હાલ પેરીસ ઓલિમ્પિક 2024ની ટુર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દેશમાં અમેરિકા, રશિયા, જાપાન, ચીન, ઓસ્ટ્રેલિયા જેવા દેશો મોખરે છે. પરંતુ ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન ક્યાં દેશનું અને કેવી રીતેે છે ? સાથે જ ભારત એક એક મેડલ માટે કેમ ઝઝુમી રહ્યું છે? તે વિષય પર સૌએ જાણવું જરૂરી છે. મહત્વનું છે કે, 1896 થી ઓલિમ્પિક્સ રમાઈ રહી છે. ભારત વર્ષ 1900થી આમાં સામેલ છે. ભારતના પ્રદર્શનની વાત કરીએ તો તેણે અત્યાર સુધી કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. આ બધા સિવાય જો મેડલની વાત કરીએ તો ચાલો જાણીએ કે ઓલિમ્પિકમાં કયા દેશે સૌથી વધુ મેડલ જીત્યા છે. આ ઉપરાંત અમે તમને ભારતની સ્થિતિ વિશે પણ જણાવીશું.
ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી સફળ દેશોમાં અમેરિકાનું નામ લેવાય છે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ ઓલિમ્પિકમાં કુલ 1061 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ દેશે 830 સિલ્વર અને 738 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ઓલિમ્પિક ગેમ્સમાં અમેરિકાના કુલ 2,629 મેડલ છે. ઈતિહાસની વાત કરીએ તો અમેરિકાએ શરૂઆતથી જ ઓલિમ્પિક પર પોતાનું નામ જાળવી રાખ્યું છે.
અમેરિકા પછી સોવિયત યુનિયન એટલે કે USSR (Union of Soviet Socialist Republics) એ પણ ઓલિમ્પિકમાં ઘણા મેડલ જીત્યા. જો કે, USSR એ ઘણા દેશોનું ફેડરેશન હતું, જે હવે અસ્તિત્વમાં નથી. તમારી માહિતી માટે, સોવિયત યુનિયને ઓલિમ્પિક ગેમ્સમાં કુલ 1010 મેડલ જીત્યા છે. જેમાં 395 ગોલ્ડ, 319 સિલ્વર અને 296 બ્રોન્ઝ મેડલ સામેલ છે. અમેરિકા અને યુએસએસઆર પછી, કોઈ દેશે ઓલિમ્પિકના ઈતિહાસમાં 1000થી વધુ મેડલ નથી જીત્યા.
ઓલિમ્પિકમાં ભારતના પ્રદર્શનની વાત કરીએ તો ભારતે અત્યાર સુધીમાં માત્ર 35 મેડલ જીત્યા છે. જેમાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારત 1900થી ઓલિમ્પિક રમી રહ્યું છે, પરંતુ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ભારતે છેલ્લી વખત એટલે કે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ જીત્યા હતા. ટોક્યો ઓલિમ્પિક ભારતની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ સિઝન રહી છે. આ પહેલા ક્યારેય ભારતીય ટીમે ઓલિમ્પિકમાં એકસાથે આટલા મેડલ જીત્યા નથી. આ વર્ષે, ભારતીય ખેલાડીઓને પેરિસ ઓલિમ્પિક 2024થી ઘણી અપેક્ષાઓ છે. ફેન્સને પણ આ વખતે ખેલાડીઓ જબરદસ્ત જીત હાંસલ કરે તેવી આશા છે.
દિગ્ગજ ભારતીય એથ્લીટ પીટી ઉષાને સવાલ કર્યો હતો કે ભારતીય રમતવીરો ઑલિમ્પિકમાં ચીનની માફક ચંદ્રકો કેમ જીતી શકતા નથી? પીટી ઉષાએ કહ્યું હતું, "છેલ્લાં 20 વર્ષથી હું પણ મારી જાતને આ સવાલ પૂછી રહી છું, પણ તેનો કોઈ જવાબ મળતો નથી." પોતાની કારકિર્દીમાં સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કુલ 103 ચંદ્રકો જિતેલાં પીટી ઉષાએ ઉમેર્યું હતુઃ "હું સાચું કહેવા ઇચ્છું છું. મારાં માતા-પિતાએ મને હંમેશાં સાચું બોલવાની શિખામણ આપી છે, પરંતુ હું સાચું કહીશ તો તે કડવું સત્ય હશે. તેથી હું આ મામલામાં પડવા જ નથી માગતી." એ કડવું સત્ય શું હશે તેનું અનુમાન કરવું મુશ્કેલ નથી. રમતગમત સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ, હકીકત એ છે કે દેશમાં કોઈને ક્રિકેટ સિવાયની એકેય સ્પૉર્ટ્સમાં ખાસ દિલચસ્પી જ નથી. પેરીસમાં ચાલી રહેલી ઑલિમ્પિક પહેલાં ભારતે તેનાં 124 વર્ષના ઑલિમ્પિક ઇતિહાસમાં માત્ર 35 ચંદ્રકો જીત્યા હતા. તેમાં નવ સુવર્ણચંદ્રક હતા અને એ પૈકીના આઠ ભારતે માત્ર હૉકીમાં જ જીત્યા હતા.
