
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘરે ઈડીના દરોડા : પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં EDની કાર્યવાહી
પોર્નોગ્રાફી નેટવર્ક મામલે ઈડીએ બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાના ઘરે દરોડા પાડ્યા છે. ઈડીએ માત્ર રાજ કુંદ્રાના ઘર પર જ નહિ પરંતુ તેની ઓફિસ પર પણ દરોડા પાડ્યા છે.
ED Raids On Raj Kundra's House: બોલિવૂડ જગતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજકુંદ્રાના ઘરે ઈડી ત્રાટકી હતી. આ કાર્યવાહી પોર્નોગ્રાફી નેટવર્ક મામલે કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ મામલે ઈડી તેમના ઘર અને ઓફિસ બંને ઠેકાણે તપાસ કરી રહી છે.
રાજ કુંદ્રાની જૂન 2021માં 'અશ્લીલ' ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2021માં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. રાજને આજે (20 જુલાઈ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ સપ્ટેમ્બર 2021થી જામીન પર છે.
મુંબઈ ક્રાઇમ બ્રાંચના મતે, રાજ વિરુદ્ધ ફેબ્રુઆરી 2021માં કેસ કરવામાં આવ્યો હતો. રાજે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 8-10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રાજ તથા બ્રિટનમાં રહેતા તેના ભઆઈએ કેનરિન નામની કંપની બનાવી હતી. ભારતમાં વીડિયો શૂટ કરીને વી ટ્રાન્સફર (આ એક ફાઇલ ટ્રાન્સફર સર્વિસ)ના માધ્યમથી કેનરિનને મોકલવામાં આવતો હતો. રાજે આ કંપની બનાવી હતી અને વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેથી ભારતના સાઇબર લૉથી બચી શકાય.
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | ED Raids At Shilpa Shetty's Husband Raj Kundra House | ED Raids On Raj Kundra's House