Gujarati New Year Wishes : ગુજરાતી નવા વર્ષના પર્વની પ્રિયજનો-મિત્રોને પાઠવો શુભેચ્છા, મોકલો સાલ મુબારકના આ ખાસ મેસેજ
Happy Gujarati New Year Wishes in Gujarati: ગુજરાતમાં દિવાળીના બીજા દિવસે નવા વર્ષની ઉજવણી કરાઈ છે. કારતક માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસ ગુજરાતી લોકો એકબીજાને ભેટીને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. તેને બેસતું વર્ષ પણ કહેવામાં આવે છે. તમે ગુજરાતી નવા વર્ષના ખાસ અવસર પર પ્રિયજનો અને મિત્રોને શુભેચ્છા મેસેજ મોકલી શકો છો. જેમાં તમે સાલ મુબારક, નવા વર્ષના રામ રામ , નવા વર્ષની શુભકામના કે Happy New Year કહીને પણ શુભેચ્છા પાઠવો છે.
🙏નૂતન વર્ષા અભિનંદન🙏
આજથી શરૂ થતું વિક્રમ સવંત 2081નું નૂતન વર્ષ
આપને તથા આપના પરિવારજનોને
નિરામય, સુખપ્રદ, શાંતિપૂર્ણ, યશસ્વી, સફળ,
સાર્થક, સત્સંગ અને સેવા ભક્તિથી ભરપૂર બની રહે
તેવી પ્રભુ શ્રી દ્વારકાધીશ પાસે પ્રાથના..
🙏નૂતન વર્ષ 2081 ના આપ સૌને રામ રામ🙏
નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે
આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે
નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જાથી ભરપૂર કરે તેવી
નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ...
ફૂલ ખીલશે બગીચામાં અને સુંદરતા જોવા મળશે,
વીતેલા વર્ષની ખાટી-મીઠી યાદો સાથે રહેશે,
આવો નવા વર્ષની ઉજવણી હાસ્ય અને ખુશીઓ સાથે કરીએ,
નવા વર્ષની પ્રથમ સવાર અગણિત ખુશીઓ લાવશે.
હેપ્પી બેસતું વર્ષ.
આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે
સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે
નૂતન વર્ષાભિનંદન… નવા વર્ષની શુભકામનાઓ.
ફૂલો ખીલતા રહે તમારા જીવનના માર્ગમાં,
સ્મિત હોઠ પર અને ચમક રહે તમારી આંખોમાં,
દિલથી માત્ર એક જ પ્રાર્થના છે તમારા માટે,
નવા વર્ષમાં તમે રહો ખુશીના વાતાવરણમાં.
હેપ્પી બેસતું વર્ષ.
નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, નૂતન વર્ષાભિનંદન.
सर्वस्तरतु दुर्गाणि सर्वो भद्राणि पश्यतु।
सर्वः कामानवाप्नोतु सर्वः सर्वत्र नन्दतु॥
આપ સૌનું આ નવીન વર્ષ ઉર્જા અને આંનદથી પલ્લવીત થાય તેવી ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું.
🪔આપ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ 🎊
વીતી ગયેલું વર્ષ ભૂલી જાવ,
આ નવા વર્ષને ચાલો સ્વીકારીએ,
પ્રાર્થના કરીએ છીએ માથું નમાવીને ભગવાનથી,
થઈ જાય તમારા બધા સપના ઝડપથી સાકાર.
હેપ્પી બેસતું વર્ષ.
આ વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ,
નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવશે.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા
ભૂલી જાવ ભૂતકાળને,
દિલમાં વસાવી લો આવતીકાલને,
હસો અને હસાવો, ગમે તે હોય ક્ષણ,
સુખ લઈને આવશે આવતીકાલ.
નૂતન વર્ષાભિનંદન.
નવાવર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ…
નવું વર્ષ તમારી માટે સુખદાયક નિવડે તથા
આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના!
આ નવા વર્ષમાં ખુશીઓનો વરસાદ વરસે,
પ્રેમથી ભરેલા દિવસો અને સ્નેહથી ભરેલી રાતો હોય,
રોષ અને દ્વેષ કાયમ માટે અદૃશ્ય થઈ જાય,
દરેકના દિલમાં આવી જ ઈચ્છાઓ હોય.
હેપ્પી બેસતું વર્ષ. Happy New Year
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુઃખ તમારા દ્વારને ભૂલતું રહે.
નૂતન વર્ષાભિનંદન.
વીતી ગઈ દિવાળી લો આવ્યું પાછું નવું વર્ષ,
નવા ઉમંગો ને નવલા સ્વપ્નો કાજે કરીયે ઉત્કર્ષ,
ન ભૂલીએ જુના સબંધો એ તો હો જાણે વટવૃક્ષ,
જુના એવાજ ઘટદાર એને છાંયડે શાતાનો સ્પર્શ.
🙏આપને તથા આપના પરિવારને નૂતન વર્ષા ભિનંદન 🙏
માઁ ભગવતી શક્તિ માતાની કૃપાથી,
મનમાં રહેલ અહમ, ઘમંડ અને અભિમાન દુર કરી,
સુમેળ ભર્યા સંબંધો તરફ દોરી જાય તેવી,
આવનારા નવા વર્ષની શરૂઆતમાં અપેક્ષા રાખીએ.
🙏 મારા પરમ સ્નેહીજનને સાલ મુબારક 🙏
May this new year...,
come with a beautiful beginning, fresh hope, bright days and new dreams.
Wishing you a Happy new year_.🎉🎉🎊🎊
“ᴡɪsʜɪɴɢ ʏᴏᴜ ᴀɴᴅ ʏᴏᴜʀ ғᴀᴍɪʟʏ ɢᴏᴏᴅ ʜᴇᴀʟᴛʜ, ʜᴀᴘᴘɪɴᴇss,
sᴜᴄᴄᴇss ᴀɴᴅ ᴘʀᴏsᴘᴇʀɪᴛʏ ɪɴ ᴛʜᴇ ᴄᴏᴍɪɴɢ ʏᴇᴀʀ!
ʜᴀᴠᴇ ᴀ ɢʀᴇᴀᴛ sᴛᴀʀᴛ ᴛᴏ ᴀ ɢʀᴇᴀᴛ ʏᴇᴀʀ!”
ʜᴀᴘᴘʏ ɴᴇᴡ ʏᴇᴀʀ ❣️.
નૂતન વર્ષા અભિનંદન ❣️🙏🏻
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarati New Year 2024 Wishes in Gujarati , Sal Mubarak gujarati Wishes , બેસતા વર્ષની શુભેચ્છા , Latest Happy News Year wishes quotes messages images to share with loved ones in gujarati , Gujarati Happy New Year Wishes in Gujarati , સાલ મુબારક, નવા વર્ષના રામ રામ , નવા વર્ષની શુભકામના કે Happy New Year શુભેચ્છા