IND vs ZIM 5th T20I Match Updates, ભારત વિ. ઝિમ્બાબ્વે પાંચમી ટી-20 મેચ સ્કોર : સંજુ સેમસનની અડધી સદી (58) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઝિમ્બાબ્વેની સામેની પાંચમી અને અંતિમ ટી-20માં 42 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 4-1થી વિજય મેળવ્યો છે.
ભારતની ટીમને જિમ્બાબ્વેએ (ZIMBABWE) પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાવરપ્લે સુધી કેપ્ટન સિકંદર રઝાનો નિર્ણય સાચો સાબિત થયો હતો. ભારતે પાવરપ્લેમાં કેપ્ટન શુભમન, ઓપનર યશસ્વી અને અભિષેક શર્માની વિકેટ ગુમાવી હતી. સ્કોર માત્ર 46 રન હતો. આ બાદ ભારતની પારીને સંજુ સેમસન અને રિયાન પરાગે સંભાળી હતી. સંજુ સેમસને ફિફ્ટી ફટકારી અને રિયાન પરાગ સાથે 65 રનની ભાગીદારી કરી. શિવમ દુબેએ ડેથ ઓવર્સમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 167 રન સુધી પહોંચાડ્યો હતો.
જિમ્બાબ્વે (ZIMBABWE) જ્યારે લક્ષ્યનો પીછો કરવા માટે મેદાનમાં આવી ત્યારે તેમના માટે શિવમ દુબે અને મુકેશ કુમારે મુશ્કેલીઓ ઊભી કરી હતી. મુકેશે પાવરપ્લેમાં 2 અને 19મી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. શિવમ દુબેએ મધ્યમ ઓવરોમાં આર્થિક રીતે બોલિંગ કરી અને 2 વિકેટ પણ લીધી. ઝિમ્બાબ્વેની ટીમ 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુકેશ કુમારે મેચમાં કુલ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. મેચમાં શિવમ દુબેને તેના ઓલ રાઉંડ દેખાવ માટે મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.
આ SERIES માં ભારતના WASHINGTON SUNDAR ને MAN OF THE SERIES આપવામાં આવી હતી. SUNDAR ભારત માટે નંબર 8 ઉપર બેટિંગ કરી શકે છે અને POWERPLAY માં સ્પિનનો જલવો બતાવી શકે છે. તેને આ SERIES માં શાનદાર બોલિંગ કરતાં 8 વિકેટ ઝડપી હતી. તેમની ECONOMY ફક્ત 5.16 રનની રહી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IND vs ZIM 5th T20I Match Updates - ક્રિકેટ - ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ - ભારત ક્રિકેટ ટીમ - શુભમન ગિલ - સ્પોર્ટ્સ - ભારત વિ. ઝિમ્બાબ્વે પાંચમી ટી-20 મેચ સ્કોર - Abhishek Sharma; India Vs Zimbabwe 5th T20 LIVE Score Update | Shubman Gill Rinku Singh Yashasvi Jaiswal Sikandar Raza