એકદમ નવા અને મજાના 111+ ગુજરાતી ઉખાણાં અને તેના જવાબો | Gujarati Ukhana with Answer
બાળકની તર્ક શક્તિનો વિકાસ થાય અને વસ્તુને અન્ય સંદર્ભથી જોવે તે હેતુથી શાળામાં તેમજ ઘરના મોટા વડિલો બાળકને ઉખાણાં પુછતા હોય છે. આ Gujarati Ukhana થી જ્ઞાન સાથે ગમ્મત પણ થઈ જાય છે. અને બાળકોને મનોરંજન પણ થઈ જતું હોય છેે. અમુક અઘરા ઉખાણા મોટા લોકોને પણ ગોથે ચડાવે તેવા હોય છે. આવા ઉખાણામાં નાના-મોટા સૌ લોકોને મજા આવતી હોય છે. પહેલાના સમયગાળામાં જ્યારે વડીલો દ્વારા તેમના બાળકો અને દાદા-દાદીએ તેમના પૌત્રોને અટપટા સવાલો પૂછતાં હતા જેના આધારથી ઉખાણાં સમાન પ્રશ્નાવલી કરવામાં આવતી હતી જેમાં બાળકોને જ્ઞાન પણ પ્રાપ્ત થતું હતું અને જવાબ માટે મગજ પણ કસવું પડતું હતું. Gujarati ukhana pdf | Gujarati ukhana in english | અઘરા ઉખાણાં | ઉખાણાં અને તેના જવાબ ફોટા | 15 મજેદાર ઉખાણા | શાકભાજી ના ઉખાણા | જુના ઉખાણા | ઉખાણા પૂછો | New Gujarati Ukhana With Answer | ukhana in gujarati | ukhana gujarati with answer | paheli puzzle gujarati ukhana with answer | ukhana for man | ukhana for Boys | ukhana gujarati ma | gujrati answer gujarati ukhana javab sathe
ગુજરાતી ઉખાણાં એટલે એવા વાક્યો કે જે ટૂકાં ગુજરાતી ભાષામાં સમજાવવામાં આવે છે તેને ગુજરાતી ભાષામાં "ઉખાણાં" તરીકે ઓળખવામાં આવે છે. આ ઉખાણાં સામાન્યત સરળ, મજાકમાં, શાંતિ અને પ્રેમની વાતો પર આધારિત છે તેમજ આ ઉખાણાં સામાન્યતઃ દિવસની જીવનશૈલી, અનુભવો ના સંબંધો વિષે છે. ઉખાણાં જીવનની મૂળ સમસ્યાઓ પર આધારિત છે અને માનવ અને સમાજના અનુભવોને અમૂલ્ય અનુભવોના રૂપમાં બદલી શકે છે. આ ઉખાણાં સામાજિક સન્દેશો અથવા જીવનની સારવારાંત મૂળભૂત તત્વો પર આધારિત છે. નીચે દર્શાવેલા ઉખાણાં તમે તમારા પ્રેમી અને મિત્રો ને મોકલી જવાબ માટે ચેલેન્જ આપી ગમ્મત કરી શકો છો.
• એવી કઈ જગ્યા છે જ્યાં ઘણાં લોકો હોય છે, છતાં તમે એકલા જ હોવ એવું લાગે છે?
જવાબ - પરીક્ષાખંડ
• પાણીથી બનેલી એક એવી ચીજ જેને સુરજ સુકવી શકતો નથી ? બોલો એ કોણ?
જવાબ - પરસેવો
• એક ચીજ એવી છે... જેને ફ્રીજમાં રાખવામાં આવે તો પણ તે ગરમ જ રહે છે?
જવાબ - ગરમ મસાલો
• એવું શું છે જે દિવાલ પર ચાલે છે... પણ રહે છે પોતાની જગ્યાએ સ્થિર...
જવાબ - ઘડીયાળ
• એવી કઈ ચીજ છે જેટલી ખેંચો એટલી નાની થતી જાય ?
