AR Rahman Divorce: એઆર રહેમાને લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરા સાથે કેમ લીધા છુટાછેડા ? જાણો સાચું કારણ...
Why AR Rahman Divorce With Saira Banu : ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એઆર રહેમાનના લગ્ન તૂટી ગયા છે. ગઈકાલે રાત્રે તેની પત્ની સાયરા બાનુએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા સમાચાર આપ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે તે તેના 29 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવી રહી છે. આ સમાચારે ગાયકના ફેંસને ચોંકાવી દીધા છે. તેમના ફેંસ પણ એ હકીકત પચાવી શક્યા નથી કે આટલા વર્ષો સુધી એકબીજા સાથે જીવ્યા પછી આ કપલે અચાનક જ અલગ થવાની જાહેરાત કરી દીધી છે. આ ચોકવનારા સમાચાર વચ્ચે છુટાછેડા માટેના કારણને લઈને નવો વળાંક સામે આવ્યો છે.
એ.આર. રહેમાનના ગ્રુપની બેસ ગિટારિસ્ટ મોહિની ડેએ પણ રહેમાન-સાયરાના છુટાછેડાના થોડા કલાકો પછી તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને લોકોને આ વિશે જાણ કરી છે. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેણે ખુલાસો કર્યો કે તે તેના પતિ માર્ક હાર્ટ્સ સાથેના લગ્નનો અંત લાવી રહી છે. મોહિનીની આ પોસ્ટ બાદ નવી ગોસિપ શરૂ થઈ ગઈ છે અને લોકો એ.આર.રહેમાનના છૂટાછેડાનું કારણ મોહિનીને માની રહ્યા છે.
દંપતીના વકીલે નિવેદન જારી કરીને આ માહિતી આપી પોતાના સંગીતથી માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરના લોકોને મંત્રમુગ્ધ કરનાર સંગીતકાર એ.આર.રહેમાન પોતાની પત્ની સાયરાથી અલગ થવા જઈ રહ્યા છે. લગ્નનાં 29 વર્ષ બાદ કપલે આ નિર્ણય લીધો છે. એ.આર.રહેમાન અને સાયરાના વકીલે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. આ ઉપરાંત વકીલે પોતાના નિવેદનમાં આટલાં વર્ષો પછી અલગ થવાનું કારણ પણ આપ્યું છે. આ લગ્નથી તેમને 3 બાળકો છે. એ.આર.રહેમાન અને સાયરાના સંબંધો પર નજર કરીએ તો તેમના સંબંધોની શરૂઆત વર્ષ 1995માં થઈ હતી. આ લગ્નથી તેમને ખતીજા, રહીમા અને અમીન નામનાં ત્રણ બાળક છે. તેમના સંબંધોમાં એવું કંઈ નહોતું જે સૂચવે છે કે સંબંધોમાં તણાવ છે.
ગાયિકા સાયરા બાનુ ગુજરાતના કચ્છની રહેવાસી છે. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1973ના રોજ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયરા ઉચ્ચ-મધ્યમ વર્ગના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના જીવનમાં, તેમણે ઘણા સામાજિક અને સેવાકીય કાર્યોમાં ભાગ લીધો છે. પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન સાથે લગ્ન કર્યા બાદ સાયરા બાનુએ પોતાના અંગત જીવનને એકદમ ખાનગી રાખ્યું હતું.
એઆર રહેમાને કહ્યું- એક સૂફી હતા જે મારા પિતાની તેમના અંતિમ દિવસોમાં સારવાર કરતા હતા. અમે તેને 7-8 વર્ષ પછી મળ્યા હતા. પછી અમે બીજો આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો જેનાથી અમને શાંતિ મળી હતી. નસરીન મુન્ની કબીરની એ.આર. રહેમાનઃ - એઆર રહેમાને ધ સ્પિરિટ ઓફ મ્યૂઝિકમાં કહ્યું- મારી માતા હિન્દુ ધર્મનું પાલન કરતી હતી. તેમનો હંમેશા આધ્યાત્મિકતા તરફ ઝોક હતો. હબીબુલ્લા રૉડ પરના ઘર જ્યાં અમે મોટા થયા હતા તેની દિવાલો પર હિન્દુ ધાર્મિક ચિત્રો હતા. માતા મેરીએ ઇસુને તેના હાથમાં પકડી રાખેલું ચિત્ર અને મક્કા અને મદીનાના પવિત્ર સ્થળોનું ચિત્ર પણ હતું. એઆર રહેમાનનું પહેલા નામ દિલીપ કુમાર હતું. પોતાનું નામ બદલવા અંગે તેણે કહ્યું હતું- સત્ય એ હતું કે મને મારું નામ ક્યારેય પસંદ નહોતું. મહાન અભિનેતા દિલીપ કુમાર માટે કોઈ અનાદર નથી, પરંતુ તે નામ મેં મારી જાતે જોયેલી છબી સાથે મેળ ખાતું નથી.
