Paris Paralympics 2024 Final Medal Tally : પેરાલિમ્પિક્સ 2024માં પૂજા ઓઝા ટોપ થ્રીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી અને તે મહિલાઓની કયાલ સિંગલ્સ 200 મીટર કેએલ 1 સ્પ્રિન્ટ કેનોઇંગ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી શકી ન હતી. આ સાથે જ રવિવારે (8 સપ્ટેમ્બર) પેરાલિમ્પિક્સમાં ભારતના અભિયાનનો અંત આવ્યો. ભારતે રેકોર્ડ 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 29 મેડલ સાથે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. Paralympic Games Paris 2024 India Performence Medal Ranking મેડલ ટેબલમાં ભારત 18માં સ્થાને રહ્યું છે. ભારતને શનિવારે મોડી રાત્રે એથ્લેટિક્સમાં ગેમ્સમાં અંતિમ મેડલ મળ્યો હતો. મેન્સ જેવલીન થ્રો એફ41 કેટેગરીમાં નવદીપ સિંહના સિલ્વર મેડલને ગોલ્ડમાં અપગ્રેડ કરવામાં આવ્યો હતો. ભારત ટોક્યો પેરાલિમ્પિકમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ સાથે 19 મેડલ મેળવી 24મા ક્રમે રહ્યું હતું. પેરાલિમ્પિકના અંતિમ દિવસે પૂજા સિવાય કોઈ પણ ભારતીય એથ્લીટ એક્શનમાં ન હતા.
ક્રમ | દેશ | ગોલ્ડ | સિલ્વર | બ્રોન્ઝ | કુલ મેડલ |
1 | ચીન | 94 | 74 | 49 | 217 |
2 | બ્રિટન | 47 | 42 | 31 | 120 |
3 | અમેરિકા | 36 | 41 | 26 | 103 |
4 | નેધરલેન્ડ્સ | 26 | 17 | 12 | 55 |
18 | ભારત | 7 | 9 | 13 | 29 |
1. અવની લેખરા, મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ1 (શૂટિંગ) – ગોલ્ડ
2. નિતેશ કુમાર, મેન્સ સિંગલ્સ ઇવેન્ટ એસએલ3 (બેડમિન્ટન) – ગોલ્ડ
3. સુમિત અંતિલ, મેન્સ જેવેલિન થ્રો એફ64 (એથ્લેટિક્સ) – ગોલ્ડ
4. હરવિંદર સિંહ, મેન્સ ઈન્ડિવિડયુઅલ રેક્યુર્વ (તીરંદાજી) – ગોલ્ડ
5. ધરમબીર, મેન્સ ક્લબ થ્રો 51 (એથ્લેટિક્સ) – ગોલ્ડ
6. પ્રવીણ કુમાર, ટી64 હાઈ જમ્પ (એથ્લેટિક્સ) – ગોલ્ડ
7. નવદીપ સિંહ, મેન્સ જેવેલિન એફ41 (એથ્લેટિક્સ) – ગોલ્ડ
1. મનીષ નરવાલ, પુરુષોની 10 મીટર એર પિસ્તોલ એસએચ1 (શૂટિંગ) – સિલ્વર
2. નિષાદ કુમાર, મેન્સ હાઈ જમ્પ ટી47 (એથ્લેટિક્સ) – સિલ્વર
3. યોગેશ કથુનિયા, મેન્સ ડિસ્કસ થ્રો એફ56 (એથ્લેટિક્સ) – સિલ્વર
4. થુલસિમત મુરુગેસન, વિમેન્સ સિંગલ્સ એસયુ5 (બેડમિન્ટન) – સિલ્વર
5. સુહાસ યથિરાજ, મેન્સ સિંગલ્સ એસએલ4 (બેડમિન્ટન) – સિલ્વર
6. અજીત સિંહ, મેન્સ જેવેલિન એફ46 (એથ્લેટિક્સ) – સિલ્વર
7. શરદ કુમાર, મેન્સ હાઈ જમ્પ ટી63 (એથ્લેટિક્સ) – સિલ્વર
8. સચિન ખિલારી, મેન્સ શોટ પુટ એફ46 (એથ્લેટિક્સ) – સિલ્વર
9. પ્રણવ સૂરમા, મેન્સ ક્લબ થ્રો 51 (એથ્લેટિક્સ) – સિલ્વર
1. મોના અગ્રવાલ, મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ1 (શૂટિંગ) – બ્રોન્ઝ
2. પ્રીતિ પાલ, મહિલાઓની 100 મીટર ટી35 (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ
3. રૂબીના ફ્રાન્સિસ, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ એસએચ1 (શૂટિંગ) – બ્રોન્ઝ
4. પ્રીતિ પાલ, મહિલાઓની 200 મીટર ટી35 (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ
5. મનીષા રામદાસ, વિમેન્સ સિંગલ્સ એસયુ5 (બેડમિન્ટન) – બ્રોન્ઝ
6. રાકેશ કુમાર/શીતલ દેવી, મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઓપન (તીરંદાજી) – બ્રોન્ઝ
7. નિત્યા શ્રી શિવાન, વિમેન્સ સિંગલ્સ એસએચ6 (બેડમિન્ટન) – બ્રોન્ઝ
8. દીપ્તિ જીવનજી, મહિલાઓની 400 મીટર ટી-20 (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ
9. સુંદર સિંહ ગુર્જર, મેન્સ જેવલીન થ્રો એફ46 (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ
10. મરિયપ્પન થંગાવેલુ, મેન્સ હાઈ જમ્પ ટી63 (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ
11. કપિલ પરમાર, મેન્સ જુડો – 60 કિગ્રા (જુડો) – બ્રોન્ઝ
12. હોકાટો સેમા, મેન્સ શોટ પુટ એફ 57 (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ
13. સિમરન સિંહ, મહિલાઓની 200 મીટર ટી12 (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Paralympic Games Paris 2024 - Paris Paralympics Medal tally - Paris paralympics medal india - Paris paralympics ranking - Paris paralympics list , Paris Paralympic Gold Silver And Bronze Medal Winner For India , પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન