
યુક્રેનમાં રશિયન દળોને આગળ વધતા રોકવામાં ડ્રોન આર્મ્સની મહત્વની ભૂમિકા છે. કોઈપણ દેશની સુરક્ષા માટે ડ્રોન અને રોબોટ્સ અગત્યનુ હથિયાર બનશે. ડ્રોન ક્ષેત્રે ભારત પણ વિશ્વ સાથે માંડી રહ્યુ છે ડગલા.
ફેબ્રુઆરીમાં, રશિયન દળોએ યુક્રેન પર આક્રમણ કર્યુ અને તેનો વિશાળ કાફલો યુક્રેનની રાજધાની પર કબજો કરવા માટે આગળ વધી રહ્યો હતો. ત્યારે કીવમાં હુમલાનો સામનો કરવા સૈનિકો તૈયારી કરી રહ્યા હતા. રશિયાની સેનાસંરક્ષણ ક્ષેત્રે ફાઈટર જેટ, ટેન્ક, બખ્તરબંધ વાહનો અને શસ્ત્રોના ઉત્પાદનની દ્રષ્ટિએ યુક્રેનિયન સેના કરતા ઘણી મોટી છે, પરંતુ થોડા અઠવાડિયામાં સ્પષ્ટ થઈ ગયું કે રશિયન સેના આગળ વધી રહી નથી. અને તે કીવ પર કબજો કરવામાં નિષ્ફળ બની છે. યુક્રેને રશિયન સેનાની આક્રમકતાને રોકવા માટે શક્તિશાળી ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું હતુ અને તેને તેમાં સફળતા પણ મળી રહી હતી.
રશિયન સૈનિકોને ટ્રેનોમાં લાંબી ઠંડી રાત પસાર કરવાની ફરજ પડી હતી. પોતાને ગરમ રાખવા માટે, તેઓએ ટ્રેનો અને ટેન્કોના એન્જિન ચાલુ રાખવા પડ્યા. યુક્રેનિયન ડ્રોને આનો ફાયદો ઉઠાવ્યો, અને વાહનોના એન્જિનની ગરમીથી તેમના ઠેકાણાનો અંદાજ લગાવીને રાત્રિના અંધારામાં તેમના પર હુમલો કરવાનું શરૂ કરી દીધુ.યુદ્ધના મેદાનમાં ડ્રોન્સના વધતા જતા ઉપયોગથી સવાલ એ ઉઠી રહ્યો છે કે શું એવો સમય આવશે જ્યારે યુદ્ધ ડ્રોનથી લડવામાં આવશે?
વિશ્વમાં હવે કોઈપણ યુદ્ધ થશે તો તે ખુબ જ વિનાશકારી બનશે કારણ કે અધ્યત્ન ટેક્નોલૉજીથી સજ્જ દુનિયાના દેશો સતત નવા યુદ્ધના ઉપકરણો બનાવી રહ્યા છે જેને લીધે માનવરહિત ડ્રોન અને રોબોટનો આશરો લેવામાં આવી રહ્યો છે. યુક્રેન અને રશિયાના યુદ્ધમાં પણ તાકાત કરતા બુદ્ધી અને પૂર્વ આયોજનથી યુક્રેને ભરપુર લડાઈ આપી છે. ભારતે પણ ડ્રોનનો ઉપયોગ સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન કર્યો હતો.. માટે હવે આર્મીના જવાનોની સુરક્ષા કરવા માટે ડ્રોન ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. અને ભવિષ્યમાં ડ્રોન એક હથિયાર તરીકે જરૂર ઉપયોગમાં લેવાશે.