શિયાળાની ઋતુમાં શરદી ઉધરસની સમસ્યા સામાન્ય થઈ જાય છે. આમ તો ઉધરસ અને શરદી કોઈપણ ઋતુમાં થઈ શકે છે પરંતુ શિયાળીની શરૂઆત અને પ્રદૂષણમાં તેનું પ્રમાણ વધી જાય છે. જો કે આવી સમસ્યાઓ માટે દરેક વખતે ડોક્ટર પાસે જવું જરૂરી નથી. કારણ કે તેની દવા આપણા રસોડામાં જ હાજર છે. Cold And Cough Remedies શરદી, ઉધરસમાં દવા કરતાં ઝડપી રાહત દેશી ઈલાજ આપે છે. આજે તમને આવા જ ઘરગથ્થુ ઉપચાર જણાવીએ જેને કરીને તમને શરદી-ઉધરસથી સરળતાથી છુટકારો મેળવી શકો છો. શરદી-ખાંસી દુર કરવાનો રામબાણ ઈલાજ | શરદી નો ઉકાળો | શરદી ના લક્ષણો | શરદી થવાના કારણો | છીંક નો ઈલાજ | ગરમી ની શરદી | માથાની શરદી | શરદી ની ગોળી | વારંવાર શરદી થવાનું કારણ | કાયમી શરદી ની દવા શું છે?
શરદી એ આમ તે સાવ સામાન્ય રોગ છે, પરંતુ વારંવાર થવાને કારણે તેની અસર શરીરના બીજા અવયવો જેવા કે પાચનતંત્ર, મન વગેરે પર પણ થાય છે. શરદીને કારણે ચીડીયા થઈ જવાય, ભૂખ ઓછી લાગે, કામ કરવાનું મન ન થાય, અશક્તિ લાગે વગેરે નાની-મોટી બીજી તકલીફો પણ રહ્યાં કરે. તો ચાલો, એવા ઉપચારો વિષે જાણીએ જેની સામગ્રી તમને તમારા કિચનમાં જ મળી રહેશે અને જે કોઈ પણ આડઅસર વગર શરદી - ખાંસીથી છૂટકારો અપાવશે.
શરદીમાં હળદર ખૂબ રાહત આપે છે. તે શ્વસન માર્ગમાં જામેલા કફને દૂર કરે છે. તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાઈરલ હોવાથી ઈન્ફેકશનને દૂર કરે છે. હળદરનો પ્રયોગ આ રીતે કરી શકાય. ગરમ દૂધમાં ૧ ચમચી હળદર અને ચપટી મરીનું ચૂર્ણ નાંખી પીવું.. ૧ કપ પાણી ઉકાળી બે ચમચી હળદર ચૂર્ણ, ૧ ચમચી શુદ્ધ ઘી, ચપટી મીઠું નાખી થોડું ઠંડું પડે પછી પીવું. ખાસ કરીને રાત્રે આવતી ખાંસીમાં આ દવા ફાયદો કરે છે. લીલી હળદરના ત્રણથી ચાર ગાંઠિયાનો રસ કાઢી તેમાં એક ચમચી મધ ઉમેરી પીવું. ગળામાં બળતરા કે ચચરાટ થતો હોય તો નવશેકા પાણીમાં ચપટી હળદર અને મીઠું નાંખી તેના કોગળા કરવા.
મરી એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે તેથી જ શરદી, ફ્લૂ, ખાંસીને દૂર કરવા માટે તે અકસીર છે. સૂંઠ, મરી અને પીપર આ ત્રણેય ઔષધોના ચૂર્ણને સરખા ભાગે ભેળવી રોજ ૧ ચમચી ધી, મધ, ગરમ દૂધ કે નવશેકા પાણી સાથે લેવું. બે મરીને વાટી તેના ચૂર્ણને એક ચમચી મધમાં લસોટી ચાટી જવું. આનાથી સૂકી ખાંસીમાં ખૂબ રાહત થાય છે અને અવાજ ખૂલે છે.
સહેજ તીખો સ્વાદ ધરાવતું આદુ શરદી અને ફ્લુની રોકથામ અને ઈલાજ માટે તો જાણીતું છે. આદુ લીંબુનો જ્યુસ ખૂબ તાજગીદાયક છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એક કપ પાણીમાં થોડાં તુલસીના પાન, બે મરી અને થાડું પીસેલું આદુ નાંખી ઉકાળવું. થોડું ઠંડુ થાય પછી ગાળી, અક ચમચી મધ નાંખીને પીવું. આદુ- તુલસીની ચ્હાથી કફ છૂટો પડે છે અને શરદીમાં તરત રાહત થાય છે.
આ ઉપરાંત છાતી પર, કપાળ પર, નાક-ગળા પર સરસિયાનું માલીશ કરવું. ગરમ પાણીની વરાળનો નાસ લેવો. જ્યારે શરદી-ખાંસી ન હોય ત્યારે પ્રાણાયામ કરવો. ઊંડા શ્વાચ્છોશ્વાસની કસરત કરવાથી વારંવાર શરદી થતી અટકાવી શકાય છે. ખોરાકમાં મોસમી ફળો, લીલાં શાકભાજી, સલાડ, સૂપ વગેરેનો સમાવેશ કરવો. સૂપ કે રાબ જેવી પ્રવાહી વાનગી સૂંઠ નાંખી પીવી. ખોરાક તાજો, ગરમ, તરત પચી જાય તેવો જ લેવો.
શરદી-ઉધરસથી આદુ અને મધ તુરંત જ રાહત અપાવે છે. આદુનો રસ કાઢી તેમાં મધ અને મુલેઠી પાઉડર ઉમેરીને તેનું સેવન કરવું. આ દેશી ઉપચાર કરવાથી શરદી-ઉધરસ તુરંત મટે છે અને સાથે જ ઇમ્યુનિટી પણ સુધરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. GujjuNewsChannel તેની પુષ્ટિ કરતું નથી.)
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | શરદી-ખાંસી દુર કરવાનો રામબાણ ઈલાજ | શરદી નો ઉકાળો | શરદી ના લક્ષણો | શરદી થવાના કારણો | છીંક નો ઈલાજ | ગરમી ની શરદી | માથાની શરદી | શરદી ની ગોળી | વારંવાર શરદી થવાનું કારણ | કાયમી શરદી ની દવા શું છે?