પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય સ્ટાર શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. તે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. મનુ અને સરબજોતની ભારતીય જોડીએ 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાને 16-10થી હરાવ્યું. ભારતીય જોડીએ ક્વોલિફિકેશનમાં ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ માટે ક્વોલિફાય કર્યું હતું. આ પહેલા રવિવારે મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની હતી, જ્યારે હવે તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.
ભારતીય સ્ટાર જોડીએ દક્ષિણ કોરિયાના લી ઓન્હો અને ઓહ એ જિનને 16-10ના જંગી અંતરથી હરાવ્યું હતું. ભારત માટે આ ઐતિહાસિક ક્ષણ છે. અગાઉ કોઈ શૂટરે શૂટિંગમાં બે મેડલ જીત્યા નહોતા, પરંતુ મનુએ અજાયબી કરી બતાવી છે. આ રીતે, મનુ ભાકર આઝાદી બાદ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની ગઈ છે. મેડલ જીત્યા બાદ સરબજોત સિંહે કહ્યું કે આ ગર્વની ક્ષણ છે. અમે ખુશ છીએ, પરંતુ તે એક અઘરી લડાઈ હતી. બીજી તરફ મનુની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. તેની ખુશી સ્પષ્ટ હતી.
પીએમ મોદીએ X પર લખ્યું કે, અમારા શૂટર્સ અમને ગર્વ અપાવતા રહે! ઓલિમ્પિક્સમાં 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સરબજોત સિંહ અને મનુ ભાકરને અભિનંદન. આ બંનેએ શાનદાર કૌશલ્ય અને ટીમ વર્ક બતાવ્યું છે. ભારત અતિ આનંદિત છે. મનુ માટે, આ તેણીનો સતત બીજો ઓલિમ્પિક મેડલ છે, જે તેણીની સતત શ્રેષ્ઠતા અને સમર્પણ દર્શાવે છે.
મનુ ભાકર હરિયાણાના ઝજ્જરની રહેવાસી છે. 22 વર્ષની મનુએ પોલિટિકલ સાયન્સનો કોર્સ કર્યો છે. તે સ્કૂલના દિવસોમાં બોક્સિંગ અને કરાટે સહિત અડધો ડઝન રમતો રમી ચૂકી છે. મનુ ભાકરનો આ બીજો મેડલ છે. તે 10 મીટર પિસ્તોલ વુમન્સ ઈવેન્ટમાં થોડા અંતરથી મેડલ ચૂકી ગઈ હતી. મનુ તેની બીજી ઓલિમ્પિક રમી રહી છે. મનુ પાસે ત્રીજો મેડલ જીતવાની પણ તક છે. તેણે 2 ઑગસ્ટે 25 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં પણ ભાગ લેવાની છે.
સરબજોત સિંહ હરિયાણાના અંબાલા જિલ્લાના ધેન ગામનો રહેવાસી છે. તેના પિતા જતિન્દર સિંહ ખેડૂત છે. તેણે ડીએવી કોલેજ ચંદીગઢમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે શરૂઆતમાં ફૂટબોલ રમતો હતો. સરબજોત સિંહ તેની પ્રથમ ઓલિમ્પિક ગેમ્સ રમી રહ્યો છે. 10 મીટર પિસ્તોલ મેન્સ ઈવેન્ટમાં થોડા અંતરથી મેડલ ચૂકી ગયો હતો. સરબજોતે વર્લ્ડ ચેમ્પિયનશિપ, વર્લ્ડ કપ અને એશિયાડમાં ગોલ્ડ જીત્યો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Paris Olympics 2024 , પેરિસ ઓલિમ્પિકમાં ભારતે જીત્યો બીજો મેડલ, ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર અને સરબજોત સિંહે જીત્યો બ્રોન્ઝ મેડલ , india win first bronze medal in paris olympics 2024 star shooter manu bhaker and Sarbjot sinh wins in womens 10meter air pistol , manu bhakar and sarabjot singh win bronze in 10meter air pistol mixed