• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • શું બજાજ હાઉસિંગ ફાઇનાન્‍સના શેર રૂ.૮૦૦ સુધી જશે ? જાણો બજારના તજજ્ઞોનો શું કહી રહ્યા છે ?

શું બજાજ હાઉસિંગ ફાઇનાન્‍સના શેર રૂ.૮૦૦ સુધી જશે ? જાણો બજારના તજજ્ઞોનો શું કહી રહ્યા છે ?

10:40 AM September 18, 2024 gujjunewschannel.in Share on WhatsApp

તજજ્ઞોના મમતેે શેરની લક્ષ્ય કિંમત રૂ.૩૦૦ થી રૂ.૮૦૦ ની વચ્‍ચે હોઈ શકે છે : બજાજ હાઉસિંગ ફાઇનાન્‍સ આઇપીઓની ઇશ્‍યૂ કિંમત રૂ.૭૦ હતી, જ્‍યારે તેનું લિસ્‍ટિંગ રૂ.૧૫૦ પ્રતિ શેર હતું



Bajaj Housing Finance Share Target Price : બજાજ હાઉસિંગ ફાઇનાન્‍સના શેર ૧૬ સપ્‍ટેમ્‍બરે ૧૧૪ ટકાના પ્રીમિયમ સાથે રૂ. ૧૫૦ પર લિસ્‍ટ થયા હતા. જોકે, લિસ્‍ટિંગ પછી પણ છેલ્લા બે દિવસમાં તેના શેરમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્‍સના શેર દરરોજ ઉપલી સર્કિટને અથડાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસમાં તેણે તેના રોકાણકારોને મલ્‍ટિબેગર રિટર્ન આપ્‍યું છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્‍સ આઇપીઓની ઇશ્‍યૂ કિંમત રૂ. ૭૦ હતી, જ્‍યારે તેનું લિસ્‍ટિંગ રૂ. ૧૫૦ પ્રતિ શેર હતું. આ અંક ૬૮ થી વધુ વખત સબસ્‍ક્રાઇબ કરવામાં આવ્‍યો હતો. મંગળવારે તેનો શેર ૧૦ ટકાના વધારા સાથે રૂ. ૧૮૧.૫૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેમને આ શેર મળ્‍યા છે તેમણે જંગી નફો કર્યો છે. હવે આ અંગે એક મોટું અપડેટ સામે આવ્‍યું છે.

Bajaj Housing Finance Share Target Price : બજાજ હાઉસિંગ ફાઇનાન્‍સના શેરની ટાર્ગેટ પ્રાઈઝ ,  Bajaj Housing Finance Share Price Prediction 2024, 2025, 2026 to 2030 in Future Return

► શેર રૂ. ૮૦૦ના લક્ષ્યાંકને સ્‍પર્શી શકે : તજજ્ઞો

એસએમટીના સહપ્રસ્‍થાપક અને સેબીપ્રરજિસ્‍ટર્ડ સંશોધન વિશ્‍લેષક વીએલએ અંબાલા કહે છે કે જોખમ લઈ શકે તેવા રોકાણકારોને મારી સલાહ છે કે બજાજ હાઉસિંગ ફાયનાન્‍સમાં રૂ. ૧૬૫-૧૭૫ની આસપાસ પ્રવેશ કરો. તેમણે વધુમાં કહ્યું કે જો તમારી પાસે આ શેર પહેલેથી જ છે, તો તે ઘટીને રૂ. ૧૩૦ થઈ જાય પછી પણ તમારે તમારા હોલ્‍ડિંગનો ૫૦ ટકા જાળવી રાખવો જોઈએ. બજાજ હાઉસિંગ ફાઈનાન્‍સના શેર અંગે, અંબાલાની સલાહ છે કે બજાજ હાઉસિંગ ફાઈનાન્‍સના શેરની લક્ષ્ય કિંમત રૂ. ૩૦૦ થી રૂ. ૮૦૦ ની વચ્‍ચે હોઈ શકે છે. જો કે આ ટાર્ગેટ એકદમ મહત્‍વાકાંક્ષી છે, પરંતુ જે રીતે હાઉસિંગ લોનની માંગ અને વસ્‍તી વધી રહી છે. તે મુજબ આ શેર રૂ. ૮૦૦ના લક્ષ્યાંકને સ્‍પર્શી શકે છે.

► "કંપનીના ફંડામેન્‍ટલ્‍સ ખૂબ સારા હોવાથી પ્રાઈઝ વધશે"

નરેન્‍દ્ર સોલંકી, હેડપ્રઇક્‍વિટી રિસર્ચ (ફન્‍ડામેન્‍ટલ), આનંદ રાઠી શેર્સ એન્‍ડ સ્‍ટોક બ્રોકર્સે જણાવ્‍યું હતું કે કંપનીના ફંડામેન્‍ટલ્‍સ ખૂબ સારા છે. તેનો બિઝનેસ ગ્રોથ પણ ઘણો સારો છે અને તેના શેર પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્‍થિતિમાં, વળદ્ધિની મોટી સંભાવના છે. જોકે, એયુએમ કેપિટલના રિસર્ચ હેડ રાજેશ અગ્રવાલ કહે છે કે બજાજ હાઉસિંગ ફાઇનાન્‍સના શેર કરતાં ન્‍ત્‍ઘ્‍ હાઉસિંગ ફાઇનાન્‍સના શેરમાં નાણાંનું રોકાણ કરવું વધુ સારું છે કારણ કે તેનું મૂલ્‍યાંકન સારું લાગે છે.

► બજાજ હાઉસિંગના શેરમાં તોફાની ઉછાળો

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે બજાજ હાઉસિંગ ફાઇનાન્‍સ શેર્સ શેરબજારમાં લિસ્‍ટ થયા હતા. તેનું લિસ્‍ટિંગ પ્રાઇસ બેન્‍ડની સરખામણીમાં ૧૧૪.૨૯ ટકાના પ્રીમિયમ પર થયું હતું અને રૂ. ૭૦ના પ્રાઇસ બેન્‍ડ સાથેના આ સ્‍ટોકે રૂ.૧૫૦ના મૂલ્‍યથી માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. એટલું જ નહીં, લિસ્‍ટ થયા બાદ તેમાં જોરદાર ઉછાળો જોવા મળ્‍યો હતો અને તે પહેલા જ દિવસે ૧૦ ટકા ઉછળ્‍યો હતો. બજાજ હાઉસિંગના શેરમાં આ તોફાની ઉછાળો મંગળવારે પણ ચાલુ છે અને કંપનીનો શેર ૮ ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

(નોંધ- કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, કૃપા કરીને તમારા બજાર નિષ્‍ણાતની સલાહ લો.)


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Bajaj Housing Finance Share Target Price : બજાજ હાઉસિંગ ફાઇનાન્‍સના શેરની ટાર્ગેટ પ્રાઈઝ ,  Bajaj Housing Finance Share Price Prediction 2024, 2025, 2026 to 2030 in Future Return



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"

  • 25-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી
    • 23-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 માર્ચ 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-03-2026
    • Gujju News Channel
  • Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ
    • 22-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us