
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સરકરાની નવી યોજના, રાજ્ય સરકાર હેક્ટર દીઠ ચૂકવશે રૂપિયા 20,000 હજારની સહાય
દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. PM મોદીના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના, રાજ્ય સરકાર હેક્ટર દીઠ ચૂકવશે 20,000 હજારની સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના ગુજરાત સરકારે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” શરૂ કરી છે. આ યોજના હેઠળ, ખેડૂતોને નીચે મુજબ સહાય મળશે: organic kheti gujarati | organic kheti gujarati | કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મેળે તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે. i ખેડૂત પોર્ટલ 2024 yojana list 2024
પ્રતિ હેક્ટર રૂ. 20,000 સુધીની સહાય: આમાં બિયારણ, પ્રાકૃતિક ખેતી ખર્ચ અને અન્ય જરૂરી ખર્ચનો સમાવેશ થાય છે. DBT દ્વારા સીધી ચુકવણી: ખેડૂતોને સહાયની રકમ તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. 5 વર્ષમાં 5000 હેક્ટરનો વધારો: સરકાર આગામી 5 વર્ષમાં પ્રાકૃતિક ખેતી હેઠળ 5000 હેક્ટર વિસ્તાર ઉમેરવાનો ધ્યેય ધરાવે છે.
રાજ્ય સરકાર દ્વારા “નેચરલ એગ્રીકલ્ચર પ્રમોશન સ્કીમ (શાકભાજી)” નામની નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યમાં રાસાયણિક મુક્ત અને કુદરતી શાકભાજીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. યોજના હેઠળ, ખેડૂતોને પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા સુધીની સહાય મળશે, જેમાં બિયારણ, જૈવિક ખેતી માટે જરૂરી ખર્ચ અને શાકભાજીની સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેના ખર્ચનો સમાવેશ થાય છે. આ સહાય DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી ચૂકવવામાં આવશે. યોજનાનો લાભ મેળવવા માટે, ખેડૂતોએ ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ અને કુદરતી પદ્ધતિઓ દ્વારા શાકભાજીની ખેતી કરવી જોઈએ. રાજ્ય સરકારે આ યોજના માટે 1000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજનાના અમલીકરણથી આગામી 5 વર્ષમાં 5,000 હેક્ટર જમીન જૈવિક ખેતી હેઠળ આવવાની અપેક્ષા છે.
• રાજ્યમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક શાકભાજીની ઉપલબ્ધતામાં વધારો.
• ખેડૂતોની આવકમાં વધારો.
• જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણમાં સુધારો.
કૃષિ મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂરી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાના અમલીકરણથી આગામી 5 વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે 5000 હેકટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય DBTના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
1. ખેડૂત અથવા ઉદ્યોગકારોએ સો પ્રથમ તો તેમની કૃષિ / ઉદ્યોગની પધ્ધતિ જે સંસાધનો (ઈનપુટસ) વાપરેલ હોય તેના દસ્તાવેજો, જમીન પૃથકકરણનો અહેવાલ, અગાઉ જે ખેતીકાર્યો કરેલ હોય તેની સંપૂર્ણ વિગતો સાથેની અરજી માન્ય ચકાસણી એજન્સીને કરવી કે જેથી એજન્સી ખેડૂત અને માન્ય પ્રમાણન એજન્સી વચ્ચેનું એગ્રિમેન્ટ ફોર્મ મોકલી શકે.
2. પ્રાથમિક માહિતીને આધારે પ્રમાણન એજન્સી ખેડૂતો/ઉદ્યોગ સાહસિકને કોન્ટેકટ (સંપર્ક) ફોર્મ મોકલે છે.
3. ચકાસણીની ફી, ચકાસણીની સંખ્યા તેમજ અન્ય જરૂરી શરતો અંગેની સ્વીકૃતિ બદલની સહી કરીને ખેડૂત સંપર્ક ફોર્મ માન્ય પ્રમાણન એજન્સીને મોકલી આપે છે.
