T20 World Cup 2022ની ટુર્નામેન્ટ માટે ભારતની ટીમની જાહેરાત થઈ ચૂકી છે. જેમા (dinesh karthik)દિનેશ કાર્તિકને સ્થાન મળ્યું છે. જે બાદ દિનેશ કાર્તિકે એક (tweet)ટ્વિટ કર્ય હતું જે હાલના સમયમાં ખુબ વાયરલ થઈ રહ્યુ છે. દિનેશ કાર્તિકને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં જગ્યા મળતા ટ્વિટર પર તેમણે ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી છે. વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે કરીને કહ્યુ હતું કે, ‘સપના સાકાર થાય છે.’ આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં, દિનેશ કાર્તિકે T20 ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી BCCIએ અને ભારતની ટીમના એક્સપર્ટ્સે દિનેશ કાર્તિકને પ્લેયિંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે.
ભારતીય ટીમમાં T20 વર્લ્ડ કપ માટે દિનેશ કાર્તિક અને રિષભ પંતના રૂપમાં 2 વિકેટકીપરની પસંદગી કરવામાં આવી છે. આ પહેલા દિનેશ કાર્તિક એશિયા કપ 2022માં પણ ભારતીય ટીમનો ભાગ રહ્યો હતો. જોકે, દિનેશ કાર્તિકને એશિયા કપ 2022માં વધુ તકો મળી ન હતી. જેથી તે સારૂ પર્ફોર્મન્સ બતાવી શક્યો ન હતો. પરંતુ તેની પ્રતિભાને ઝાંખપ લાગી ન હતી.. જેથી તેનું સિલેક્શન વર્લ્ડ કપમાં થયું છે.
દિનેશ કાર્તિકે T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદગી થવા પર ટ્વિટ કર્યું હતું. દિનેશ કાર્તિકનું આ ટ્વિટ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં ભારતીય વિકેટ કીપર બેટ્સમેને લખ્યું કે 'સપના સાકાર થાય છે'.જેનો અર્થ એવો કરવામાં આવે છે. કે દિનેશ કાર્તિકના જીવનમાં ઘણા ઉતરાવ-ચઢાવ આવ્યા અને તેમણે ખુબ જ સારી રીતે તેને હેંડલ કરીને ફરી સફળતા હાંસીલ કરી છે. મહત્વનું છે કે, દિનેશ કાર્તિક IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ વર્ષની IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી દિનેશ કાર્તિકે શાનદાર બેટિંગ કરી હતી. ખાસ કરીને, આ વિકેટ કીપર બેટ્સમેને છેલ્લી ઓવરોમાં રમત પૂરી કરવાની પોતાની ક્ષમતાથી ઘણો પ્રભાવિત કર્યો છે.
ખરેખર સંકલ્પથી સિદ્ધિ અચુક મળે છે. IPL 2022 દરમિયાન દિનેશ કાર્તિકે કહ્યું હતું કે મારું ધ્યાન ભારત માટે ક્રિકેટ રમવા પર છે. તેમણે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં વધુ સમય નથી, માટે હું વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બનવા માંગુ છું અને ઈચ્છું છું કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતે. દિનેશ કાર્તિકે તે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું લગભગ દરરોજ સખત મહેનત કરું છું. તે જ સમયે, તેણે કહ્યું હતું કે મારા કોચ શ્રેષ્ઠ પ્રદર્શન માટે સતત તેમના સો ટકા આપી રહ્યા છે. ભારતીય વિકેટ કીપર બેટ્સમેને કહ્યું કે આ દરમિયાન મેં મારી ફિટનેસ પર પણ ઘણું કામ કર્યું છે.
દિનેશ કાર્તિકની કારકિર્દી એક સમયે પૂર્ણ થઈ ગઈ હતી અને તેણે કોમેન્ટરી કરવાનું પણ શરૂ કરી દીધું હતું. પરંતુ આજથી થોડા વર્ષો પૂર્વે જ તેમણે ફરી રમવાનું નક્કી કર્યું અને ભારતને ફરી વર્લ્ડ કપ જીતાડવાનું સંપનું જોયું. બસ ત્યારથી જ તેમના કારકિર્દીનો નવો ઉદ્દય થયો. બાંગ્લાદેશની સામેની રસાકસીની મેચમાં છેલ્લી ઓવરમાં ભારતને શાનદાર વિજયી અપાવી લોકોની ફરી ચાહના મેળવી હતી. જેના થકી IPLમાં કોલક્તા નાઈટ રાઈડર્સ તરફથી કપ્તાની સંભાળી હતી. બાદમાં ભારતીય ટીમમાં ફરી સમાવેશ કરવામાં આવ્યો અને છેલ્લા 4 વર્ષથી તેનું પર્ફોર્મન્સ સતત સારૂ થઈ રહ્યુ છે. અને હવે તે વર્લ્ડ કપની ટીમનો હિસ્સો બન્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં યુવા ચહેરાઓ વધારે જોવા મળે છે. જેની વચ્ચે દિનેશ કાર્તિક એક અનુભવી ચહેરો છે. તેમજ યુવાનોને શરમાવે તેવી ગજબની સ્ફૂર્તી ધરાવે છે. 2004માં દિનેશ કાર્તિકે ભારત તરફથી રમવાનું શરૂ કર્યું હતુ.. અને આજે 2022માં એટલે કે 18 વર્ષ બાદ પણ તેઓ ભારતની ટીમમાં સ્થાન મળી રહ્યુ છે, આ સમયગાળો ખુબ જ લાંબો છે. જે મોટાભાગના ક્રિકેટરો પણ સંભાળી શક્તા નથી. દિનેશ કાર્તીક આજે પણ યુવાનોની માફક વિકેટની પાછળ જોરદાર વિકેટ કિપરીંગ કરી રહ્યો છે. અને આવનારા વર્લ્ડ કપમાં સારામાં સારૂ પર્ફોર્મન્સ આપશે તેવી ક્રિકેટના ફેન્સને આશા છે.
Gujju news channel - sports news channel - sports news - sports ન્યુઝ - સ્પોર્ટસ ન્યુઝ - dk in cricket team - top gujarat news