
Want To Study Abroad Beware : છેલ્લા ઘણા વર્ષોથી વિદેેશમાં ભણવાની ઘેલછા દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ ત્યાં સિક્યોરીટીને લઈને કોઈ વિચારતુંં નથી. ત્યાં જોબ્સ, પોતાનુ સ્વાસ્થ્ય ત્યાનું ક્લ્ચર વગેરે જેવા પરિબળો વિશે એક વાર તો વિચારવું જ જોઈએ હાલમાં જ મળેલી એક માહિતીમાં સામે આવ્યું છે કે, વિદેશની ૪૧ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૬૩૩ ભારતીય સ્ટુડન્ટ્સ છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ કારણોસર મૃત્યુ પામ્યા હોવાની શોકિંગ જાણકારી શુક્રવારે લોકસભામાં વિદેશ ખાતાના રાજયપ્રધાન કીર્તિ વર્ધન સિંહ દ્વારા આપવામાં આવી હતી. કેરલાના સંસદસભ્ય કે. સુરેશના સવાલના જવાબમાં કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે કુદરતી રીતે, અકસ્માતથી કે તબીબી કારણોસર પણ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ થયાં હતાં. ૧૭૨ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ સાથે કેનેડા પહેલા નંબરે છે. ત્યાર બાદ અમેરિકામાં ૧૦૮, યુનાઇટેડ કિંગડમ (શ્ધ્)માં ૫૮, ઓસ્ટ્રેલિયામાં ૫૭, રશિયામાં ૩૭ અને જર્મનીમાં ૨૪ સ્ટુડન્ટ્સનો સમાવેશ છે. યુક્રેનમાં ૧૮, જયોર્જિયા, કિર્ગીઝસ્તાન અને સાયપ્રસમાં ૧૨-૧૨ અને ચીનમાં ૮ સ્ટુડન્ટ્સે જીવ ગુમાવ્યો હતો.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ૧૯ સ્ટુડન્ટ્સે હિંસા અથવા તેમના પર થયેલા હુમલામાં જીવ ગુમાવ્યો હતો. કેનેડામાં સૌથી વધારે ૯ સ્ટુડન્ટ્સે હિંસક હુમલામાં જીવ ગુમાવ્યો હતો. અમેરિકામાં ૬ સ્ટુડન્ટ્સે આવા હુમલામાં જીવ ગુમાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા, UK, ચીન અને કિર્ગીઝસ્તાનમાં એક-એક સ્ટુડન્ટે જીવ ગુમાવ્યો હતો.
વિદેશમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સની સલામતી અને સુરક્ષા ભારત સરકારની ટોચની પ્રાયોરિટી છે. વિદેશમાં કાર્યરત ભારતીય મિશન કે દૂતાવાસ વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સના સંપર્કમાં રહે છે. વિદેશમાં ભારતીય મિશન કે પોસ્ટ હાયર સ્ટડીઝ કરી રહેલા ભારતીય સ્ટુડન્ટ્સને તેમની સાથે અને વિદેશ ખાતાના પોર્ટલ પ્ખ્ઝખ્ઝ પર રજિસ્ટર કરાવવા પ્રોત્સાહિત કરે છે જેથી તેમની ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ કરી શકાય. આવાં મિશન ભારતીય સ્ટુડન્ટ્સને નિયમિત સંપર્ક જાળવવા અને તેમની ચિંતાઓને પ્રાથમિકતા આપવા અને ઉકેલવા માટેના તમામ પ્રયાસો કરવાની સલાહ આપે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Indian Student , Who going to study abroad beware 633 indian students died abroad in last 5 years highest 172 in canada , વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ ચેતજો! ૫ વર્ષમાં વિદેશમાં ભણતા ૬૩૩ ભારતીય છાત્રોએ હિંસા કે હુમલામાં ગુમાવ્યો છે જીવ