેશે?
    • 30-05-2025
    • Gujju News Channel
  • Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડૉક્ટરે આપ્યો આ જવાબ
    • 30-05-2025
    • Gujju News Channel
  • 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી RCB:ક્વોલિફાયર-1માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું, સુયશ-હેઝલવુડે 3-3 વિકેટ લીધી; સોલ્ટની ફિફ્ટી
    • 29-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us