Vav Assembly Seat Election : વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે ઠાકોર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જાતીય સમીકરણને ધ્યાને લઈ અને ભાજપે ઠાકોર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. આ દરમિયાન હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં હવે ઠાકોર વર્સિસ રાજપૂતની લડાઈ જામશે. છેલ્લી ઘડીએ આખરે ભાજપે વાવમાં પોતાના ઉમેદરના નામ પર મંજૂરીની મહોર મારી દીધી છે.
ભાજપે વાવ પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે વાવ બેઠક માટે ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે સીધી જંગ થશે. 2022માં સ્વરૂપજીએ ચાખ્યો હતો હારનો સ્વાદ સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં અને 15,601 મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.
ગુલાબસિંહ રાજપૂત અસારવા ગામના વતની છે. તેઓ પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. થરાદ પૂર્વ ધારાસભ્ય 2019ની પેટા ચૂંટણી જીત્યા હતા. ગુલાબસિંહ યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વર્ષ 2022માં થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા હતા.
વાવ વિધાનસભામાં વાવ, ભાભર અને સુઈગામ એમ કુલ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 1985થી અત્યારસુધી 37 વર્ષનો રાજકીય ઈતિહાસ જોઇએ તો વાવ વિધાનસભા બેઠક પરથી પ્રથમવાર 1985માં કોંગ્રેસના પરબત પટેલની જીત થઇ હતી. 1990માં જનતાદળના માવજી પટેલની જીત થઇ હતી. 1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂતની જીત થઇ હતી. 2007માં ભાજપના પરબત પટેલનો વિજય થયો હતો. 2012માં શંકર ચૌધરી અને 2017 તેમજ 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો. આમ, વાવ બેઠક પર ત્રણવાર કોંગ્રેસ, એકવાર જનતા દળ અને બેવાર ભાજપે જીત મેળવેલી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Congress And Bjp Candidate Declared For Vav Assembly Seat Election , વાવ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી જંંગ