
Best Gujarati Romantic And Dard Shayari | અત્યાર સુધીને Latest દુ:ખ અને પ્રેમમય શાયરી ગુજરાતીમાં
BEST 100+ Gujarati Romantic And Dard Shayari & Status : દુઃખ શાયરી ગુજરાતી, gujarati shayari text, ગુજરાતી શાયરી લખેલી, બેસ્ટ ગુજરાતી શાયરી
New Love And Romantic Shayari In Gujarati Text : પ્રેમથી માણસ મજબૂત બને છે તો ક્યારેક પ્રેમની દૂરીથી વ્યક્તિ નબળો પડી જાય છે. આ સમયે લોકો પોતાની વ્યથા વ્યક્ત કરવા કેટલીક (ઈમોશનલ) લાગણી શાયરી નો સહારો લે છે. અહીં અમે કેટલીક આવી દર્દ ભરી , દુ: ખ શાયરી ગુજરાતી માં તેમજ બેસ્ટ ગુજરાતી શાયરી, ગુજરાતી શાયરી , Yaad Shayri લવ શાયરી , પ્રેમ લવ શાયરી , સાચો પ્રેમ શાયરી , જીવન સાથી શાયરી , ગુજરાતી શાયરી દર્દભરી , ગુજરાતી પ્રેમની શાયરી , જિગરી દોસ્ત શાયરી , ગુજરાતી શાયરી જિંદગી , ગુજરાતી પ્રેમની શાયરી 2 line માં , Romantic Shayri એટીટ્યુડ શાયરી , Shayari Image ગુડ morning શાયરી , ગુજરાતી શાયરી લખેલી (gujarati shayari text) , દિલ પ્રેમ શાયરી , ગુજરાતી શાયરી જિંદગી , કદર શાયરી અને એટીટ્યુડ શાયરી સહિતની શાયરી આપી રહ્યા છીએ.
Like લેવી મોટી વાત નથી હોતી સાહેબ...
પણ લોકો ના દિમાગ મા આપણુ નામ Save કરાવવુ મોટી વાત છે...
લાગણી છલકાય જેની, વાત વાત માં,
માત્ર એક બે જણ હોય છે એવા, લાખમાં.
લડ્યા ઉજાગરા એક ઝોંકા ની વાત માં,
ને પછી કતલ થયું નીંદર નું મધરાત માં!
એ ના પૂછો આંખ આટલી લાલ કેમ છે?
રક્ત ફેલાયું છે ઊંઘ નું આંખ માં!!
દિલ વીંધાયુ ને ગીતો ગુંજ્યા તો સમજાઈ ગયું..
કે લાકડાં નાં છિદ્રોમાંથી વાંસળી વાગી શી રીતે..!
સાચવેલા પાત્રમાંથી સ્પર્શ જૂનો નીકળે...
અને પછી કાગળ અડ઼ુ તો એ'ય ઉનો નીકળે.!
વીતેલી વાતને આમ વાગોળવી શું?
હોય ચોખ્ખી જાત પછી ચાળવી શું?
આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.
મસ્તક સદાય ઉન્નત રાખી શકાય બેશક,
ઝૂકી જવાય એ પણ, છે એટલું જરૂરી.
મીણબત્તી જેવુ દિલ મળ્યુ છે શું કરીયે,
જેમને જરુર પડે એમ સળગાવી જાય છે..
વાદળો પોસ્ટ કરી દીધાં છે,
પણ એવું બને કે - સરનામું પલળી ગયું હોય..!!!
કોઈ બીજી રીત હોય તો બતાવો જીવવાની, ખાલી શ્વાસ લઇ લઈને તો થાકી ગયા હવે !!
► આ પણ વાંચો :143+ Latest Gujarati Shayari | બેસ્ટ ગુજરાતી શાયરી કલેક્શન | ગુજરાતી શાયરી લખેલી
પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો...
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે...💕
બેવફા પાંપણ ના પલકારે વાત કહી ગઈ,
મર્મ એનો ઉકેલવામા રાત વહી ગઈ.😍
ચા-કોફી જેવી બાબતમાં શું ચળવું ?
આખેઆખા માણસની લત પાડી બેઠાં.
પંખી ઉડી જાય એનો ક્યાં વાંધો છે,
બસ ડાળ ધ્રુજવી ના જોઈએ સાહેબ !!
