
આજના આધુનિક અને ફાસ્ટ યુગમાં તમામ કામ સરળ થઈ રહ્યા છે. તમને ખબર જ હશે કે હવે હોટલ રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવવું પણ એકદમ સરળ થઈ ગયું છે. આજના સમયમાં Zomato, Swiggy , Blinkit જેવી ઘણી એપ લગભગ દરેક મોબાઈલ ફોનમાં જોવા મળે છે. આ એટલા માટે પણ છે કારણ કે તેની મદદથી મનપસંદ રેસ્ટોરન્ટનું ભોજન એક ક્લિક પર સીધું ઘરે જ પહોંચાડવામાં આવી રહ્યું છે. હવે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સૌથી મોટી ભૂમિકા ડિલિવરી બોયની છે, જેઓ રેસ્ટોરન્ટમાંથી ફૂડ તમારા ઘરે લાવે છે. How much zomato swiggy Online Food delivery boys earn per month in india ?
હવે દરેકને પ્રશ્ન એ છે કે આખો દિવસ શહેરમાં ફરતા આ ડિલિવરી બોય કેટલી કમાણી કરે છે? થોડા દિવસો પહેલા એક યુટ્યુબ ચેનલે આવા જ કેટલાક ડિલિવરી બોય સાથે વાત કરી હતી. જયારે વાતચીત દરમિયાન પગાર કે કમાણીનો મુદ્દો આવ્યો ત્યારે આસપાસ ઉભેલા લોકો પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તે કેટલી કમાણી કરે છે તો જવાબ આવ્યો રૂ.૧૫૦૦ થી રૂ.૨૦૦૦ એક દિવસમાં સરળતાથી કમાણી થશે. ત્યારબાદ એક અઠવાડિયામાં ૧૦ હજાર-૧૨ હજાર આરામથી કમાણી થઈ જશે. એટલે કે ડિલિવરી બોય મહિને રૂ.૪૦ થી ૫૦ હજારની કમાણી કરે છે. એટલું જ નહીં તેણે ફોન પર કમાણીનો પુરાવો પણ આપ્યો.
અન્ય એક ડિલિવરી બોયે જણાવ્યું કે આ સિવાય તે ટિપ્સથી લગભગ ૫ હજાર રૂપિયા કમાય છે અને જો તે વરસાદની સિઝનમાં ડિલિવરી કરે તો તેનાથી થોડું વધારે કમાય છે. ખાસ વાત એ છે કે ઘણા પ્લેટફોર્મ પર રકમ પહેલાથી જ નક્કી છે. જો કે, જો ડિલિવરી લાંબા અંતર પર થાય છે, તો પ્લેટફોર્મ કેટલીકવાર ઊંચી ફી વસૂલ કરે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , How much zomato swiggy Amazon delivery boys earn per month in india ? shocked to hear their earnings online food , Zomato Swiggy ના ડિલિવરી બોય દર મહિને કેટલું કમાય ? આવક સાંભળીને તમે ચકરાવે ચડશો ! How Much Earn Delivery Boy In India ?