જવાબ - બીડી અને સીગરેટ
• એવી કઈ વસ્તુ છે ? જેને લોકો પહેરે છે, અને હા કેટલાક લોકો ખાય પણ છે...
જવાબ - ચપ્પલ
• એવી કઈ ચીજ છે? એ જો ખીચ્ચામાં હોય તો ખીચું ખાલી જ હોય...
જવાબ - કાણું
• લાગે ઢોલમ ઢોલ શરીર
પણ નથી મારો કંઈ ભાર,
દેહ છે મારો રંગબેરંગી,
બાળકોનો હું છું સંગી...
જવાબ - ફુગ્ગો
• નાના શરીરમાં નાની ગાંઠ, જે દિવસભર કરે કામ પરસ્પર મળીને સંગે રહેતી, આરામનું એને નહીં નામ.
જવાબ = કીડી
• એ તો ભાઈ તો ભારે ઊંચા, પણ લાગે છે સાવ બૂચા, નાની પૂછડી ને ટૂંકા કાન, ને ઊંચી ડોકે ચાવે પાન.
જવાબ = ઊંટ
• કદરૂપી કાયા લઈને જળઘોડો પાણીમાંથી આવે દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઇ ગબડાવે.
જવાબ = હિપોપોટેમસ
• નાનેથી મોટું થાઉં, રંગબેરંગી પાંખો લગાવું હવાની લહેરોમાં તરતું જાઉં, ફૂલો સંગે વાતો કરતું જાઉં.
જવાબ = પતંગિયું
• વર્ષાઋતુને સહન કરતી, ગરમીને ઘોળી પી જાતી બધાને આરામ આપતી જાતી, પણ ઠંડીમાં નકામી બની જાતી.
જવાબ = છત્રી
• બાગબગીચે ગાતી રહેતી, પણ પોતાનું ઘર ક્યારેય ન બનાવતી કોલસાથી વધુ કાળી છે પણ સૌની મનભાવન છે.
જવાબ = કોયલ
• નાકે નકશે એ નમણું દેખાય, પણ ભરતું લાંબી ફાળ આંખો એની ચમકીલી ને ઝડપી એની ચાલ.
જવાબ = હરણ
• ન તો હું સાંભળી શકું, ન તો હું બોલી શકું આંખ તો મારે છે પણ નહીં તોયે જગ આખાને ભણાવતી જાઉં.
જવાબ = ચોપડી
• ટર ટર ટર ટર કરતાં ગાય છે, જાણે પોતાનું ગીત સંભળાવે છે, જ્યારે તેઓ તળાવે તરે છે ત્યારે લાંબી પતવાર બનાવે છે.
જવાબ = દેડકો
• આંધી વર્ષામાં છાતી પહોળી કરી ઠાઠથી હું ઊભો છું, જીવોની હું રક્ષા કરી , ફળ ફૂલનું દાન આપું છું.
જવાબ = વૃક્ષ
• પાણી તો પોતાનું ઘર, ધીમી જેની ચાલ ભય જોઈને કોકડું વળતો, બની જાતો ખુદની ઢાલ.
જવાબ = કાચબો
• કાન મોટા ને કાયા નાની, ને કોમળ એના વાળ કોઈ એને પકડી નાં શકે તેવી છે તેજી એની ચાલ.
જવાબ = સસલું
• છતથી લઈને ખૂણેખાંચરે મળી જાતી છ પગવાળી નાર લાળથી વણતું મલમલ જેવુ કપડું જાળીદાર.
જવાબ = કરોળિયો
• મંદિર, મસ્જિદ ગુરુદ્વારે જે પાતી બહુમાન પાતળી કાયા હોવા છતાં મહેંક દ્વારા કરે પાન પાન.
જવાબ = અગરબતી
• જેવા છો તેવા દેખાશો, માટે મારી અંદર ઝાંકો જલ્દીથી દઈ દો જવાબ ખુદને ઓછા ન આંકો.
જવાબ = અરીસો (દર્પણ)
• થાકવાનું ન મારે નામ, રાત દિવસ હું ચાલતી રહેતી જ્યારે પૂછો ત્યારે સમય બતાવતી, આગળ વધવાનો સંદેશો હું જાતી.
જવાબ = ઘડિયાળ
• ખુલ્લા આસમાનમાંથી જનમું છું, લીલા ઘાસ પર સૂઈ જાઉં છું, મોતી જેવી સૂરત મારી વાદળોની પૌત્રી છું.
જવાબ = ઝાકળબિંદુ
• ન ખાય છે ન પીવે છે, બસ અજવાળાને સાથે લઈને ચાલે છે, પણ છાયાને અને અંધારાને જોઈને મરી જાય છે.
જવાબ = પડછાયો
• શાકભાજીમાં હું છું સૌથી કડવો, પણ ગુણ મારા અપાર રોગોને હું ઝટથી કાપું, મારું નામ બતાવો ચતુર સુજાણ.
જવાબ = કારેલા
તડકો લાગે તો ઊભો થાતો, છાયોં આવે તો મરી જાતો જો કોઈ મહેનત કરે તો ફરી પાછો ઊભો થાતો, હવા આપો તો મરી જાતો.
જવાબ = પરસેવો
• જો તે જાય તો પાછો ન આવે, પણ જઈ રહ્યો હોય તોય નજર ન આવે, આખી દુનિયામાં ચર્ચા એની એ તો સૌથી બળવાન ગણાતો.
જવાબ = સમય
• એક બગીચામાં અનેક ફૂલ, ને તે ફૂલોનો છે એક રાજા રાજા જ્યારે આવે બગીચામાં ત્યારે નાચતાં ફૂલો આખા.
જવાબ = ચંદ્ર અને તારા
• ભરી બજારે થેલો લઈને આવ્યો ચોર બંધ ડબ્બાનું તાળું ખોલી, સામાન સઘળો લઈ જાતો.
જવાબ = પોસ્ટમેન
• રૂડો ને રૂપાળો ને ગોરો ગોરો માખણ જેવો છું મા નો તો ભાઈ નહીં પણ બાળકોનો વ્હાલો મામો છું.
જવાબ = ચાંદામામા
• જેમ જેમ સેવા કરતો જાઉં છું તેમ તેમ મારું કદ ઘટતું જાય છે, રંગબેરંગી મારો સ્વભાવ હોવા છતાં પાણી સાથે મળી જાઉં છું.
જવાબ = સાબુ
• સુવાની એ વસ્તુ છે પણ શાકભાજીવાળો વેચે નહીં ભાવ તો વધારે છે નહી, પણ ભારમાં એ ભારી છે. (101 ગુજરાતી ઉખાણાં જવાબ સાથે)
જવાબ = ખાટલો
• અડધું છું ફળ ને અડધું છું ફૂલ, કાળો રંગ મારો છતાં સ્વભાવે મીઠો મધુર છું.
