• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું વિચિત્ર સૂચન : વસ્તી ઘટતા રશિયન સરકારે ઓફિસમાં પણ સેક્સ માણવાની સલાહ આપી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું વિચિત્ર સૂચન : વસ્તી ઘટતા રશિયન સરકારે ઓફિસમાં પણ સેક્સ માણવાની સલાહ આપી

10:29 AM September 18, 2024 gujjunewschannel.in Share on WhatsApp

યુક્રેન સાથેના યુદ્ધને કારણે દેશની વસ્તીમાં પણ ઘટાડો થયો : યુદ્ધના કારણે દસ લાખથી વધુ લોકો રશિયાથી પલાયન કરી ગયા



વિશ્વના ઘણા દેશો ઓછી થતી વસ્તીથી પરેશાન છે, તેમાં રશિયા પણ સામેલ છે. રશિયામાં જન્મદરમાં ઘટાડો થવાને કારણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના દેશવાસીઓને ઓફિસમાં પણ સેક્સ માણવાની સલાહ આપી છે. રશિયન સરકારે લોકોને ઓફિસમાં, લંચ અને કોફી બ્રેક દરમિયાન સેક્સ કરવાની સલાહ આપી છે.

► પ્રજનન દર પ્રતિ મહિલા 1.5 બાળકો નોંઘાયો

રશિયન અખબાર મેટ્રોના એક અહેવાલ અનુસાર પુતિનનો આ નિર્દેશ ત્યારે આવ્યો છે જ્યારે રશિયાનો હાલનો પ્રજનન દર પ્રતિ મહિલા 1.5 બાળકો છે, જે વસ્તી સ્થિરતા માટે જરૂરી 2.1 કરતા નોંધપાત્ર રીતે ઓછો છે. યુક્રેન સાથેના યુદ્ધને કારણે દેશની વસ્તીમાં પણ ઘટાડો થયો છે, જેના કારણે દસ લાખથી વધુ લોકો રશિયાથી પલાયન કરી ગયા છે. તેમાં મોટા ભાગે યુવાનો છે.

► "ઓફિસના બ્રેકના ટાઇમ દરમિયાન બાળકો પેદા કરો"

પુતિને કહ્યું કે રશિયન લોકોની સુરક્ષા અમારી ટોચની રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. રશિયાનું ભાવિ તેના પર નિર્ભર કરે છે કે આપણામાંથી કેટલા લોકો ત્યાં હશે. તે રાષ્ટ્રીય મહત્વનો પ્રશ્ન છે. તે જ સમયે રશિયન આરોગ્ય મંત્રી ડો. યેવગેની શસ્તોપાલોવે કહ્યું કે કામમાં વધુ વ્યસ્ત રહેવું એ યોગ્ય કારણ નથી, પરંતુ એક નકામું બહાનું છે. તમે બ્રેક દરમિયાન પ્રજનમમાં સામેલ થઈ શકો છો કારણ કે જીવન ખૂબ ઝડપથી પસાર થઇ જાય છે. લાંબા સમય સુધી કામ કરતા લોકો માટે આ પ્રકારની ટિપ્સ અંગેના એક પ્રશ્નના જવાબમાં શસ્તોપાલોવે બ્રેકના સમયનો ઉપયોગ કરવાના મહત્ત્વને દોહરાવ્યું હતું. તમણે કહ્યું કે બ્રેકના ટાઇમ દરમિયાન બાળકો પેદા કરો. રશિયાના ઘટતા જન્મદરને વેગ આપવા માટે સરકારે બીજા ઘણા ઉપાયો સૂચવ્યા છે. મોસ્કોમાં 18 થી 40 વર્ષની વયની મહિલાઓને તેમના પ્રજનન સ્વાસ્થ્ય અને ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે ડિઝાઇન કરાયેલ નિ:શુલ્ક પ્રજનન સ્ક્રિનિંગમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.

► જન્મદરને વધારવાના હેતુથી આર્થિક મદદ શરૂ કરી

રશિયાના ચેલ્યાબિન્સ્ક ક્ષેત્રમાં સત્તાવાળાઓએ જન્મદરને વધારવાના હેતુથી આર્થિક મદદ શરૂ કરી છે. જે અંતર્ગત 24 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને પોતાના પહેલા બાળકના જન્મ પર 1.02 લાખ રૂબલ (9.40 લાખ રૂપિયા) આપવાની ઓફર કરવામાં આવે છે. સમગ્ર રશિયામાં ગર્ભપાત પર વધુને વધુ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. જાહેર હસ્તીઓ અને ધાર્મિક નેતાઓ એ વાતની વકાલત કરી રહ્યા છે કે સ્ત્રીની પ્રાથમિક જવાબદારી બાળકોને જન્મ આપવાની અને ઉછેરવાની છે. આ સાથે જ છૂટાછેડાની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

► રશિયામાં 25 વર્ષમાં સૌથી નીચો જન્મ દર નોંધાયો

આ મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર રશિયામાં 2024ના પહેલા છ માસિક ગાળામાં 25 વર્ષમાં સૌથી નીચો જન્મ દર નોંધાયો હતો. ડેટાએ એ પણ બતાવ્યું હતું કે જૂનમાં જન્મ પ્રથમ વખત એક લાખથી ઓછો થયો હતો. જાન્યુઆરીથી જૂન 2024ની વચ્ચે રશિયામાં કુલ 5,99,600 બાળકોનો જન્મ થયો હતો, જે 2023 ના સમાન સમયગાળા કરતા 16,000 ઓછા છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું વિચિત્ર સૂચન : વસ્તી ઘટતા રશિયન સરકારે ઓફિસમાં પણ સેક્સ માણવાની સલાહ આપી, Putin’s New Plan: Russians Can Have Sex During Office Hours To Tackle Population Crisis , Russian President Putin is encouraging his fellow countrymen to engage in intimate and sexual relations during office breaks to increase birth rate



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-07-2026
  • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us