મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકો માટે સારા સમાચાર છે. દેશમાં ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. તેનું કારણ એ છે કે ક્રૂડ ઓઈલની કિંમત જાન્યુઆરી પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. આનાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નફામાં વધારો થયો છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો અવકાશ ઉભો થયો છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવથી રાહત મળી શકે છે. હાલમાં દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાથી વધુ છે જ્યારે ડીઝલ પણ ૯૦ રૂપિયાની આસપાસ છે.
બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત ભારતના ક્રૂડ ઓઈલ પ્રાપ્તિ ખર્ચને અસર કરે છે. બુધવારે તેની કિંમત ૭૩.૫૮ ડોલર પ્રતિ બેરલ પર રહી. મંગળવારે તેની કિંમત ૫% ઘટી હતી અને આ વર્ષના રેકોર્ડ નીચલા સ્તરની નજીક પહોંચી ગઈ હતી. ખાસ કરીને ચીનમાં માંગમાં મંદીના કારણે કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે. નિષ્ણાતો કહે છે કે લિબિયાના સપ્લાય માર્કેટમાં પાછા ફરવાને કારણે વધુ સપ્લાયની શકયતા, ઓક્ટોબરથી OPEC+ જૂથના સ્વૈચ્છિક ઉત્પાદનમાં ઘટાડો અને જૂથની બહારનાસ્ત્રોતોમાંથી ઉત્પાદનમાં વધારો તેલના ભાવ પર દબાણ લાવી રહ્યું છે.
ઈંધણના ભાવમાં સતત ઘટાડો થવાથી ઈંધણના રિટેલર્સ, ખાસ કરીને સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓના માર્જિનમાં વધારો થયો છે. આ કંપનીઓ સ્થાનિક બજારમાં ૯૦% હિસ્સો ધરાવે છે. સરકારે સામાન્ય ચૂંટણી પહેલા ૧૪ માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. મે ૨૦૨૨ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ પ્રથમ ઘટાડો હતો. એપ્રિલમાં મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના અહેવાલમાં અંદાજ છે કે આ કાપ છતાં, સરકારી કંપનીઓએ એપ્રિલમાં પ્રતિ લિટર રૂ. ૨ કરતાં વધુ માર્જિન મેળવ્યા હતા. ત્યારે ભારતીય બાસ્કેટ માટે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત બેરલ દીઠ ૮૯.૪૪ ડોલર હતી. અત્યાર સુધીમાં તેમાં વધુ વધારો થયો હશે કારણ કે સપ્ટેમ્બરમાં તેની સરેરાશ ૭૬ ડોલર હતી.
પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરશે કે નહીં. ફાઇનાન્શિયલ સર્વિસ કંપની UBSએ ઓઇલ માર્કેટમાં ઓછો પુરવઠો હોવાનો દાવ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં કાચા તેલની કિંમત અસ્થિર રહી શકે છે. ગોલ્ડમેન સૅક્સે પણ તે પ્રતિ બેરલ $૭૦-૮૫ રહેવાનો અંદાજ મૂકયો છે. જો વર્તમાન નીચી કિંમતો લાંબો સમય ન ચાલે અને $૮૫ પર સ્થિર થાય તો સરકાર હજુ પણ આરામદાયક સ્થિતિમાં રહેશે. આ સાથે તે સરકારી રિટેલર્સને સ્વેચ્છાએ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે કહી શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડાથી સરકારી ઓઈલ કંપનીઓને ઘણો ફાયદો થશે. તેમને ક્રૂડ ઓઈલ સસ્તામાં મૃશે, પરંતુ સામાન્ય લોકોને તેનો ફાયદો થશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે ઓઈલ કંપનીઓ ભૂતકાળની ખોટનું બહાનું બનાવીને ભાવ ઘટાડા મુલતવી રાખે છે અને કેન્દ્ર સરકાર પણ મૂક પ્રેક્ષક બનીને રહે છે. ઓગસ્ટ ૨૦૨૪માં, સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. ૯.૩ અને ડીઝલ પર રૂ. ૭.૬ પ્રતિ લિટર કમાણી કરતી હતી, જે હવે પ્રતિ લિટર રૂ. ૧૩-૧૪ થવાની ધારણા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , શું આ વખતે ઘટશે પેટ્રોલ-ડિઝલના ભાવ ? ૧ વર્ષમાં ક્રુડ ૨૪% સસ્તુ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ વર્ષનાં સૌથી નીચલા સ્તરે , Crude-Oil-crashes-to-hit-1-year-low-Petrol-diseal-price-can-reduce-in-india