
NTPC લિમિટેડના ગ્રીન એનર્જી યુનિટ, NTPC ગ્રીન એનર્જી (NTPC Green Energy IPO) ના પ્રારંભિક શેરનું વેચાણ ₹10,000 કરોડના ઇક્વિટી શેરનું નવેસરથી ઇશ્યુ થશે.
સરકારી કંપની NTPCની પેટાકંપની NTPC ગ્રીન એનર્જીના IPOની લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી છે. NTPC ગ્રીન એનર્જી આ IPO દ્વારા રૂ. 10,000 કરોડનું ફંડ એકત્ર કરશે. NTPCએ તેના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 102 થી રૂ. 108 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરી છે. NTPC ગ્રીન એનર્જીનો IPO 19 નવેમ્બરથી સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 22 નવેમ્બરે બંધ થશે. IPOના શેર 25 નવેમ્બર સુધીમાં અલોટ કરવામાં આવશે. જ્યારે IPO 27 નવેમ્બરે BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીમાં ફાઇલિંગમાં આપેલી માહિતી અનુસાર, NTPC ગ્રીનનો રૂ. 10,000 કરોડનો IPO સંપૂર્ણપણે ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ હશે. આના માટે કોઈ ઓફર ફોર સેલ (OFS) હશે નહીં. આમાં રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 138 શેર માટે બિડ કરવી પડશે. આની ઉપર 138 શેરના ગુણાંકમાં બિડિંગ કરવાની રહેશે. આનો અર્થ એ છે કે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,904 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેઓ વધુમાં વધુ 13 લોટ માટે બિડ કરી શકશે.
IPO DATE | 19 to 22 નવેમ્બર |
ALLOTMENT DATE | 25 નવેમ્બર |
LISTING DATE | 27 નવેમ્બર |
IPO PRICE BAND | Rs.108/share - 138 Share/Lot |
IPO દ્વારા કંપની 10 હજાર કરોડનું ફંડ એકત્ર કરશે. આ ફંડ કંપની દ્વારા બે કામમાં વાપરવામાં આવશે. 2027 સુધીમાં 19,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટમાં મોટાભાગનું ફંડ વાપરવામાં આવશે અને બાકીના ફંડથી કંપનીનું દેવું ચુકવવામાં આવશે.
કંપનીના કર્મચારીઓ માટે રૂ. 200 કરોડના શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે. પાત્ર કર્મચારીઓને શેર ખરીદીમાં પ્રત્યેક શેર પર 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ સિવાય તેના શેરધારકો માટે 1000 કરોડ રૂપિયાના શેર રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. NTPC ગ્રીન એનર્જીની રેવન્યુ FY2022માં રૂ. 910.42 કરોડથી વધીને FY2024માં રૂ. 1,962.6 કરોડ થયું છે. કંપનીનો ચોખ્ખો નફો FY22માં રૂ. 94.74 કરોડથી 90.75 ટકાના CAGRથી વધીને FY24માં રૂ. 344.72 કરોડ થયો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , NTPC ગ્રીન એનર્જીના IPOની આવી ગઈ તારીખ, જાણો કેટલી છે પ્રાઇસ બેન્ડ અને ક્યારે થશે લિસ્ટીંગ ? Know About NTPC IPO GMP , NTPC Green Energy IPO Date Prices Lot Size GMP Listing date