4. આ ફોર્મની સાથે ખેડૂતે કૃષિ પેદાશો પ્રમાણિત કરવાની રકમની પO% રકમ ભરવી પડે છે, જે મળે પ્રમાણિત એજન્સી તેમનો ચકાસણી (નિરીક્ષણ) કાર્યક્રમ અને રાષ્ટ્રીય ધારાધોરણ અંગેની જાણ ખેડૂતને કરે છે.
5. ત્યારબાદ, ચકાસણી એજન્સી નકકી થયેલ કાર્યક્રમ મુજબ તેના નિરીક્ષકો મોકલે છે. કેટલાક કિસ્સાઓમાં નિરીક્ષકો કાર્યક્રમ સિવાય પણ યુનિટની અચાનક મુલાકાત લઈને ચકાસણી કરે છે અને નકકી થયેલ રાષ્ટ્રીય ધારાધોરણોનો અમલ બરાબર થયેલ છે કે નહીં તેની ચકાસણી કરે છે.
6. જરૂર પડે ચકાસણી એજન્સી નીચે દશાંવેલ દસ્તાવેજોની પણ ચકાસણી કરે છે.
7. તબદીલી સમયગાળા પૂર્વેનો અને ત્યારબાદનો જમીન પૃથકકરણનો અહેવાલ
8. માન્ય લેબોરેટરીમાંથી અવશેષ્ય જંતુનાશકો અને સેન્દ્રિય ઉપજોના નમૂનાઓનો અહેવાલ
9. સેન્દ્રિય પદાર્થો / વપરાશી વસ્તાઓ / ચીજ વગેરેના સંબંધિત દસ્તાવેજો
10. ત્યારબાદ, ચકાસણી એજન્સી તેનો સંપૂર્ણ અહેવાલ પ્રમાણન એજન્સીને મોકલે છે. જેના આધારે પ્રમાણન એજન્સી અરજદાર ખેડૂત / ઉદ્યોગસાહસિકને તેની પેદાશો માટે ‘સેન્દ્રિય પેદાશ અંગેનું પ્રમાણપત્ર આપે છે.
11. જૂથ પ્રમાણપત્ર મેળવવા માટે ખેડૂતોએ મંડળીની રચના કરવી અને મંડળીના સભ્ય ખેડૂતો માટે ઉપર મુજબની જ કાર્યવાહી હાથ ધરવી.
12. જૂથ પ્રમાણપત્ર માટે ચકાસણી નિરીક્ષક વર્ગમૂળની સંખ્યામાં ખેડૂતોના ખેતર/ દસ્તાવેજોની ચકાસણી કરે છે. (દા.ત. ૧ સભ્યોની મંડળી હોય તો ૪ અને ૪૯ સભ્યો હોય તો ૭ એ મુજબ). આનાથી પ્રમાણપત્ર મેળવવાના ખર્ચમાં ઘણો જ ઘટાડો થાય છે.
Home Page- gujju news channel - પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સરકરાની નવી યોજના, રાજ્ય સરકાર હેક્ટર દીઠ ચૂકવશે રૂપિયા 20,000 હજારની સહાય - gujarat khedut sahay organic kheti sahay in gujarati - i khedut portal 2024 yojana list - i khedut arji status 2024 2025 - ઓનલાઈન અરજી ikhedut portal પાત્રતા - ગુજરાત ઓનલાઈન અરજી ikhedut Portal ડોક્યુમેન્ટ - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત રજીસ્ટ્રેશન - i ખેડૂત - આઈ ખેડૂત પોર્ટલ યોજના - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 - i khedut portal 7/12 - ikhedut portal 2024 yojana list - i khedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2024 - ખેડૂત સહાય યોજના 6000 - Kishan Parivahan Yojana Apply Online - Ikhedut Portal 2023 List PDF: આઈ ખેડૂત પોર્ટલ Application Status - પીએમ કિસાન યોજના 2024 - ખેતીવાડી અને પશુપાલન યોજના નું ફોર્મ ikhedut.gujarat.gov.in આઈખેડૂત પોર્ટલ પર ભરી શકાશે.