
એક કોમેડિયન જે બન્યા યુક્રેનના રાષ્ટ્રપતિ
યુદ્ધથી નબળા પડી રહેલા યુક્રેન દેશના રાષ્ટ્રપતિ જેલેંસ્કી પોતાના લોકોની હિંમત વધારી રહ્યા છે. આજે આખી દુનિયા તેમનું નામ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે વોલોડીમીર ઝેલેન્સકી રાષ્ટ્રપતિ બન્ય પહેલા એક કોમેડિયન તરીકે કામ કરતા હતા. લોકોને હસાવવાની કળાનો ઉપયોગ કરીને તેમણે રાષ્ટ્રપતિ પદ સુધીની સફર કરી છે.
જેલેંસ્કીએ કાયદાનો અભ્યાસ કર્યો
25 જાન્યુઆરી, 1978 ના રોજ યુક્રેનમાં જન્મેલા, વોલોડીમિર ઝેલેન્સકી યહુદી ધર્મના છે. પ્રોફેસર પિતા અને એન્જિનિયર માતાના આ પુત્રએ કાયદાનો અભ્યાસ કર્યો છે. તે શિષ્યવૃત્તિ પર ઇઝરાયેલમાં અભ્યાસ કરવા માંગતો હતો, પરંતુ તેના પિતાએ ઇનકાર કર્યા પછી, તેણે કિવમાંથી પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી, તેણે વર્ષ 2000માં કિવ નેશનલ ઇકોનોમિક યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી...
કોમેડીમાં મન લગાવ્યું
વોલોડીમીર ભલે વકીલ હતા, પરંતુ તેનું મનથી તે કોમેડી કરવા માંગતા હતા. તેણે પોતાના મનની વાત સાંભળી અને એક સમય એવો આવ્યો કે તેઓ તેમની કોમેડી માટે જાણીતા બન્યા. તેમના પ્રારંભિક અભ્યાસ દરમિયાન, 1997માં, તેમણે કેટલાક કલાકારો સાથે 'ક્વાર્ટલ 95' નામનું કોમેડી જૂથ બનાવ્યું. તેના જૂથને ખૂબ પ્રશંસા મળી. આ પ્રશંસાના આધારે, તેમણે 2003માં તેના શો કરવાનું શરૂ કર્યું.
કોમેડીએ રાજકારણની રાહ દેખાડી
આ કોમેડી શોના લીધે જ જેલેંસ્કીને રાજકારણમાં પ્રવેશવાની પ્રેરણા મળી. તેમને તેમના એક શોમાંથી એવી પ્રેરણા મળી કે તેમણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું. ખાસ વાત એ છે કે રાજનીતિમાં પણ તેમણે પોતાની રમુજની કલાને પોતાનું હથિયાર બનાવ્યું હતું.
2018માં તેમણે વિશ્વને ચોકાવી નાખ્યું
2018 માં જેલેંસ્કીએ 'સર્વન્ટ ઑફ ધ પીપલ પાર્ટી' નામની રાજકીય પાર્ટી બનાવીને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી જાહેર કરી હતી. પરંતુ વિશ્વને આંચકો ત્યારે લાગ્યો જ્યારે રાજકીય અનુભવ વિનાના હાસ્ય કલાકાર 73% મત મેળવીને યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા.
લોકોનું કહેવું છે કે, વોલોડીમિર જેલેંસ્કી તેમને મળેલા મતોની કિંમત ચૂકવી રહ્યા છે. આજે એક તરફ જ્યાં અનેક દેશોના ટોચના નેતાઓ દેશ પર થયેલા હુમલાને જોઈને દેશ છોડીને જતા રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં રશિયા જેવા દેશ સામે વોલોડીમીર જેલેંસ્કીની દ્રઢતા દુનિયાભરના લોકોના દિલ જીતી રહ્યા છે...