જૂનું પાનકાર્ડ Vs નવું પાનકાર્ડ : તમારામાંથી બધાની પાસે પાન કાર્ડ તો હશે જ. પાનકાર્ડ એ ભારતના રહેવાસીઓ માટે એક અગત્યનું ડોક્યુમેન્ટ છે. તમારા તમામ બેન્કિંગ અને ફાયનાન્સ રિલેટેડ માહિતી તમારા પાનકાર્ડમાં સામેલ હોય છે. ત્યારે હવે PAN Card ને Upgrade કરવા માટે કેન્દ્રીય કેબિનેટે સોમવારે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. PAN (પર્મેનન્ટ એકાઉન્ટ નંબર) કાર્ડ હવે QR કોડ સાથે જારી કરવામાં આવશે. હવે આવી સ્થિતિમાં ઘણા બધા સવાલો ઉભા થાય છે. જેમ કે જૂના કાર્ડ છે તેમને QR કોડ સાથેનું નવું પાન કાર્ડ કેવી રીતે મળશે? શું ફરીથી અરજી કરવી પડશે? તેના માટે કોઈ પૈસાની ચૂકવણી કરવી પડશે? તો ચાલો જાણીએ તમારા દરેક સવાલોના સરળ જવાબ....
પાનકાર્ડ 2.0 પ્રોજેક્ટ એ એક ઈ-ગવર્નન્સ યોજના છે જેનો ઉદેશ્ય ટેક્સ પેયર રજીસ્ટ્રેશન સેવાઓને ટેકનોલોજીના માધ્યમથી વધુ સરળ બનાવવાનો છે. આ અંતર્ગત હવે પ્રવર્તમાન પાન/ટેન સિસ્ટમને અપડેટ કરીને વધારે ફાસ્ટ, સુરક્ષિત અને પર્યાવરણને અનુરૂપ બનાવાશે. આ પ્રોજેક્ટથી લગભગ 78 કરોડ પાનકાર્ડ ધારકોને લાભ મળશે. આ યોજનાના અમલ બાદ સેવા વધુ ઝડપી અને સરળ બની જશે તો ડિજિટલ સેવાઓને વધારે આધુનિક અને લોક ઉપયોગી બનાવાશે. 1435 કરોડનો પ્રોજેક્ટ મોદી સરકારના આ પ્રોજેક્ટ પર 1,435 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ અંદાજવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે PAN કાર્ડ ધારકોને તેમનો PAN નંબર બદલવાની જરૂર રહેશે નહીં. નવા PAN 2.0 ને હાલની PAN સિસ્ટમમાં સુધારા તરીકે રજૂ કરવામાં આવશે. નવા કાર્ડમાં સ્કેનિંગ સુવિધા માટે QR કોડ હશે અને તે સંપૂર્ણપણે ઓનલાઈન હશે.
1. શું તમને નવું પાન કાર્ડ આપવામાં આવશે?
હા, તમને નવું PAN કાર્ડ મળશે. હાલના પાન કાર્ડ ધારકોએ કંઈપણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં. તમારું હાલનું PAN કાર્ડ આપોઆપ અપગ્રેડ થઈ જશે.
2. નવા પાન કાર્ડમાં શું સુવિધા મળશે?
નવા કાર્ડમાં QR કોડ જેવા ફીચર્સ હશે. સરકારનો હેતુ ડિજિટલ ઈન્ડિયા હેઠળ PAN 2.0 પ્રોજેક્ટને લાવવાનો છે. આ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે PANને કોમન આઈડેન્ટિટી કાર્ડ બનાવશે.
• QR કોડના લીધે ટેક્સ પેયરની જાણકારી તુરંત મળી જશે
• QR કોડ ડેટાને સુરક્ષિત રાખશે અને નકલી પાનકાર્ડની સંભાવવાને ઓછી કરશે
• ઓનલાઈન ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને રિટન ફાઈલિંગ પ્રક્રિયાને સરળ બનાવશે.
• ટેક્સને લગતી બધી જ સેવાઓ એક જ પોર્ટલ પર મળી રહેશે
• તમામ વેપારીઓ માટે બિઝનેસને લગતી માહિતીઓ માટે એક કોમન ઓળખ બનશે
• આ નવા પ્રોજેક્ટને લીધે સમયની બચત થશે
• પાનકાર્ડ ધારક મફતમાં QR કોડ વાળું પાન કાર્ડ મેળવી શકશે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન અને સરળ હશે.
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | project pan 2.0 with qr code launch by government | old pan card become useless how to get a new card with qr code know fees for it | Old Pan Card Vs. New Pan Card | Pan Card QR