ચીન આટલા ટૂંકા સમયમાં ઑલિમ્પિક સુપર પાવર કેવી રીતે બની ગયું તેના સવાલ પર પીટી ઉષાએ એક શબ્દમાં જવાબ આપતાં કહ્યું હતું, "ડિઝાયર." તેનો અર્થ ઊંડાણભર્યો છે. તેમાં અનેક શબ્દો છુપાયેલા છેઃ મહેચ્છા, ઈરાદો, અભિલાષા, લોભ અને મહત્ત્વાકાંક્ષા અને જુસ્સો પણ.
સવાલ એ છે કે, એકેય ભારતીય ખેલાડી "ડિઝાયર" સાથે ઑલિમ્પિક્સ રમતોત્સવમાં ભાગ નહીં લેતો હોય? પીટી ઉષાએ કહ્યું હતું, "ચીની સમાજના તમામ વર્ગોમાં, તે સરકારી હોય કે બિન-સરકારી, ચંદ્રકો હાંસલ કરવાનો જબરો જુસ્સો હોય છે."
પીટી ઉષાના ખેલજીવનનાં ઉત્તમ વર્ષો 80ના દાયકામાં હતાં. તમે એ દાયકાના ચીની મીડિયા પર નજર નાખશો તો ખબર પડશે કે શરૂઆતનાં વર્ષોમાં ચંદ્રકો જીતવાની ઇચ્છા માત્ર જુસ્સો ન હતી, પણ વાસ્તવમાં એક ઝનૂન હતી. એ ઉપરાંત દેશની શાન વધારવાની તમન્ના પણ હતી. ચીનની આજની પેઢી તેમના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના એ નિવેદનમાંથી પ્રેરણા મેળવે છે, જેમાં તેમણે કહ્યું હતું, "રમતગમતમાં એક મજબૂત રાષ્ટ્ર બનવાનું ચીનના સ્વપ્નનો એક હિસ્સો છે." શી જિનપિંગનું આ નિવેદન "ડિઝાયર" પર જ આધારિત છે.
ચીનમાં માતા-પિતા તેમનાં બાળકને બાળપણથી જ ખેલાડી બનાવવા ઇચ્છતાં હોય છે, જ્યારે ભારતમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, માતા-પિતા તેમનાં બાળકોને પહેલાં ભણાવવા પર અને પછી તેને નોકરીએ લગાવવા પર વધુ ધ્યાન આપતાં હોય છે. ચીનના ખેલાડીઓને સાયન્ટિફિક અને મેડિકલ સાયન્સના આધારે વધારે ભારપૂર્વક તાલીમ આપવામાં આવે છે. તેથી તેઓ ચંદ્રકો જીતવામાં સફળ થાય છે. ચીનમાં તમામ વ્યવસ્થા રેજિમેન્ટેડ એટલે કે શિસ્તબદ્ધ હોય છે અને તેનું તમામે પાલન કરવાનું હોય છે. ભારતમાં એવું કરવું મુશ્કેલ છે.
રમતગમત સાથે જોડાયેલા નિષ્ણાતો કહે છે કે ઑલિમ્પિક રમતોત્સવ પૂર્ણ થયા પછી ભારતીય લોકો દેશની નિષ્ફળતાનો માતમ મનાવશે અને મીડિયા તેનું વિશ્લેષણ કરશે. થોડા દિવસ પછી બધું રાબેતા મુજબનું થઈ જશે. રમતગમત સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ, ભારતની નિષ્ફળતાનો દોષ માત્ર ખેલાડીઓને જ આપી શકાય નહીં. ભારતમાં જે ગંભીર ખામીઓ તે મોટા ભાગના લોકો જાણે છે અને એ ખામીઓ આ મુજબ છે
• રમતગમતના કલ્ચરનો અભાવ
• અત્યંત ઓછી પારિવારિક અને સામાજિક ભાગીદારી
• રમતગમત સરકારની અગ્રતા નહીં
• સ્પૉર્ટ્સ ફેડરેશન પર રાજકારણનો પ્રભાવ
• અપૂરતું સ્પૉર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયેટ
• ભ્રષ્ટાચાર અને સગાવાદ
• ગરીબી તથા રમતગમતને બદલે નોકરીને અગ્રતા
• પ્રાઇવેટ સ્પૉન્સર્સની ઓછપ
પીટી ઉષાના જણાવ્યા મુજબ, આ માટે બધા જ જવાબદાર છે, કારણ કે રમતગમતને કોઈએ અગ્રતા આપી નથી. પીટી ઉષાએ કહ્યું હતું "આપણે ઇન્ફેર્મેશન ટેકનોલૉજી અને બીજાં ક્ષેત્રોમાં વિશ્વસ્તરની પ્રતિભાઓ પેદા કરીએ છીએ. આપણે વિશ્વમાં અનેક ક્ષેત્રોમાં અનેક દેશોથી આગળ છીએ તો રમતગમતમાં કેમ નથી? આપણા દેશમાં ટૅલેન્ટની કમી નથી. આપણે ત્યાં રમતગમતને અગ્રતા આપવામાં આવતી નથી."
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Which country has the most Olympic medals of all time? , Who wins Olympics the most? , olympics all-time highest medal winner , Olympic Games Paris 2024 , All-time Olympic Games medal table , ભારત એક-એક મેડલ માટે ઝઝૂમી રહ્યું છે ત્યારે અમેરિકા , રશિયા, જાપાન , ચીન , ઓસ્ટ્રેલિયા મેડલોનો ઢગલો કેવી રીતે કરે છે? Which-countries-has-the-most-Olympic-medals-why-india-failed-to-win-more-medals-know