જવાબ = ગુલાબજાંબુ
• ખિલે એક ફૂલ, થાય અંધારું ડૂલ …
જવાબ = દીવો
• હાથી ઘોડા ફર્યા કરે પણ, પગ એમના ચાલે ના સવાર પીઠે ઘૂમ્યા કરે, ને ફરવાની મજા લીધા કરે
જવાબ = ચકડોળ
• કાગળની છે કાયા, અક્ષરની છે આંખ અલકમલકની સહેલ કરાવે, ખૂલે છે જ્યારે પાંખ
જવાબ = પુસ્તક
• પંદર દિવસ વધતો જાય, પંદર દિવસ ઘટતો જાય સૂરજની તો લઈને સહાય, રાત્રીભર પ્રકાશ પાથરતો જાય
જવાબ = ચંદ્ર
• રંગે બહુ રૂપાળો છું થોડું ખાઉં તો ધરાઇ જાઉં વધુ ખાઉં તો ફાટી જાઉં
જવાબ = ફુગ્ગો
• પાણીનું અબૂકલું ઢબૂકલું છું, પાણીમાં જ રહીને ફરું છું પાણીના તરંગોમાં નાચું છું, પાણીમાં જ તરવું મારૂ કામ છે
જવાબ = માછલી
• અબૂકલું ઢબૂકલું, પવનથી હલકો થઈને આકાશમાં ઊંચે ચઢું છું મારા અનેક રંગ છે, નાના મોટાઓનો આનંદ મારી સાથે છે
જવાબ = પતંગ
• અબૂકલું ઢબૂકલું, લીલું લીલું માટલું અંદર લાલમ લાલ, કાપીને બહેનીને આપ …
જવાબ = તરબુચ
• લાલ કિલ્લામાં કાળા સિપાઈ લીલી દીવાલમાં ગયા સમાઈ
જવાબ = તરબુચ
• આટલીક દડી ને હીરે તે જડી દિવસે ખોવાણી તે રાત્રે જડી
જવાબ = તારા
• બહેનીના માથેથી મોતી ભર્યો થાળ વધાવ્યો રે ગોળ ગોળ થાળ ફરતો જાય, પણ મોતી તેમાંથી એકપણ ન પડે
જવાબ = તારા
• વડ જેવા પાન ને શેરડી જેવી પેરી મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી
જવાબ = આંકડો
• ચાલે છે પણ જીવ નથી, હલે છે પણ પગ નથી ખવાય છે પણ ખૂટતો નથી, બેઠક છે પણ બાજઠ નથી…
જવાબ = હિંચકો
• ધોળું ખેતરને કાળા ચણા હાથે વાવ્યાં ને મોં એ લણ્યા
જવાબ = અક્ષર
• પઢતો પણ પંડિત નહિ, પાંજરે પૂર્યો પણ ચોર નહિ ચતુર હોય તેઓ ચેતજો, મધુરો પણ મોર નહિ
જવાબ = પોપટ
• સૂરજ સામે મન ભરીને જોયા કરે સુવે ડાળીમાં સાંજ પડે થાકી જઈને
જવાબ = સૂરજમુખી
• વનવગડે વસ્તી વગર ઊગી નીકળે, સફેદ ને જાંબલી રંગે સોહાતો રહેતો એના ફૂલની માળા પહેરી હનુમાનજી મલકાતા રહેતા
જવાબ = આંકડો
• સફેદ ફૂલ ને કેસરી દાંડી વાતાવરણને મહેકાવતા જાય રાત જતી ને સુવાસ લઈને નવી સવાર આવતી જાય
જવાબ = પારિજાત
• ધોમધકતા ઉનાળામાં લાલ ચટ્ટાક ખિલતો જાય જાણે લાલ રંગી ફૂવારો ઉડતો જાય
જવાબ = કેસૂડો
• ઘરના ખૂણે એકલું બેસીને બોલતું જાય દુનિયાભરની અવનવી વાતોનો ખજાનો આપણી પાસે ખોલતું જાય
જવાબ = ટેલિવિઝન (ટીવી)
• પાંચ પાડોશી અને વચ્ચ માં અગાશી
જવાબ = હથેળી
• વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે, કાગળ નહીં, કલમ નહીં બોલો શું છે મારું નામ?
જવાબ = ચશ્માં
• એવું શું છે જે પેદા થતા ની સાથે જ ઉડવા નું શરૂ કરી દે છે?
જવાબ = ધુમાડો
• એવું શું છે જેને ચાર પગ હોવા છતાં પણ ચાલી શકતું નથી?
જવાબ = ટેબલ
• એ કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે?
જવાબ = તરસ
• એ શું છે જેની આંખોમાં જો આંગળી નાખો તો તે પોતાનું મોઢું ખોલી દે છે?
જવાબ = કાતર
• લીલો ઝંડો, લાલ કમાન, તોબા તોબા કરે માણસ
જવાબ = મરચાં
• એ કઈ વસ્તુ છે જે ઉપર-નીચે થાય છે પણ પોતાની જગ્યાએ જ રહે છે?
