
Microsoft Window Outage : માઈક્રોસોફ્ટના સર્વરમાં એન્ટીવાઇરસ ક્રાઉડસ્ટ્રાઇકના અપડેટથી ક્લાઉડ સર્વિસમાં શુક્રવારે મુશ્કેલી આવી ગઈ હતી. ગરબડના કારણે આખી દુનિયા મોટી ટેકનિકલ કટોકટીનો સામનો કરી રહી છે. દિલ્હી અને મુંબઈ સહિત વિદેશની હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે. દુનિયાભરમાં એરલાઇન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેકિંગ અને અનેક કોર્પોરેટ કંપનીઓનાં કામકાજ પર અસર પડી છે. આ સમસ્યા સૌપ્રથમ અમેરિકાની ફ્રન્ટિયર એરલાઈન્સ સાથે થઈ અને ધીરે ધીરે આખી દુનિયામાં ફેલાઈ ગઈ. લેટેસ્ટ માહિતી અનુસાર, માઈક્રોસોફ્ટ સાથે જોડાયેલી સાયબર સિક્યોરિટી ફર્મ ક્લાઉડ સ્ટ્રાઈકે પોતાની ભૂલ સ્વીકારી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ક્લાઉડ સ્ટ્રાઈકને એન્ટી વાઈરસ અપડેટ કરવાની હતી, જે કંપની સમયસર ન કરી શકી, જેના કારણે દુનિયા આ આઈ.ટી. કટોકટી રાખવામાં આવે છે.
માઇક્રોસોફ્ટે આ સમગ્ર કટોકટી અંગે તેનું પ્રથમ નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેણે કહ્યું છે કે, “અમારા નિષ્ણાતો શક્ય તેટલી વહેલી તકે સમસ્યાને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને ટૂંક સમયમાં વધુ અપડેટ્સ પ્રદાન કરશે.” તમને જણાવી દઈએ કે માઇક્રોસોફ્ટની Azure Cloud અને Microsoft 365 સર્વિસમાં સમસ્યા આવી છે.દિલ્હી એરપોર્ટે પણ સર્વરમાં ખરાબી અંગે નિવેદન જાહેર કર્યું છે. એરપોર્ટ પ્રશાસને કહ્યું છે કે વૈશ્વિક આઈટી સંકટને કારણે હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ છે, મુસાફરોને પડતી અસુવિધા દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સર્વર ડાઉન થતા અમેરિકા, બ્રિટન અને ભારત જેવા અનેક દેશમાં 1400થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ છે. ત્યાં જ 3 હજાર વિમાનના ઉડાનમાં મોડું થયું છે. ભારતમાં ચાર એરલાઈન્સ- ઈન્ડિગો, સ્પાઈસજેટ, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેક-ઈન અને ફ્લાઈટ અપડેટ સેવાઓ ટેક્નિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ છે. એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હૈદરાબાદ અને બેંગલુરુની મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓમાં વાઇરસ એટેકની વાત કહેવામાં આવી રહી છે. સિસ્ટમ બ્લૂ સ્ક્રીનમાં આવ્યા પછી રી-સ્ટાર્ટ થઈ રહી છે. હૈદરાબાદમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓને 2 કલાક સુધી સિસ્ટમ ઓફ કરવા માટે કહેવામાં આવ્યું છે.
યુરોપમાં, Ryanairએ કહ્યું છે કે નેટવર્કની ખામીને કારણે તેની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. મુસાફરોને ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં Ryanair એપ પર તેમની ફ્લાઇટ્સ તપાસવા માટે કહેવામાં આવ્યું છે. બ્રિટનમાં રેલવે સિસ્ટમ પણ ઠપ થઈ છે. માઈક્રોસોફ્ટ આઉટેજના કારણે રેલવે કંપનીઓએ મુસાફરોને કહ્યું છે કે તેઓને ચાલતી ટ્રેનોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આઉટેજને કારણે સ્કાય ન્યૂઝ ચેનલ બંધ કરવી પડી હતી. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ કામકાજ બંધ થઈ ગયું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Microsoft Window Outage : Airlines Service Impact Reason, માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતા આખી દુનિયામાં હાહાકાર,