એઆર રહેમાને જણાવ્યું હતું કે, તેમને એઆર રહેમાન નામ એક હિન્દુ જ્યોતિષના નામ પરથી પડ્યું હતું. તેના ધર્મ પરિવર્તન પહેલા, તેનો પરિવાર તેની નાની બહેનની કુંડળી લઈને જ્યોતિષ પાસે ગયો હતો, તેઓ તેના લગ્ન કરાવવા માંગતા હતા. તે સમયે જ્યારે રહેમાને તેનું નામ બદલવા વિશે પૂછ્યું ત્યારે જ્યોતિષીએ અબ્દુલ રહેમાન અને અબ્દુલ રહીમ નામ સૂચવ્યા. એઆર રહેમાને કહ્યું, "તેણે અબ્દુલ રહેમાન અને અબ્દુલ રહીમ નામ સૂચવ્યા. તેણે કહ્યું કે કોઈપણ નામ મારા માટે સારું રહેશે. મને રહેમાન નામ ગમ્યું. એક હિન્દુ જ્યોતિષી હતા જેમણે મને મારું મુસ્લિમ નામ આપ્યું.
ઑસ્કર અને ગ્રેમી જેવા સંગીતજગતના પ્રતિષ્ઠિત ઍવૉર્ડથી સન્માનિત એ.આર. રહેમાનને ભારતીય સંગીતની દુનિયામાં લગભગ 32 વર્ષ પૂર્ણ કર્યાં છે. બંનેનું દામ્પત્ય જીવન પણ લગભગ સરખું જ રહ્યું છે.એ.આર. રહેમાને 1989માં 23 વર્ષની ઉંમરે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. રહેમાને કહ્યું હતું કે તેમના માટે ઇસ્લામનો અર્થ છે સાદું જીવન જીવવું અને માનવતા સર્વોપરી છે. સમાચાર સંસ્થા રૉઈટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, "ઇસ્લામ એક મહાસાગર છે. તેમાં 70 થી વધુ સંપ્રદાય છે. હું સૂફી ફિલસૂફીને અનુસરું છું, જે પ્રેમ વિશે છે. હું જે પણ છું, હું અને મારો પરિવાર જે ફિલોસોફીનું પાલન કરે છે તેના કારણે જ છું. દેખીતી રીતે જોઈ શકાય છે કે ઘણું બધું થઈ રહ્યું છે અને તેમાંનું મોટા ભાગનું રાજકીય છે." How Many OSCAR AR Rahman Won ?
રહેમાને સંખ્યાબંધ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. જેમાં લગાન અને તાલ જેવી ફિલ્મોની સાથે ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરનો સમાવેશ થાય છે. રહેમાને દુનિયાના મોટા કલાકારો સાથે કામ કર્યું છે. ઓછું બોલતા કલાકાર એ આર રહેમાને કહ્યું હતું કે, "તેમને આશા છે કે સંગીત લોકોને એક સાથે લાવવામાં મદદ કરશે." રહેમાને કહ્યું હતું કે, "જો તમે ઑર્કેસ્ટ્રામાં હો, તો ત્યાં એક પ્રકારનો વિશેષાધિકાર તમારી પાસે હોય છે અને નથી પણ હોતો. કારણ કે તમે સાથે પરફોર્મ કરી રહ્યા છો. એકસાથે પ્રદર્શન કરવું એટલે જુદી-જુદી રેસમાં દોડવું. અમે જુદા-જુદા ધર્મના છીએ અને સાથે મળીને પ્રદર્શન કરીએ છીએ. આપણી અંદરથી એક જ અવાજ આવે છે. તમે લય સાથે કામ કરો."
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | Why AR Rahman Divorce With Saira Banu | ar rahman | ar rahman Wife | After 29 Years Of Marriage, AR Rehman Will Divorce Begum Saira | એ.આર.રહેમાન અને સાયરાબાનોએ છૂટાછેડા લેવાનું શું કારણ આપ્યું?