જવાબ = સીડી
મા નો તો ભાઈ નહીં પણ બાળકોનો વ્હાલો મામો છું."
જવાબ = ચાંદામામા
• "જેમ જેમ સેવા કરતો જાઉં છું તેમ તેમ મારું કદ ઘટતું જાય છે,
રંગબેરંગી મારો સ્વભાવ હોવા છતાં પાણી સાથે મળી જાઉં છું."
જવાબ = સાબુ
• "સુવાની એ વસ્તુ છે પણ
શાકભાજીવાળો વેચે નહીં ભાવ તો વધારે છે નહી,
પણ ભારમાં એ ભારી છે."
જવાબ = ખાટલો
• "અડધું છું ફળ ને અડધું છું ફૂલ,
કાળો રંગ મારો છતાં સ્વભાવે મીઠો મધુર છું."
જવાબ = ગુલાબ
• "જાંબુખિલે એક ફૂલ, થાય અંધારું ડૂલ.."
જવાબ = દીવો
• "હાથી ઘોડા ફર્યા કરે પણ,
પગ એમના ચાલે ના સવાર પીઠે ઘૂમ્યા કરે,
ને ફરવાની મજા લીધા કરે"
જવાબ = ચકડોળ
• "કાગળની છે કાયા,
અક્ષરની છે આંખ અલકમલકની સહેલ કરાવે,
ખૂલે છે જ્યારે પાંખ"
જવાબ = પુસ્તક
• "પંદર દિવસ વધતો જાય,
પંદર દિવસ ઘટતો જાય સૂરજની તો લઈને સહાય,
રાત્રીભર પ્રકાશ પાથરતો જાય"
જવાબ = ચંદ્ર
• "રંગે બહુ રૂપાળો છું થોડું ખાઉં
તો ધરાઇ જાઉં વધુ ખાઉં તો ફાટી જાઉં"
જવાબ = ફુગ્ગો
• "પાણીનું અબૂકલું ઢબૂકલું છું,
પાણીમાં જ રહીને ફરું છું પાણીના તરંગોમાં નાચું છું,
પાણીમાં જ તરવું મારૂ કામ છે"
જવાબ = માછલી
• "અબૂકલું ઢબૂકલું,
પવનથી હલકો થઈને આકાશમાં ઊંચે ચઢું છું
મારા અનેક રંગ છે,
નાના મોટાઓનો આનંદ મારી સાથે છે"
જવાબ = પતંગ
• "લાલ કિલ્લામાં કાળા સિપાઈ
લીલી દીવાલમાં ગયા સમાઈ"
જવાબ = તરબુચ
• "આટલીક દડી ને હીરે તે જડી
દિવસે ખોવાણી તે રાત્રે જડી"
જવાબ = તારા
• "બહેનીના માથેથી મોતી ભર્યો થાળ વધાવ્યો રે
ગોળ ગોળ થાળ ફરતો જાય,
પણ મોતી તેમાંથી એકપણ ન પડે"
જવાબ = તારા
• "વડ જેવા પાનને શેરડી જેવી
પેરી મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી"
જવાબ = આંકડો
• "ચાલે છે પણ જીવ નથી,
હલે છે પણ પગ નથી ખવાય છે પણ ખૂટતો નથી,
બેઠક છે પણ બાજઠ નથી…"
જવાબ = હિંચકો
• "ધોળું ખેતરને કાળા ચણા હાથે વાવ્યાં ને મોં એ લણ્યા"
જવાબ = અક્ષર
પાંજરે પૂર્યો પણ ચોર નહિ ચતુર
હોય તેઓ ચેતજો, મધુરો પણ મોર નહિ"
જવાબ = પોપટ
• "સૂરજ સામે મન ભરીને જોયા કરે
સુવે ડાળીમાં સાંજ પડે થાકી જઈને"
જવાબ = સૂરજમુખી
• "વનવગડે વસ્તી વગર ઊગી નીકળે,
સફેદ ને જાંબલી રંગે સોહાતો રહેતો
