
આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. AAPની ધારાસભ્યની બેઠકમાં આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવાયો. જાણો કોણ છે આતિશી માર્લેના?
Delhi New Chief Minister Atishi: દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની સરકારમાં મહત્વના હોદ્દા પર રહી ચૂકેલા આતિશીને આગામી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં તમામ AAP નેતાઓએ આતિશીના નામને મંજૂરી આપી હતી. આ સાથે સીએમ તરીકે આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. તેમના પહેલા પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત આ પદ સંભાળી ચુક્યા છે. આતિશીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંથી એક ગણવામાં આવે છે. આતિશીએ સામાજિક કાર્યકર તરીકે જાહેર જીવનની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આતિશી હાલમાં દિલ્હીના કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે. તેણીએ દિલ્હી સરકારના શિક્ષણ વિભાગની સાથે PWD, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજીક માનવામાં આવે છે.
આતિશીનો જન્મ ૮ જૂન ૧૯૮૧ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના માતા-પિતા વિજય સિંહ અને ત્રિપ્તા વાહી દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તેમણે સ્પ્રિંગડેલ્સ સ્કૂલ, દિલ્હીમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેણે ચેવેનિંગ સ્કોલરશિપ પર ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રાચીન અને આધુનિક ઇતિહાસમાં માસ્ટર્સ કર્યું.
આતિશીએ ૨૦૧૨માં ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને આમ આદમી પાર્ટીનો પાયો નાખનાર લોકોમાં સામેલ હતો. પાર્ટીને આજે જયાં છે ત્યાં સુધી લઈ જવામાં આતિશીએ મોટો ફાળો આપ્યો છે. તેણીએ પૂર્વ દિલ્હીથી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. ૨૦૨૦ માં, તેણી કાલકાજી વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતી અને ધારાસભ્ય બની. આ પછી, દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાં ગયા પછી તે શિક્ષણ મંત્રી બન્યા.
શિક્ષણ મંત્રી બન્યા બાદ આતિશીએ દિલ્હીની શિક્ષણ વ્યવસ્થામાં મહત્વના સુધારા કર્યા છે. તેમણે મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું અને શિક્ષણ નીતિઓ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આતિશી હાલમાં દિલ્હી સરકારમાં શિક્ષણ, PWD, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Delhi New Chief Minister Atishi: દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા આતિશી સિંહ, કોણ છે આતિશી માર્લેના? જાણો શું કહે છે તેની બાયોગ્રાફી , delhi new chief minister atishi marlena singh biography political career in Gujarati