New Income Tax Slabs 2024-25 | નવો ઈન્કમ ટેક્સ સ્લેબ 2024-25 : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે (23 જુલાઈ 2024) તેમનું સતત સાતમું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી હતી. પરંતુ કરદાતાઓને તેમની અપેક્ષા મુજબ કંઈ ન મળતા તેઓ ફરી એકવાર નિરાશ થયા છે. કેન્દ્રીય બજેટ 2024 માં, નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ હવે 3 લાખથી 7 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે. તેના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ સિવાય નવી ટેક્સ વ્યવસ્થામાં હવે 50 હજાર રૂપિયાના બદલે 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. આ બંને ફેરફારોથી કરદાતાઓને 17,500 સુધીનો ફાયદો થશે. જો કે જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે, નવી વ્યવસ્થા હેઠળ 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે કે આ આવક કરમુક્ત છે. 3 થી 7 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોએ 5 ટકા, 7 થી 12 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોએ 10 ટકા અને 10 થી 12 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોએ 15 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 12 થી 15 લાખ રૂપિયાની કમાણી કરનારાઓએ 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 15 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોએ 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
ઈન્કમ ટેક્સ સ્લેબ | જૂનો ટેક્સ | ન્યુ ઈન્કમ ટેક્સ સ્લેબ | નવો ટેક્સ |
3 લાખ | Nil | 3 લાખ | Nil |
3થી 6 લાખ | 5 ટકા | 3થી 7 લાખ | 5 ટકા |
6 લાખથી 9 લાખ | 10 ટકા | 6 લાખથી 9 લાખ | 10 ટકા |
9થી 12 લાખ | 15 ટકા | 9થી 12 લાખ | 15 ટકા |
12 થી 15 લાખ | 20 ટકા | 12 થી 15 લાખ | 20 ટકા |
15 લાખથી વધુ | 30 ટકા | 15 લાખથી વધુ | 30 ટકા |
નાણાપ્રધાને નવી વ્યવસ્થા હેઠળ આવકવેરા સ્લેબમાં ફેરફારની જાહેરાત કરી છે, જે અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. આ સિવાય કરદાતાઓને બીજી રાહત આપવામાં આવી છે જે અંતર્ગત સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળની છૂટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે.
વ્યક્તિગત આવકવેરાના દરો વિશે વાત કરતા, નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે બે જાહેરાતો કરવામાં આવી છે. પ્રથમ, પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. તો, પેન્શનધારકો માટે ફેમિલી પેન્શન પરની કપાતને 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે, નવી કર વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ ચાર કરોડ પગારદાર અને પેન્શનધારકોને મળશે.
સ્ટાન્ડર્ડ ડિડક્શન : નામ સૂચવે છે તેમ, નોકરી કરતી વ્યક્તિની કુલ આવકમાંથી ચોક્કસ રકમ પહેલેથી જ બાદ કરવામાં આવે છે. જેના કારણે તે વ્યક્તિની કરપાત્ર આવક ઘટી જાય છે અને તેના કારણે ટેક્સ પણ ઓછો ભરવો પડે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , New Income Tax Slabs 2024-25 | નવો ઈન્કમ ટેક્સ સ્લેબ 2024-25 - budget-2024-25-new-income-tax-slabs-2024-25-WHAT-changes-AND-who-GETS-benefits - New Income Tax Slabs : 2024-25ના ન્યૂ રિઝિમમાં કેવો રહેશે ટેક્સ સ્લેબ, સમજો નવું ટેક્સ માળખુ, કોને ફાયદો થશે?