એના ફૂલની માળા પહેરી હનુમાનજી મલકાતા રહેતા"
જવાબ = આંકડો
• "સફેદ ફૂલ ને કેસરી દાંડી વાતાવરણને મહેકાવતા જાય
રાત જતી ને સુવાસ લઈને નવી સવાર આવતી જાય"
જવાબ = પારિજાત
• "ધોમધકતા ઉનાળામાં લાલ ચટ્ટાક ખિલતો જાય જાણે
લાલ રંગી ફૂવારો ઉડતો જાય"
જવાબ = કેસૂડો
• "ઘરના ખૂણે એકલું બેસીને બોલતું જાય
દુનિયાભરની અવનવી વાતોનો ખજાનો
આપણી પાસે ખોલતું જાય"
જવાબ = ટેલિવિઝન (ટીવી)
• "પાંચ પાડોશી અને વચ્ચ માં અગાશી"
જવાબ = હથેળી
• "વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે,
કાગળ નહીં, કલમ નહીં બોલો શું છે મારું નામ?"
જવાબ = ચશ્માં
ઉડવા નું શરૂ કરી દે છે?"
જવાબ = ધુમાડો
• "એવું શું છે જેને ચાર પગ હોવા છતાં પણ
ચાલી શકતું નથી?"
જવાબ = ટેબલ
• "એ કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે?"
જવાબ = તરસ
• "એ શું છે જેની આંખોમાં જો આંગળી નાખો તો
તે પોતાનું મોઢું ખોલી દે છે?"
જવાબ ~ કાતર
• "લીલો ઝંડો, લાલ કમાન, તોબા તોબા કરે માણસ"
જવાબ = મરચાં
• "એ કઈ વસ્તુ છે જે ઉપર-નીચે થાય છે
પણ પોતાની જગ્યાએ જ રહે છે?"
જવાબ = સીડી
• "ઉડું છું પણ પંખી નહીં, સૂંઢ છે પણ હાથી નહી,
છ પગ પણ માખી નહી,ગીત ગાઉં છું પણ ભમરો નહીં."
જવાબ : મચ્છર
• "ત્રણ નેત્ર પણ શંકર નહીં, વાળ ઘણા પણ ઘેટું નહીં,
પાણી છે પણ ઘડો નહીં, સન્યાસી છે પણ ભગવાન નહીં."
જવાબ : નારિયેળ
• "રંગ બેરંગી લકડક નાર, વાત કરે ન સમજે સાર,
સૌ ભાષામાં બોલે એ, ચાલે ત્યાં આંસુની ધાર."
જવાબ : બોલપેન
• "વડ જેવા પાન ને શેરડી જેવી પેરી
મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી."
જવાબ : આંકડો
• "દાદા છે પણ દાદી નથી, ભાઈ છે પણ ભાભી નથી,
નવરો છે પણ નવરી નથી,રોજી છે પણ રોટી નથી!!!"
જવાબ : દાદાભાઈ નવરોજી
• "ગોળ ગોળ ફરતી જાય, ફરતી ફરતી ગાતી જાય,
દાણો દાણો ખાતી જાય,તોય એનુ પેટ ન ભરાય."
જવાબ : ઘંટી
• "આમ તો નીચી નજરે ચાલે,રીસાય ત્યારે પગ પછાડે,
લોકોનો એ ભાર વેંઢારે,તોય કોઇ સારો ન માને."
જવાબ : ગધેડો
• "તણખલા રૂના સંગાથે, ઝૂલું ડાળે ડાળ,
જ્યારે પંખી ઊડી જાતા,બચ્ચાની રાખું સંભાળ."
જવાબ : માળો
• "બોખું બોખું મોં ફરે, કરે મઝાની વાતો,
આખા ઘરમાં ખુલ્લો મુકે, વાર્તાનો ખજાનો."
