ઝોમેટોનું નામ લેતા જ મોઢામાં પાણી પાણી આવી જાય છે. એવામાં આજે ઝોમેટોમાં રોકાણ કરનાર ઈન્વેસ્ટરોની પણ બલ્લે બલ્લે થઈ ગઈ છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો લિમિટેડના શેર આજે, સોમવારે (15 જુલાઈ) સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેર 3% વધીને રૂ. 232ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. આ સાથે, ઝોમેટોના સ્થાપક અને CEO દીપેન્દ્ર ગોયલની કંપનીમાં હિસ્સેદારીનું મૂલ્ય હવે $1 બિલિયનથી વધુ થઈ ગયું છે. જો કે, હાલમાં ટ્રેડિંગ દરમિયાન, ઝોમેટોનો શેર 1.95% ના વધારા સાથે Zomato Share Target Price, રૂ. 226 પર ટ્રેડ કરી રહ્યો છે. એક દિવસ પહેલા કંપનીએ પ્લેટફોર્મ ફીમાં 20% વધારાની જાહેરાત કરી હતી. તેના કારણે જ કંપનીના શેરમાં આ વધારો જોવા મળી રહ્યો છે, ઝોમેટોનું માર્કેટ કેપિટલાઇઝેશન 1.97 લાખ કરોડ રૂપિયા, Zomato Market Cap 1.97 Lakh Crore, Zomato Share price All Time high
ગોયલના 36.94 કરોડ શેરની કિંમત $1 બિલિયન હતી
માર્ચ ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, ગોયલ પાસે ઝોમેટોના 36,94,71,500 શેર હતા, જે કંપનીમાં 4.26% હિસ્સાની સમકક્ષ છે. કંપનીના શેર આજે BSE પર રૂ. 232ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, આ સાથે ગોયલના 36.94 કરોડ શેરનું મૂલ્ય વધીને રૂ. 8,571.74 કરોડ એટલે કે $1.02 બિલિયન થયું છે.
ઝોમેટો શેરે એક વર્ષમાં 170% વળતર આપ્યું
ઝોમેટો શેરે છેલ્લા 5 દિવસમાં 8.08%, એક મહિનામાં 20.21%, 6 મહિનામાં 69.96% અને એક વર્ષમાં 182.88% વળતર આપ્યું છે. કંપનીએ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શેરધારકોને 69.96% વળતર આપ્યું છે. ઝોમેટોનું માર્કેટ કેપિટલાઇઝેશન 1.97 લાખ કરોડ રૂપિયા છે.
ઝોમેટોએ પ્લેટફોર્મ ફી રૂ.5ને બદલે રૂ.6ની જાહેરાત કરી
એક દિવસ પહેલા, 14 જુલાઈના રોજ ઝોમેટો અને સ્વીગી બંનેએ પ્લેટફોર્મ ચાર્જમાં 20% વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે બંને કંપનીઓના ગ્રાહકોએ દરેક ઓર્ડર પર 6 રૂપિયા પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે.
ઝોમેટો અને સ્વીગી બંનેએ બેંગલુરુ અને દિલ્હી જેવા બજારો માટે તેમની પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે. આ પહેલીવાર નથી જ્યારે બંને કંપનીઓએ પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો હોય. 3 મહિના પહેલા પણ બંને કંપનીઓએ પ્લેટફોર્મ ફી વધારીને 5 રૂપિયા કરી દીધી હતી.
ઝોમેટોએ ગયા વર્ષે પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું
બંને કંપનીઓએ નફાકારકતા વધારવા માટે આ નિર્ણય લીધો છે. ઝોમેટો અને સ્વીગીએ ગયા વર્ષથી પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. પછી શરૂઆતમાં બંને કંપનીઓ 2 રૂપિયા પ્લેટફોર્મ ફી વસૂલતી હતી. બાદમાં બંનેએ તેને વધારીને 3 રૂપિયા અને પછી 4 રૂપિયા કરી દીધો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ઝોમેટોનું માર્કેટ કેપિટલાઇઝેશન 1.97 લાખ કરોડ રૂપિયા | Zomato Market Cap 1.97 Lakh Crore | Zomato Share price All Time high - Zomato Share Target Price