❛લાગે જો કડવી કદી કોઈ વાત મારી તને,
તું ચૂમી ને હોઠ મારા એને મીઠી કરી જજે!❜
તારી ગલીની એ સફર હજુ યાદ છે મને,
ભલે હું વાસ્કો-દ-ગામા નહોતો...
...પણ શોધ મારી લાજવાબ હતી❣️
બહું દિવસ પછી એમની ફરીયાદ આવી છે
આજ એમને અમારી યાદ આવી છે...❤️❤️
ખામી ને ખમી શકે, એ જ સાચો સંબંધ.
ખાલી રેશનકાર્ડ જ અલગ હોય છે,
સાહેબ..
બાકી દોસ્તો તો સગા ભાઈથી પણ
વિશેષ હોય છે..
ઉંમર ને વાવી અમે અનુભવો લણયા છે...
ઉપજ એ છે, તમ સરીખા સ્નેહીઓ મળ્યા છે.
ઝાટક્યો પલંગ ત્યાં તરત બહાર નીકળ્યા...
ઓશિકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા..!!!
રાખ ઊડે શ્વાસની ચારેતરફ,
એક ચપટી પણ ભરી શકતો નથી.
અમે ઉછળતાં મોજાને આંખોમાં ભર્યા
ને પછી આથમતાં સુરજની સામે ધર્યા
કંઈ જ નક્કી નહીં, આ તો માણસ કહેવાય,
બહારથી પોતાનો, અંદર બીજાનો નીકળે.
તું કૃષ્ણ તો હું ય સુદામા છું તારો જ દોસ્ત,
લેવાં તું જ આવજે દોડી,મને પ્રોક્સી નહીં ફાવે.
ભયસુચક થઈ આ સપાટી સ્મરણોની,
કયાંક બહુ વરસાદ જેવું લાગે છે.
અધૂરી હોય ઈચ્છા ત્યાં સુધી ક્યાં દેહ છૂટે છે?
તને ઝંખ્યા કરું છું એટલે જીવ્યા કરું છું હું.
શ્વાસ પણ , અંદર જઈને પાછા વળી જાય છે, છતાંયે કેમ કોઈક અંદર કાયમ રહી જાય છે..!!
વાદળ થઈ હું આવ્યો છું ને તું કે’ છે ‘હું ઘેર નથી’,
આ વખતે જો ના પલળ્યો તો તારી સ્હેજે ખેર નથી.
રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.
તું અને હું જાણે સામા કિનારા, પણ વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના પણ મૌન કંઈ કહેતું એ શું?
રહ્યો એના જીવનમાં અંધાર શાને?
એ માણસ તો વર્ષોથી પૂનમ ભરે છે...!!
મેઘની ઑકાતને લલકારવા,
અશ્રુઓ ઊતરી પડ્યા મેદાનમાં....
કોઈ જૂની યાદનો ભડકો થયો,
ને અમે દાઝી ગયા વરસાદમાં.....
રીત નોખી હતી અજવાળું કરવાની
તમે દિપક સળગાવીંયો ને અમે દિલ.
આંસુ તો હૃદયમાંથી નીકળે છે,
આંખો તો ખાલી સૂચના આપે છે કે, અંદર બેહદ દર્દ છે.
Gujju News - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarati Suvichar Image - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - sad shayri in hindi - લાગણી શાયરી - ગુજરાતી શાયરી - લવ શાયરી - શાયરી ગુજરાતી - બેસ્ટ ગુજરાતી શાયરી - ગુજરાતી પ્રેમની શાયરી 2 line - યાદ ની શાયરી - ગુજરાતી વટ શાયરી - પ્રેમ લવ શાયરી - સાચો પ્રેમ શાયરી - જીવન વિશ્વાસ શાયરી - જીવન સાથી શાયરી - ગુજરાતી શાયરી દર્દભરી - ગુજરાતી શાયરી લખેલી - બેવફા શાયરી - ગુજરાતી પ્રેમની શાયરી - ગુજરાતી શાયરી જિંદગી , દુઃખ શાયરી ગુજરાતી , ગુજરાતી શાયરી લખેલી ,Gujarati Romantic Shayari & Status , ગુજરાતી શાયરી લખેલી