
USA Hanumanji Statue : સ્ટેચ્યુ ઓફ ધ યુનિયનની વેબસાઈટ અનુસાર, આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. ટેક્સાસની પ્રતિમા ભગવાન હનુમાનની ટોચની 10 સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક હોવાનું પણ કહેવાય છે. અમેરિકાનામાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિયન તરીકે ઓળખવામાં આવશે.
• ટેક્સાસમાં 90 ફૂટ ઉંચી હનુમાનજીની પ્રતિમા અનાવરણનો સમારોહ યોજાયો
• કાર્યક્રમમાં આખા અમેરિકામાંથી ભારે જનમેદની ઉમટી પડી
• આ પ્રતિમા અમેરિકાની ત્રીજા નંબરની સૌથી ઉંચી પ્રતિમા છે
Statue Of Union : અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં રવિવારે ભગવાન હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અમેરિકાના હ્યુસ્ટન, ટેક્સાસમાં એક ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે અને તેને "સ્ટેચ્યુ ઓફ યુનિયન" અભય હનુમાન તરીકે ઓળખવામાં આવે છે.
આ પ્રતિમાની સ્થાપના શ્રી અષ્ટલક્ષ્મી મંદિર, શુગર લેન્ડ, ટેક્સાસમાં સ્થાપિત કરવામાં આવી છે. આ ઐતિહાસિક આયોજન પાછળના વિચારક શ્રી ચિન્નાજીયર સ્વામીજી છે. આ પ્રતિમા ભગવાન શ્રી રામ અને માતા સીતાને એક થવામાં મદદ કરવામાં ભગવાન હનુમાનજીની મહત્વપૂર્ણ ભૂમિકાની યાદ અપાવે છે. આ આયોજનએ ભારતીય સમુદાયમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો છે. પ્રતિમાના ઉદ્ઘાટન સમારોહને હ્યુસ્ટનમાં એક ઐતિહાસિક ઘટના તરીકે જોવામાં આવી રહી છે.
આ પ્રતિમાને ટેક્સાસના સુગર લેન્ડ વિસ્તારમાં સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરના પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે. હનુમાનજીની પ્રતિમા બનાવવા અને મંદિરમાં સ્થાપિત કરવા પાછળ ચિન્નાજીયાર સ્વામીજીની દૂરંદેશી હતી. સ્ટેચ્યુ ઓફ ધ યુનિયનની વેબસાઈટ અનુસાર, આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. ટેક્સાસની પ્રતિમા ભગવાન હનુમાનની ટોચની 10 સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક હોવાનું પણ કહેવાય છે.
પ્રતિમાના અભિષેક દરમિયાન હેલિકોપ્ટરમાંથી ભગવાનની પ્રતિમા પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વેબસાઈટ અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિયનને આધ્યાત્મિકતાનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ છે, જ્યાં મનને શાંતિ મળે અને આત્માઓને નિર્વાણના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે. યુએસ સ્થિત હિંદુ અમેરિકન ફાઉન્ડેશને એક નિવેદનમાં કહ્યું કે 'ભગવાન હનુમાન ભગવાન રામની સેવા દરમિયાન ઘણી અજોડ ક્ષમતાઓ દર્શાવે છે, જેમાં ઝડપ, શક્તિ, હિંમત અને બુદ્ધિનો સમાવેશ થાય છે. બંને વચ્ચેની મિત્રતા ખૂબ જ ઊંડી છે અને ભગવાન હનુમાનને ભગવાન રામ પ્રત્યે ઊંડી ભક્તિ છે. જણાવી દઈએ કે, પ્રતિમાની ચારેકોર અલગ અલગ ભીંત ચિત્રો પણ કંડારવામાં આવ્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , અમેરિકામાં 90 ફૂટ ઉંચા હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરાયું , 90 foot tall Hanuman statue was inaugurated in Houston, Texas USA
This is the “Third Tallest Statue” in the United States 🇺🇸.
— Gems of Engineering (@gemsofbabus_) August 20, 2024
A grand Pran Pratishtha ceremony was held in Houston, Texas, on Aug 18, where a 90 foot tall Hanuman statue was inaugurated.pic.twitter.com/Ng7W4CFewV