
►બોયફ્રેન્ડને સામે રેપનો આરોપ પણ સગીરાના ભ્રૂણ ડીએનએ પિતરાઈ ભાઈ સાથે મેચ થયા ►19 વર્ષના બોયફ્રેન્ડે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારતાં ગર્ભવતી બન્યાનો ગુનો નોંધાયો ►મેડિકલ તપાસમાં જુદી વિગત મળતાં હવે ભાઈ સામે પણ ગુનો દાખલ
મુંબઇ : ૧૬ વર્ષની એક સગીરા ગર્ભવતી બનતા પોલીસે આ પ્રકરણે સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપસર તેના બોયફેન્ડની ધરપકડ કરી હતી. જો કે સગીરાના ભૂ્રણની ડીએનએ ટેસ્ટમાં તેના ડીએનએ સગીરાના જ ૧૭ વર્ષના ભાઇ સાથે મેચ થતા પોલીસે સગીરભાઇ સામે ગુનો નોંધી તેને પણ સહઆરોપી બનાવ્યો છે.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર પાંચ એપ્રિલના રોજ એક મહિલા તેની સગીર પુત્રીને લઇ એક સરકારી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા આવી હતી. ૧૬ વર્ષની સગીરાને આઠ અઠવાડિયાનો ગર્ભ રહ્યો હોવાનું જાણી હોસ્પિટલ સત્તાળાળાઓએ આ બાબતની જાણ મુંબઇના બાંદ્રા પોલીસને કરી હતી. પોલીસે તરત જ કાર્યવાહી કરી આ પ્રકરણે પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી. સગીરાની પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે તેના ૧૯ વર્ષના બોયફ્રેન્ડે લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધ્યો હતો અને પરિણામે તે ગર્ભવતી બની હતી.
પોલીસે ત્યારબાદ સગીરાના બોયફ્રેન્ડ સામે બળાત્કારનો ગુનો નોંધી સેશન્સ કોર્ટ અને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. સગીરાના બોયફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી હતી. જો કે સગીરાના ડીએનએ ટેસ્ટમાં તેના ભૂ્ણના ડીએનએ તેના જ સગીરભાઇ સાથે મેચ થતા ખળભળાટ મચી ગયો હતો. એક તરફ આ ઘટના જ્યાં બની હતી તેના પર પોલઅધિકારીઓ સગીરાના બોયફ્રેન્ડ સામે ચાર્જશીટ બનાવવામાં વ્યસ્ત હતા તેવા સમયે જ ડીએનએ રિપોર્ટ આવતા પોલીસે હવે સગીરાના ભાઇને પણ સહઆરોપી બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચોંકાવનારી વિગત બહાર આવ્યા બાદ એક મહિલા ઉચ્ચાધિકારીએ મહિલા કર્મચારીઓને પીડિત સગીરા સાથે ફરીથી સંવાદ સાધવા કહ્યું ત્યારે સગીરાએ ભાઇની કરતૂત બાબતે વટાણા વેર્યા હતા. સગીરાએ આપેલ નિવેદન અનુસાર તેના ૧૭ વર્ષના ભાઇને સગીરાના આરોપી સાથેના અફેરની જાણ થતા તેણે સગીરાને આ વાતની જાણ માતાને કરી દેવાની ધમકી આપી સગીરા પર બલાત્કાર ગુજાર્યો હતો. આ વિગત બહાર આવ્યા બાદ પોલીસે ચાઇલ્ડ વેલફેર કમિટીને આ બાબતની જાણ કરી સગીરાના ભાઇને તાબામાં લીધો હતો.
crime news story - gujju news channel - gujarati news - gujarat samachar - mumbai crime - gujju top news - latest news channel