
Jharkhand Train Accident Update : ઝારખંડના જમશેદપુરમાં મંગળવારે વહેલી સવારે 3.43 વાગ્યે મુંબઈ-હાવડા મેલ (12810)ના પાંચ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. પાટા પરથી ઊતરી ગયેલા ડબ્બા બાજુના ટ્રેક પર ઉભેલી માલગાડી સાથે અથડાયા હતા. ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મુંબઈ હાવડા મેલના 5 ડબ્બા માલગાડીના ડબ્બા સાથે અથડાયા બાદ પાટા પરથી ઉતરી ગયા હતા. કોચની અંદર 3 મુસાફરો ફસાયા હતા. NDRFએ બંનેને કોચ કાપીને બહાર કાઢ્યા, પરંતુ 3ના મોત થયા હતા.
મળતી માહિતી મુજબ માલગાડીનો એક ડબ્બો પહેલેથી જ પાટા પરથી ઉતરી ગયો હતો. બીજા ટ્રેક પર આવી રહેલી મુંબઈ-હાવડા મેલના ડબ્બા પણ પાટા પરથી ઊતરી જતા માલગાડી સાથે અથડાયા હતા. મુંબઈ-હાવડા ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ અકસ્માત રાજખારસવાન અને બડામ્બો વચ્ચે થયો હતો. ઘાયલોને ચક્રધરપુરની રેલવે હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ચક્રધરપુર રેલવે ડિવિઝનના વરિષ્ઠ ડીસીએમ આદિત્ય કુમાર ચૌધરીએ જણાવ્યું કે રાહત ટ્રેન અને જિલ્લા વહીવટીતંત્રની તમામ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
રેલવેએ દુર્ઘટનાને સંલગ્ન હેલ્પલાઈન નંબર જાહેેર કર્યા છે. જેમાં યાત્રીઓના સગાવહાલાઓ કોન્ટેેક્ટ કરીને ઈમરજન્સી સેવાઓનો ઉપયોગ કરી શકે છેે.
• Tatanagar: 06572290324
• Chakradharpur: 06587 238072
• Rourkela: 06612501072, 06612500244
• Howrah: 9433357920, 03326382217
• Ranchi: 0651-27-87115
• HWH Help Desk: 033-26382217, 9433357920
• SHM Help Desk: 6295531471, 7595074427
• KGP Help Desk: 03222-293764
• CSMT Helpline Auto no 55993
• P&T: 022-22694040
• Mumbai: 022-22694040
• Nagpur: 7757912790
સાઉથ ઈસ્ટર્ન રેલવેના ટ્રેન મેનેજર મોહમ્મદ રેહાને જણાવ્યું હતું કે ટ્રેન લગભગ 3.39 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી અને આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ડાઉન લાઇન પર એક માલગાડી પહેલેથી જ પાટા પરથી ઉતરી જવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત સમયે ટ્રેનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક હતી. અકસ્માત બાદ અપલાઇનને અસર થઈ છે.
ઝારખંડમાં જાણે કે ટ્રેન દુર્ઘટના સામાન્ય હોય તેવો ઘાટ ઘડાયો છે. છેલ્લા 6 મહિનામાં આ ત્રીજી વખત મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. 30 જુલાઈ એટલે કે આજેે મુંબઈ-હાવડા મેલના 18 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા જેમાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. તો 28 ફેબ્રુઆરી 2024નો રોજ જાતમારા-વિદ્યાસાગર સ્ટેશન વચ્ચે ટ્રેન અકસ્માત સર્જાયો હતો અને તેમાં 2 લોકોના મોત થયા હતા. અને 18 જાન્યુઆરી 2024 ગમ્હરિયા રેલવે સ્ટેશન પર ઉત્કલ એક્લપ્રેસની ઝપેટમાં આવી જતા 4 લોકો મોતને ભેટ્યા હતા. આ તમામ દુર્ઘટના બાદ રેલવે વિભાગની કાર્યક્ષમતા અને સુરક્ષા પર ચોક્કસ સવાલ ઉઠી રહ્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Jharkhand Train Accident Update , in jharkhand howrah mumbai express passenger train derailed in jharkhand rescue operation , ઝારખંડમાં માલગાડી સાથે હાવડા-મુંબઈ મેલ પેસેન્જર ટ્રેન અથડાઈ : ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા, 3નાં મોત-અનેેક ઘાયલ
Jharkhand: Train No. 12810 Howara-CSMT Express derailed near Chakradharpur, between Rajkharswan West Outer and Barabamboo in Chakradharpur division at around 3:45 am. ARME with Staff and ADRM CKP on site. 6 persons have been injured. All have been given first aid by the Railway… pic.twitter.com/dliZBvtoFk
— ANI (@ANI) July 30, 2024