જવાબ : દાદા-દાદી
• "મા ગોરી રૂપકડી, ને બચ્ચા કાળાં મેશ,
મા મરે, બચ્ચા જો ભળે, દૂધ-ચામાં સુગંધ પ્રસરે."
જવાબ : એલચી
દેહ છે મારો રંગબેરંગી, બાળકોનો છું હું સંગી."
જવાબ : ફુગ્ગો
રંગબેરંગી જોવા મળતી, કહો ક્યા નામે ઓળખાતી ?"
જેટલું રડું એટલું ગુમાવું ? તો બોલો મિત્રો કોણ હું ?"
જવાબ : મિણબત્તી
• "સાત વેંતનું સાપોલિયું, મુખે લોઢાનાં દાંત,
નારી સાથે રમત રમુ, જોઇને હસે કાંત."
જવાબ : સાંબેલુ
એક એકના અંગમાં બબ્બે જણ બેઠા."
જવાબ : ખાટલો
• "અડધું ફળ ને અડધું ફૂલ, જોવા મળું ના બાગમાં,
રંગે કાળું પણ મધ મીઠું તો ઝટપટ કહો હું કોણ..?"
જવાબ : ગુલાબ જામુન
• "વાણી નહીં પણ બોલી શકે, પગ નથી પણ ચાલી શકે,
વાગે છે પણ કાંટા નહીં, એના ઈશારે દુનિયા ચાલે બોલો શું..?"
જવાબ : ઘડિયાળ
• "ચાર ખૂણાનું ચોકઠું, આભે ઉડ્યુ જાય,
રાજા પૂછે રાણીને, આ ક્યુ જનાવર જાય."
જવાબ : પતંગ
• "બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ,
જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચ કચ માં
બોલો એ શું..?"
જવાબ : કાતર
થોડું ખાઉં ને ધરાઈ જાઉં, વધુ ખાઉં તો ફાટી જાઉં બોલો હું કોણ..?"
જવાબ : ફુગ્ગો
• "ઘરમાં મહેમાનોને દેવાય, વોટમાં નેતાઓને દેવાય
આરામ કરવામાં વપરાય બોલો એ શું..?"
જવાબ : ખુરશી
"પીળા પીળા પદ્મસી, ને પેટમાં રાખે રસ
થોડા ટીપાં વધુ પડે તો, દાંતનો કાઢે કસ! બોલો એ શું..?"
જવાબ : લીંબું
• "પગ વિના ડુંગરે ચડે, મુખ વિના ખડ ખાય,
રાણી કહે રળિયામણું, ક્યુ જનાવર જાય ?"
જવાબ : ધુમાડો
• "ખારા જળમાં બાંધી કાયા, રસોઈમાં રોજ મારી માયા
જન્મ ધર્યાને પારા છોડા, મારા દામ તો ઉપજે થોડા બોલો હું કોણ..?"
જવાબ : મીઠું
• "જો તમારી પાસે ચાર ગાય
અને બે બકરી છે તો
તમારી પાસે કેટલા પગ છે..?"
જવાબ : બે
• "એવું શું છે જે પાણીમાં પડે
તોય ભીનું ના થાય..?"
જવાબ : પડછાયો
• "એવું શું છે જે જેનું હોય એ જ જોઈ શકે
અને માત્ર એક જ વાર જોઈ શકે..?"
જવાબ : સપનું
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | Gujarati ukhana pdf | Gujarati ukhana in english | અઘરા ઉખાણાં | ઉખાણાં અને તેના જવાબ ફોટા | 15 મજેદાર ઉખાણા | શાકભાજી ના ઉખાણા | જુના ઉખાણા | ઉખાણા પૂછો | New Gujarati Ukhana With Answer | ukhana in gujarati | ukhana gujarati with answer | paheli puzzle gujarati ukhana with answer | ukhana for man | ukhana for Boys | ukhana gujarati ma | gujrati answer gujarati ukhana javab sathe