
Jay Shah ICC Chairman: વિશ્વ ક્રિકેટમાં BCCI એટલે કે ભારતનું વર્ચસ્વ પહેલેથી જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ હવે વધુ વધશે કારણ કે એક ભારતીય હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ બન્યા છે. અનેક દિવસોની અટકળો બાદ આખરે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અધ્યક્ષ બન્યા છે. BCCI ના વર્તમાન સચિવ જય શાહ ICC અધ્યક્ષ પદ માટે બિનહરીફ ચૂંટાયા છે. તેઓ આ પદ પર વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ નવેમ્બરમાં સમાપ્ત થશે. માત્ર 35 વર્ષના શાહ ICCના ઈતિહાસમાં સૌથી યુવા અધ્યક્ષ બનશે.
છેલ્લા 5 વર્ષથી BCCIના સેક્રેટરી તરીકે જય શાહે વિશ્વ ક્રિકેટમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. વિશ્વના મોટા ભાગના ક્રિકેટ બોર્ડના સંચાલકો સાથે તેના સારા સંબંધો છે. જેના કારણે આ પદ માટે જય શાહ સામે કોઈ પડકાર રજૂ કરવામાં આવ્યો ન હતો. થોડા દિવસો પહેલા ICCએ સતત બે ટર્મથી આ જવાબદારી નિભાવી રહેલા ગ્રેગ બાર્કલેના રાજીનામાની જાહેરાત કરી હતી. ICC ના બંધારણ મુજબ, અધ્યક્ષને સતત 3 ટર્મ મળવાની જોગવાઈ છે, પરંતુ ન્યુઝીલેન્ડના બાર્કલેએ ત્રીજી ટર્મ માટે ના પાડી દીધી હતી, ત્યારબાદ જય શાહ આ પદ પર આવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
ICCએ અધ્યક્ષ પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ નક્કી કરી હતી. નિયમો અનુસાર, જો ત્યાં 2 કે તેથી વધુ ઉમેદવારો હોય, તો એક ચૂંટણી થશે, જેમાં ICCનું 16 સભ્યોનું બોર્ડ મતદાન કરશે, પરંતુ જય શાહ ઉમેદવાર બને તો તે પહેલાથી જ સ્પષ્ટ હતું કે અન્ય કોઈ ઉમેદવાર નહીં હોય. કારણ કે તેમને 14-15 સભ્યોનું સમર્થન હતું. આવી સ્થિતિમાં 27મી ઓગસ્ટે નોમિનેશનની સાથે જ જય શાહ અધ્યક્ષ બનશે તે નક્કી થઈ ગયું અને ત્યારબાદ ICCએ આજે તેમના નામની જાહેરાત કરી. જય શાહ1 ડિસેમ્બરથી તેમનો કાર્યકાળ સંભાળશે અને આગામી 6 વર્ષ સુધી અધ્યક્ષ રહી શકે છે.
જય શાહ ICCમાં ટોચના સ્થાને પહોંચનાર પાંચમા ભારતીય છે. તેમના પહેલા જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર અલગ-અલગ સમયે ICC બોસ હતા. આ જવાબદારી સૌપ્રથમ BCCIના પૂર્વ પ્રમુખ દાલમિયાએ સંભાળી હતી, જ્યાંથી ભારતીય ક્રિકેટનો દબદબો શરૂ થયો હતો.
• જગમોહન દાલમિયા- 1997-2000 (પ્રમુખ)
• શરદ પવાર- 2010-2012 (પ્રમુખ)
• એન શ્રીનિવાસન- 2014-2015 (ચેરમેન)
• શશાંક મનોહર- 2015-2020 (ચેરમેન)
જય શાહના અધ્યક્ષ બનતાની સાથે જ પાકિસ્તાન સૌથી વધુ ટેન્શન અનુભવવા લાગ્યું છે. પહેલેથી જ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ICCમાં ભારતીય બોર્ડના વર્ચસ્વ અંગે ફરિયાદ કરી રહ્યું છે અને ખાસ કરીને પાકિસ્તાની ક્રિકેટની ખરાબ સ્થિતિ માટે સચિવ જય શાહને જવાબદાર ઠેરવી રહ્યું છે. હવે શાહના અધ્યક્ષ બનતાં પાકિસ્તાન વધુ ચિંતિત બની રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ પાકિસ્તાનમાં આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , jay shah become the new boss of icc , Jay Shah ICC Chairman: જય શાહ બન્યા ICCના નવા ચેરમેન